Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3.4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

માની મમતા

માની મમતા

1 min
328


કાલે હું એક રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા માટે ગઈ હતી. ત્યાં એક દસ વર્ષની ઉંમરની એક દીકરી એની માતા સાથે આવી હતી,દેખાવ પરથી આર્થિક પરિસ્થિતિ નબળી હશે એવું લાગ્યું. એ દીકરીનો જન્મદિવસ હશે એવું લાગ્યું. એના પિતા કદાચ મજૂરી કરતા હશે,એમ એને પહેરેલા કપડાં ચાડી ખાતા હતા.

મા દીકરી બંને હતા. પરંતુ એક ઢોંસાનો જ ઓર્ડર કર્યો. એની માતા દીકરીને ચમચી કાંટા વડે ઢોંસાને તોડી દે છે. દીકરીને ખાવા માટે કહે છે. એની દીકરી ખાતી હોય છે ત્યારે દીકરીનાં ચહેરા પર સ્માઇલ હતી,એ સ્માઇલ જોઈને એની માતા પણ થોડું હસી.

એના ચહેરા પર એવી ખુશી હતી જાણે એવરેસ્ટ સર ન કર્યો હોય. અને બાળકીના ચહેરા પર એવું સ્માઇલ હતું. જાણે કોઈ અલ્લાઉદ્દીનનો જાદુઈ ચિરાગ ન મળ્યો હોય ! કદાચ માતાની પણ ખાવાની ઈચ્છા તો હશે જ,પરંતુ પુત્રીને જન્મદિવસની ખુશી આપવા માટે શાયદ વધારે પૈસા નહીં હોય.

પરંતુ એ માટે માતાએ પોતાની ઈચ્છાનો ત્યાગ કર્યો અને પુત્રીની ઈચ્છા પૂર્ણ કરી.

એના ચહેરા પર ગજબનો સંતોષ હતો.

બાળકીની ખુશી જોઈ એને જાણે કોઈએ ઈનામ આપ્યું હોય એવી ખુશી હતી.

ખરેખર માની મમતાની તોલે કોઈ ન આવે.

ઈશ્વર સદેહે બધે પહોંચી ન શકે એટલે જ એણે માનું સર્જન કર્યું. મા પોતાના બાળકો માટે બધા જ ત્યાગ કરે છે. એટલે જ કહેવામાં આવ્યું છે,"મા તે મા બીજા વગડા ના વા"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational