Heena Dave

Inspirational

4.2  

Heena Dave

Inspirational

સુનયના

સુનયના

1 min
379


સુનાયનાએ વાળની લટ ખસેડી. અમાસના દિવસે ચંદ્ર વગર દેખાતા સોગીયા આકાશ જેવું તેનું કપાળ, લાલચટક ચાંદલા વગર તરડાઈ ગયું હતું. માંડ 23ની સુનયના જાણે 33ની હોય તેવું લાગતું હતું. દેહ પર યૌવન છવાતા છવાતા જાણે !

"સુનયના " સાસુમાનો અવાજ આવ્યો.

ઝડપથી સફેદ સાડલો માથા પર ઢાંકી, નજર ઝૂકાવી તે મૌન રહી. હાથ જોડી ઉભી રહી.અવાજમાં તો ડૂમો ભરાઈ ગયો હોય તેમ માંડ એક શબ્દ બોલી, "મા"

ઊનાઊના, મણમણનાં નિસાસા સાસુમાનાં હૈયે ફરી વળ્યા.મનોમન વેદનાને પી રહ્યાં. "મારી ફૂલ જેવી નવયુવાન વહુ.. આ જીવન જીવવાના દિવસોમાં, યુવાનીના દિવસોમાં વૈધવ્ય પાળશે ? હું છું ત્યાં સુધી.પણ પછી સમાજની નજરો તેને છિન્નભિન્ન કરી દેશે તો ?"

"સુનયના.."ફરી તેમણે સાદ કર્યો.

સામે ઊભેલી સુનયના આંખમાંથી ટપટપ આંસુ પાડતી બોલી,"હા.. મા .."

"સમીર.. તારો બચપણનું ભેરુ તારી વાટ જુએ છે.જા.. પાછું વળીને ના જોતી."

"પણ મા..."

"મારા સમ છે તને સુનયના. હું તારી સગી જનેતા તો નથી પણ જ્યારે તું વહુ બનીને આવી હતી ત્યારે તને દીકરીના સ્વરૂપમાં જ સ્વીકારી હતી. આજે એ દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે હું, તને તારા બધા જ બંધન તોડી જવાનું કહું છું. જા.. સુખી થા.. પણ મને મળવા તો આવીશ ને ?" કહેતા સાસુમા સુનયનાનો હાથ પકડી બહાર લાવ્યા.

સુનયનાનો હાથ સમીરના હાથમાં આપતાં બોલ્યા,"મારી દીકરીની સંભાળ લે જે. સુખી રાખજે."

સમીર બાઈક પરથી ઉતર્યો. સાથે લાવેલ માતાજીનાં આશીર્વાદ સમી રંગબેરંગી ચૂંદડી સુનયનાને ઓઢાડી અને માને પગે લાગતા બોલ્યો," મા.. સમાજ, તમારા ઘરવાળા ?"

"હું બેઠી છું ને! જાવ.. સુખી થાઓ."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational