Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

પતરાની પેટી

પતરાની પેટી

2 mins
213


બધા ગાંડી ગાંડી કરી એને ચીડવતા,એને કપડાં પહેરવાની કે ખાવાની કે નહાવાની કઈ ખબર ના પડે. મેલી ઘેલી રખડતી હોય. પણ એક પેટી પતરાની હંમેશા સાથ રાખે. એ ખોલી એમાં જુવે પછી બંધ કરે. આવી રીતે કર્યા કરે. બધા ગાંડી સમજી એને ચીડવતા.

પણ એક દિવસ હું બજારમાં જતી હતી. મારી દસ વર્ષની દીકરી મારી પાસે મારો હાથ પકડી ને ચાલતી હતી. એ ગાંડી આવી મારા હાથમાં મારી દીકરીનો હાથ છોડાવવા એ પ્રયાસ કરવા લાગી. અને બોલવા લાગી" આ મારી દીકરી છે મને આપી દો" અને હું ચિલાવા લાગી એટલે એ ઇંગ્લિશમાં બોલવા લાગી. તો મને નવાઈ લાગી, કે આતો ભણેલ ગણેલ છે. આવું વર્તન કેમ કરતી હશે ?

એટલે ગાંડી ને શોધતા શોધતા એક બહેન આવ્યા. અને કહે આ માસ્ટર કરેલું છે એને. એનું લગ્ન જીવન ખૂબ સરસ ચાલતું હતું. બંને ખૂબ સુખી હતા. અને એના જીવનના બગીચા માં આરસી નામે ફૂલ ખીલ્યું હતું. બંને આરસીને ખૂબ પ્રેમ કરતા હતા. જીવથી વધારે ચાહતા હતા. પણ સુખ ક્યાં ક્યાંય કાયમી ટકે છે ! એનો પતિ એને પુત્રી બંને બાઇક પર જતા હતા. અને બાઇક ટ્રક સાથે અથડાઈ છે. અને એનો પતિ મૃત્યુ પામે છે. પણે એની દીકરીની ક્યાંય ભાળ મળી નહિ.

એને માનસિક સંતુલન ગુમાવી દીધું. એને લાલ કલર ખૂબ ગમતો. એની પુત્રી ને લાલ ફ્રોક જ પહેરાવતી. અને એની એ પતરાની પેટીમાં એની દીકરીનું લાલ ફ્રોક છે. એ જોયા કરે. ક્યારેય કોઈ લાલ ફ્રોક પહેરેલી છોકરી ને જુવે એટલે એને પકડવાનો પ્રયાસ કરે. એને દરેક લાલ ફ્રોક પહેરેલી છોકરી માં આરસી નજર આવતી હતી. એટલે એ આવું કરેછે.

મે જ્યારે હકીકત જાણી ત્યારે મને એનું વર્તન સમજાયું. બાળક પ્રત્યેના અનહદ પ્રેમ ને કારણે એ માનસિક સંતુલન ગુમાવી બેઠી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy