Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

હિના

હિના

2 mins
165


હિના આજે સવારથી વ્યથિત હતી, બહાર ઉનાળાની બળબળતી ગરમી, ભીતર પોતાના લોકોએ જ આપેલી વેદનાની અગનજવાળા એને દઝાડતી હતી.

હિના સયુંકત કુટુંબમાં સાસુ સસરા, દેર દેરાણી સાથે રહેતી, એક શાલીન મિલનસાર પ્રેમાળ અને સમજુ સ્ત્રી હતી.

હિનાનો પતિ હબીબ બેંકમાં મેનેજર હતો. સારી આવક હતી. હબીબ પણ ઈમાનદાર નેક દિલ અને બધાને મદદ રૂપ થનારો કુટુંબ પ્રેમી ઈન્સાન હતો.

પણ નાનો ભાઈ શરાબી અને આવારા હતો. અને પૈસાને પાણીની જેમ ઉડાડતો, એક શ્રીમંત અને ઉદ્યોગપતિ પિતાની ઘમંડી અને ફેશનેબલ છોકરી સાથે એના લગ્ન થયા હતા.

થોડો સમય બરાબર ચાલ્યું,પછી રોજ ઝઘડા થવા લાગ્યા, આખરે હબીબ અને હિના એ અલગ થવાનો નિર્ણય કર્યો. પોતાનું વસાવેલું અને પોતાની મહેનતથી  કરેલું આશિયાનું છોડવાનું, હબીબ અને હિના માટે ખૂબ દુઃખદાયી હતું, પણ માનસિક શાંતિ માટે જરૂરી પણ હતું.

આજે સવારથી હિના ખૂબ ઉદાસ હતી, એની ઉદાસી દૂર કરવા ઉપવનમાં જાય છે, રંગ બેરંગી ફૂલો, અને પંખીઓના કલરવથી હૈયું આનંદ વિભોર બની જાય છે, ઉપવનમાં મહેકતા મહેંદીનાં છોડની સુવાસથી, એના વ્યથિત હૃદયમાં તાજગીનો અહેસાસ થાય છે. શીત લહેર વ્યાપી જાઇ છે એના હૃદયમાં, વિચાર ઉદભવે છે કે,

જો ને આ મહેંદી ઈશ્વરનું કેવું સર્જન છે ! એ પીસાઈ ને,  પોતાની જાતને ઘસીને હથેળીમાં રંગ લાવે છે, આ ફૂલો પણ મરી ને અત્તર બને છે, આ પથ્થર ઘડાઈને પ્રતિમા બને છે.

આ ધરતી ચિરાઈ છે બીજ ને વટ વૃક્ષ બનાવવા કાજે, વાદળ પોતાનું હૈયું ચિરે છે, આ ધરતીને હરિયાળી બનાવવા કાજે.

આ બધું ઈશ્વરનું સર્જન, માનવી કાજે આટલું બલિદાન આપે છે. તો હું પણ અલ્લાહનું સર્જન છું. તો હું શું મારા પોતાના લોકો માટે આટલું બલિદાન ના આપી શકું ?

હું તો હિના છું યાને મહેંદી,મારુ કામ જ બલિદાન આપવાનું, જાત ને પીસી હાથ અને હૈયાં ને રંગવાનું. અને એનું હૈયું ખૂબ જ હળવું ફૂલ થઈ જાય છે. અને એ અલ્લાહના શુકરાના અદા કરવા, અલ્લાહની ઈબાદતમાં લીન થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational