Heena Dave

Comedy Inspirational

3  

Heena Dave

Comedy Inspirational

એપ્રિલ ફૂલ

એપ્રિલ ફૂલ

2 mins
209


બોર્ડની પરીક્ષા પતી કે બીજે દિવસે નીરવ, નિરવા અને તેના માતાપિતા મહાબળેશ્વર ઉપડી ગયા.

ખૂબસૂરત વાતાવરણ હતું. એક કશિશ હતી એ મઘમઘતાં વાતાવરણમાં. ખૂબસૂરત પહાડીઓ અને તેના ઠંડાઠંડા પણ અદ્ભૂત વાતાવરણમાં નીરવ, નિરવા અને તેના મમ્મી પપ્પા રોમાંચિત થઈ ઊઠયાં. કમોસમી વરસાદ હતો. બરફના કરા પડતાં હતાં. ઠંડીઠંડી હવા, વાદળભર્યું આકાશ અને પહાડોમાંથી ઊઠતાં વાદળોનો કાફલો..ધરતી પર સ્વર્ગ ઉતરતું હોય તેવું લાગતું હતું.

" જુઓ..જુઓ ..ત્યાં ગુફા જેવું છે. પપ્પા ચાલો ત્યાં જઈએ." નીરવ ઉત્સાહથી બોલી ઊઠ્યો.

 સાહસ,રોમાંચ તેના તરુણ લોહીમાં દોડવા માંડ્યું હતું.

"ના ..ના ..વાતાવરણ તો જુઓ અને ગુફામાં તો આવા વાતાવરણમાં સાપ, વીંછી.."

" મમ્મીને તો બધું આવું જ દેખાય."નીરવાએ મમ્મીને બોલતા અટકાવી.

" ગયા વર્ષે અહીં એક આતંકવાદી આવી ચડ્યો હતો. ઘણાના જીવ લીધા એણે." પપ્પા કંઈક ગુમસૂમ થઈ ગયા.. બોલતાં બોલતાં ઉત્સાહને બદલે નિરાશાજનક, ભયજનક, ડરામણું દુઃખદ વાતાવરણ થઈ ગયું. 

"પપ્પા આતંકવાદી આવે તો.." નીરવ બોલવા જતો જ હતો અને પપ્પાએ ચૂપ કરી દીધો. તેમણે નજીક આવેલી નાની કુટીર તરફ આંગળી ચીંધી અને વિચારમાં હોય તેમ બોલ્યાં," કંઈક થાય તો નીરવ, નિરવા તમે ત્યાં કુટીરમાં સંતાઈ જજો. ખુબ સુરક્ષિત છે."

 માહોલ ડરામણો થઈ ગયો હતો. આસપાસ કલરવ કરતાં રંગબેરંગી પક્ષી, લીલાછમ વૃક્ષોને ભૂલી જઈ નીરવ નિરવા ડરવાં લાગ્યા. દરેક લીલા વૃક્ષો જાણે ગન લઈને ઊભા હોય તેવું લાગવા માંડ્યું. દરેક ઠેકાણે જાણે પેલો આતંકી ઊભો હોય તેમ ડરવા લાગ્યાં.

 ધક.. ધક.. ધક.. ધક.. હૃદય ધડકવા લાગ્યું.

ચારેય એકબીજાનો હાથ પકડી, ગુમસુમ.. બધે જોવા લાગ્યાં અને ત્યાં જ હાથમાં ગન લીધેલી એક વ્યક્તિ...

" પપ્પા.." નીરવ, નિરવા ચીસ પાડી ઉઠ્યાં.

" ભાગો.. ભાગો.."

 કુટીર નજીક હતી. દરવાજો ખુલ્લો હતો. નીરવ નિરવા ઝડપથી કુટીરમાં દાખલ થયા.

 કાન,આંખ બંધ કરી ધડકતાં હૈયે નીરવ, નિરવા 

"ધડામ.. ધડામ.. ધડામ.." અવાજો સાંભળવાં લાગ્યાં.

બંધ આંખોએ નીરવે અનુભવ્યું કે "આ બોમ્બનો અવાજ .."

 ધડામ.. ધડામ..

ફુગ્ગાં ફૂટવા લાગ્યાં. એપ્રિલ ફૂલ ગીત વાગવાં માંડ્યું.

"પપ્પા યુ આર ચીટર .." નીરવ,નિરવા થોડીક વાર પછી થોડાં સ્વસ્થ થતાં મમ્મી પપ્પાને વળગી પડ્યાં.

"નીરવ,નિરવા..એ તો સિક્યુરિટી ગાર્ડ હતો. તમે લોકોએ બરાબર જોયું નહીં. જીવનમાં પણ આવું જ છે બેટા ..જરાક શરતચૂક થઈ કે ગાફેલ, બેધ્યાન રહ્યાં કે તરત જ સમયરૂપી આતંકવાદી આપણને.."એપ્રિલ ફૂલ.." બનાવી દેશે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy