Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

માહી ભાગ ૨

માહી ભાગ ૨

4 mins
324


માહી ખ્યાતનામ ડોકટર બની જાય છે, આસપાસના ગામોમાં એનું ખૂબ કામ વખણાય છે. ગામના લોકોની દિલથી સેવા કરે છે. અને બધાની ચાહિતી બની જાય છે.

ક્યારેક ક્યારેક ભૂતકાળની ગલીઓમાં જાય છે પણ અશ્રુઓ સિવાય કંઈ એને મળતું નથી. તેની પણ એક ઝંખના હોય છે, કોઈ તેને દિલથી ચાહે, તેના હર એક કામની પ્રશંસા કરે, તેને ઠોકર વાગે તો કોઈ તેનો હાથ ઝાલે, આંખમાંથી આંસુનીકળે તો આંસુનું કારણ ભૂસી નાખે આવાજ પ્રેમની એને ઝંખના હતી.

જિંદગીના બધા દિવસો એક સરખા નથી હોતા. માહીનાં ગામમાં સરકારી દવાખાનું ખોલવામાં આવે છે. અને ત્યાં નવા જ ડોકટર બનેલા એવા મૃગેશને ચાર્જ સોંપવામાં આવે છે. શહેરમાં વસતા એવા મૃગેશને ગામડામાં  ડ્યુટી મળી એનાથી નાખુશ હતો, પણ ગામડામાં આવ્યા પછી અહીંના લોકોનો સ્વભાવ, મદદ કરવાની ભાવના ખૂબ ગમી જાય છે, ગામનું ખૂબસૂરત વાતાવરણ બધામાં ભાઈચારાની ભાવનાથી અંજાઈ જાય છે, અને હવે તેને અહી રહેવાની ખૂબ મજા આવી જાય છે.

એક દિવસ અચાનક એક સામાજિક પ્રસંગમાં માહીની અને મૃગેશની મુલાકાત થાય છે. માહીનું અદભુત રૂપ જોઈ મૃગેશ ખૂબ અંજાઈ જાય છે. અને માહી વિશે માહિતી એકત્રિત કરે છે. બંનેનો પરિચય થાય છે. અને આ પરિચય પ્રેમમાં પરિણમે છે. બંને વારંવાર એકબીજાની મુલાકાતો કરે છે. દિલની વાતો કરેછે. એકબીજાની પસંદ નાપસંદની વાતો કરે છે. મૃગેશ માહી પાસે પોતાના પ્રેમનો એકરાર કરે છે. ત્યારે માહી પોતાના ભૂતકાળની બધી વાતો મૃગેશને કરે છે. મૃગેશ માહીનાં પ્રેમમાં એવો રંગાઈ ગયો કે, એના સાથે જલ્દી લગ્ન કરવા માગતો હતો.

એક દિવસ અચાનક શહેરમાંથી મૃગેશનાં મમ્મીનો કોલ આવે છે, અને મૃગેશની મમ્મીએ મૃગેશ માટે પોતાની મિત્રની દીકરીને મૃગેશ માટે પસંદ કરી હોય છે, અને એકબીજાનાં સગપણ માટે મૃગેશને બોલાવે છે. મૃગેશને તો એ વાતનો અંદાજ પણ નહોતો, એ આવે છે ત્યારે એની મમ્મી એને વાત કરે છે. પણ મૃગેશ સગાઈ કરવાનો સાફ ઇનકાર કરે છે. ત્યારે તેની માતા જીદ કરે છે કે સગાઈ તો ઝરણા સાથે જ કરવી પડશે, મે મારી મિત્રને વચન આપ્યું છે. ત્યારે મૃગેશ કહે છે, "હું માહીને ચાહું છું એની સાથે જ લગ્ન કરીશ"પણ એની માતાની જીદ આગળ મૃગેશને નમતું જોખવું પડે છે, અને ઝરણા સાથે સગાઇ કરવા મજબૂર થવું પડે છે.

મૃગેશ ઝરણા સાથે સગાઇ તો કરે છે, પણ પોતે માહી સાથે છેતરપિંડી કર્યાનો ભાવ એને ખૂબ સતાવે છે. માહીની યાદ એને ખૂબ સતાવે છે. અને ફરી એ પોતાની જોબ માટે ગામડે હાજર થાય છે. અને માહીને બધીજ વાત કરે છે. માહી ફરી ખૂબ દુઃખી થાય છે. ઈશ્વરની ઈચ્છા એમ કરી મનને મનાવી લે છે. અને સેવામાં પોતાના મનને પરોવી લે છે. મૃગેશ માહી નાં પ્રેમને ભૂલી શકતો નથી, અને માતા સામે માથું ઉચકી શકતો નથી. ખૂબ અસમંજસમાં અટવાઈ જાય છે.

અને અચાનક એક દિવસ મૃગેશનુંએક્સિડન્ટ થાય છે. અને ખૂબ વાગી જાય છે. બેભાન થઈ જાય છે. માહીને જાણ થતાં એ દોડી જાય છે. અને ખૂબ સારી સારવાર કરે છે. મૃગેશ ભાન માં આવી જાય છે. પણ એનો અર્ધો પગ સદા માટે ગુમાવે છે. શહેર માંથી મૃગેશ નાં માતપિતા અને સાથે ઝરણા પણ આવે છે. અને મૃગેશની આવી હાલત જોઈ ડઘાઈ જાય છે. અને મૃગેશ સાથે સગાઇ તોડી નાખવા માટે ઝરણા પોતાની માં પાસે દબાણ કરે છે. અને અંતે પોતાની એકની એક લાડકી દીકરીનું મન રાખવા એ સગાઈ તોડી નાખવામાં આવે છે.

પણ માહી મૃગેશની ખૂબ સંભાળ રાખે છે. એને સમયસર દવાઓ આપે છે. અને ખૂબ કેર કરે છે. એના માતપિતા જ્યારે માહી વિશે પૂછપરછ કરે છે, ત્યારે મૃગેશ કહે છે આ એજ માહી છે જેને હું ખૂબ ચાહું છું, અને મારી સગાઈ થઈ એની જાણ એને છે છતાં મારી સાથેના સંબંધમાં કોઈ ફરક નથી પડ્યો, કેમકે એનો પ્યાર સાચી છે નિસ્વાર્થ છે.

મૃગેશના માતપિતાતો એનું રૂપ લાવણ્ય એનો સ્વભાવથી એટલા પ્રભાવિત થઈ ગયા કે મૃગેશની પસંદ ઉપર એને ગર્વ થયો. મૃગેશ નાં માતપિતા શરમિંદા બને છે અને માહીની માફી માગે છે, ત્યારે માહી કહે છે તમારે માફી ના માગવાની હોય, આ તો બધા કિસ્મતના ખેલ છે. પણ મારો અને મૃગેશ નો પ્રેમ સાચો છે એટલે કુદરતને પણ સાથ આપવો પડ્યો.

ત્યારે મૃગેશ માતપિતા માહીનાં માતાપિતા પાસે માહીનો હાથ માંગે છે. અને મંજૂરી લઈ બંને નાં ધામધૂમ થી લગ્ન કરે છે. મૃગેશ અને માહીને ડોકટર બની શહેરમાં જઈ પૈસા નહોતા કમાવવા પણ ડોક્ટર બની લોકોની સેવા કરવી હતી. એટલેજ લોકોને કોઈ ટ્રીટમેન્ટ માટે શહેરમાં ના જવું પડે એ માટે પોતાના ગામમાં અદ્યતન હોસ્પિટલ ખોલી અને બધા સ્પેશીયાલિસ્ટને પણ પોતાના ગામડે બોલાવ્યા. આમ માહી અને મૃગેશનુંએક સપનું પૂર્ણ થયું.

માહીનુંએક સપનું હતું એને કોઈ દિલથી ચાહે બસ આ સપનું મૃગેશ દ્વારા પૂર્ણ થયું.



Rate this content
Log in

Similar gujarati story from Romance