જીવન સંધ્યા.
જીવન સંધ્યા.
જીવન સંધ્યા યાને જીવનનો છેલ્લો પડાવ. સંધ્યા પણ ખૂબસૂરત હોય શકે. કેવા ! સોનેરી રંગોથી ભરપુર હોય છે. સંધ્યા સાગરને પણ કેવો! આકર્ષિત બનાવે છે. ધરતી પર કેસરી કિરણો અને ડૂબતા સૂરજનો નજારો શું ઓછો સુંદર હોય છે !કેટલાય રંગોથી રંગીન બને છે આ ધરતી.
જીવનનું કઈક આવું જ છે. જીવન સંધ્યાને સુશોભિત કરવાની તૈયારી, આગલા ત્રણ પડાવ પર કરવી જ પડે. શાંતિલાલ અને સુંદરલાલ મને બચપણના દોસ્ત. બંને અલગ અલગ કંપનીમાં મેનેજર હતા. બંનેની સેલરી પણ સરખી જ હતી. પણ અત્યારે ૬૫વર્ષની ઉંમરે શાંતિલાલ પાસે બેંક balance છે. દીકરા અને વહુ ઓ પણ સારી રીતે સાચવે છે. એ પોતાના પૌત્રો અને પૌત્રી ઓને સાંજના સમયે. બગીચામાં ફરવા લઈ જાય છે. અને રાતે સૂતી વખતે વાર્તા ઓ પણ કહે છે. તેમના પુત્રો પણ બિઝનેસમાં કોઈ મુશ્કેલી હોય તો, તેના પિતાની સલાહ લે છે. આમ શાંતિ લાલના ઘરમાં તેમની ઈજ્જત તેમનું સન્માન છે. તેમને પૌત્ર પૌત્રીનો સાથ સહકાર અને હૂંફ છે. ખૂબ અનુભવી અને હોશિયાર હતા શાંતિલાલ. તેના અનુભવનો લાભ પુત્રોને કારોબારમાં પણ આપતા.
એનાથી ઉલટું સુંદરલાલના ઘરમાં હતું. તેની કોઈ ઈજ્જત નહોતી, માન સન્માન નહોતું, દીકરાઓને એમની કોઈ કદર નહોતી. આવું કેમ ? કેમ કે, બંનેના સ્વભાવમાં જમીન આસમાનનું અંતર હતું. શાંતિલાલ ઓફિસથી ઘરે આવતા, ત્યારે ઓફિસની જવાબદારીઓને, બહાર રાખીને આવતા. અને ઘરના બધા લોકો સાથે પ્રેમપૂર્વકનું વર્તન કરતા. અને બધા સાથે બેસી ભોજન કરતાં. જ્યારે બીજી બાજુ સુંદરલાલ હંમેશા એક બોસ જેવું વર્તન બધા સાથે કરતા. ગુસ્સો કરવો, કોઈની વાત ના માનવી, બાળકો સાથે તોછડાઈ પૂર્વક વર્તન કરતા, એટલે એના આગમનથી ઘરના બધા સભ્યોના મનમાં ડર રહેતો. એના આકરા સ્વભાવના હિસાબે પોતાનું મહત્વ પોતાનું સન્માન ગુમાવ્યું.
જીવન સંધ્યાને સુંદર બનાવવી હોય તો, સારા સંબંધોમાં રોકાણ કરવું. ઘડપણ એટલે દુઃખના દિવસો નહિ. પરંતુ લીધેલા અનુભવને, ઉપયોગમાં લેવાનો સમય, કુટુંબ સાથે સમય વિતાવવાનો સમય, પ્રભુ ભક્તિ માટેનો સમય, ખુદને ખોજવાનો, પ્રકૃતિને માણવાનો સમય. માનવી મનથી વૃદ્ધ થાય તો ત્રીસ વર્ષનો યુવાન પણ વૃદ્ધ છે ,અને તાજગી હોય તો ૮૦ વર્ષના વૃધ્ધ પણ યુવાન છે.
કેએફસી નામથી આપણે ખૂબ વકિફ છીએ. આ કંપનીના માલિકે, ૬૫ વર્ષે ચિકન બનાવવાંની શરૂઆત કરી હતી. પહેલા શેરીએ શેરી જતા. ખૂબ આવકાર મળ્યો. બ્રાન્ચ ખોલી. ખૂબ સફળતા મળી. ઉમર થાય એટલે વૃદ્ધ થવાય એવું નથી.
મનને ક્યારેય વૃદ્ધ થવા ના દેવું. હેલ્થ અને સ્વભાવ બંને સારું હશે તો, આ તો સમાજને ઉપયોગી થવાનો સમયગાળો છે.
પાનખરની ,અને સૂર્યાસ્તની, પણ બીજી બાજુ છે. પાનખર અને સંધ્યા બંને ખૂબસૂરત છે. આ જીવન સંધ્યા એટલે યાદોને માણવાનો સમય. પોતાના લોકો સાથે વિતાવવાનો સમય. અધૂરા સપના અને અધૂરા શોખને પૂરા કરવાનો સમય. સંધ્યાની જેમ જીવનનો આ પડાવ પણ ખૂબ સુરત છે. બસ દૃષ્ટિકોણ બદલવાની જરૂરત છે.
