Heena Dave

Tragedy Inspirational

4  

Heena Dave

Tragedy Inspirational

વેદનાનું વિસ્તરણ

વેદનાનું વિસ્તરણ

2 mins
425


વિચારોની અજીબ ગડમથલ થઈ રહી હતી. હૃદયમાં ખૂંચતી એક વેદના, તેનું વિસ્તરણ, લોહીનાં કણકણમાં ફેલાવી રહી હતી.  

"શું થશે ? શું રિપોર્ટ આવશે ? લાલચટ્ટક લોહીમાં વહી જતાં, પેલાં ઘટ્ટ, માનવઆકારનાં માંસનાં ટુકડાનો સુંવાળો સ્પર્શ સુનયનાનાં માતૃત્વને ફરી. . ફરી. . ફરી ઘાયલ કરી, આક્રંદ કરાવતું હતું. ઘડીકમાં ભગવાનનાં ફોટાની સામે જોતી પ્રાર્થના કરતી તો ઘડીકમાં મનમાં વિચારતી, "આખી જિંદગી કોઈનું મન દુભાવ્યું નથી. શક્ય હોય ત્યાં સુધી બધાને ખુશ રાખવાની કોશિશ કરી છે. વડીલોની સેવા પણ ભરપૂર કરી છે તો કદાચ તેમનાં આશીર્વાદ..

" સુનયના નાઈ" કાઉન્ટર પરથી નામ બોલાયું. તેનું નામ તો જાણે કાનની બહારથી જ જતું રહ્યું. વિચારોમાં ખોવાયેલી સુનયના આસપાસનું ભાન ભૂલી ગઈ હતી.

"સુનયના નાઈ" નર્સે બીજી વાર મોટેથી બૂમ પાડી. પણ સુનયના તો. .

" પેશન્ટ આવ્યું નથી લાગતું. બીજા પેશન્ટને બોલાવી લો. " અંદરથી એક સુમધુર અવાજ આવ્યો.

" અંકિતા તિવારી. . " નર્સે બીજા પેશન્ટને બૂમ પાડી.

અંકિતા તિવારી ઊભી થઈ. પર્સ અને કેસ ફાઈલ હાથમાં લઈ અંદર જવા ગઈ. ઊભા થતાં થતાં એક નજર સામે ગુમસુમ બેઠેલી સ્ત્રી પર કરી. હજી તે સ્ત્રી ઊંડા વિચારોમાં ગરકાવ, અર્ધખુલ્લી આંખે બેઠી હતી.

" નમસ્કાર મેડમ. . " અંકિતાએ કેબિનમાં પ્રવેશતાં જ કહ્યું, " મેમ, મારી બાજુમાં બેઠેલી સ્ત્રી કોઈ ઊંડા વિચારમાં ગરકાવ છે. ખૂબ દુઃખી લાગે છે. તેની આંખ અર્ધખુલ્લી છે. કદાચ એ જ' સુનયના નાયી' હોઈ શકે. "

 "જરૂર. . હું હમણાં જ તેમને બોલાવું છું. " સુમધુર અવાજવાળા, પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતાં, જેના ચહેરા પરથી, આંખમાંથી કરુણા નીતરતી હતી, તે ડોક્ટર મધુરીમાએ અંકિતાને સ્ટ્રેચર પર લઈ જઈ તપાસી.

" અભિનંદન. . અંકિતા સરસ સમાચાર છે. તમારી તબિયતની કાળજી લેજો. દવા લખી આપું છું. " હસતાં હસતાં તેમના ગાલમાં પડતાં ખાડાં તેમના ચહેરાને વધુ મોહક અને દૈદીપ્યમાન બનાવતા હતાં.

 બહાર નીકળી, ખુશ થતી અંકિતાએ પર્સ ઝૂલાવતાં ઝૂલાવતાં એક નજર તે વિચારોમાં ગરકાવ સ્ત્રી પર કરી. હજી તે અર્ધખુલ્લી આંખે બેઠેલી હતી. અંકિતાએ તેને ખભેથી હલાવી.

 સામે બેઠેલી સ્ત્રી સુનયના જ હતી. તેના હૃદયમાં ખૂંચતી વેદના, વિસ્તરણની ચરમસીમાએ પહોંચી ગઈ હતી. તે ઢળી પડી.

અંકિતાનાં મોઢામાંથી એક હળવી ચીસ નીકળી ગઈ. ડોક્ટર મધુરીમાં બહાર દોડી આવ્યાં. સુનયનાનાં શરીરનાં ઠંડા સ્પર્શે તેમને વ્યથિત કરી દીધાં. તેઓ બોલી ઊઠ્યાં, " સ્ત્રીના જ અસ્તિત્વ માટે ઝઝૂમતી એક વધુ સ્ત્રીનું બલિદાન. "


Rate this content
Log in

Similar gujarati story from Tragedy