STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

સાચો મિત્ર

સાચો મિત્ર

1 min
185

ક્રિશા એક નાનકડી બેબી ડોલ જેવી રૂપકડી, ક્યૂટ, ભૂરી આંખ વાળી ને, વળી હસે તો ગાલે ખંજન પડે, અને વાચાળ પણ બહુ, એવી મીઠી મીઠી વાતો કરે, સાંભળતાજ રહેવાનું મન થાય. કોઈ પણ આકર્ષાઈ જાઈ એવી ચુંબકીય પર્સનાલિટી ધરાવતી હતી.

તેના માતા પિતા બંને જોબ કરતા હતા, તેને ક્રીશા માટે બહુ સમય ના રહેતો, ક્રિશાને નાના ડોગ બહુ ગમતા, તેના પિતા એ સરસ મજાનો સફેદ કલરનો ડોગ લાવી દીધેલો, સફેદ રુવાંટી ને જોઈ ને પ્યારો લાગે એવો ડોગ હતો.

તે હંમેશા એની સાથે રમતી, એને પ્રેમથી એના ડોગનું નામ દીપુ રાખ્યું હતું. દીપુ એનો ખાસ મિત્ર હતો. તેને ખાવાનું આપતી, તેને નવડાવતી એનો ખૂબ ખ્યાલ રાખતી.

દીપુ પણ એનો ખાસ મિત્ર બની ગયો હતો.

એકવાર ક્રીશા સીડી ઉતરતી વખતે પડી જાઈ છે, અને માથામાં ખૂબ ઇજા થાય છે, લોહીલુહાણ થઈ જાય છે.

પણ તેના ઘરે કોઈ નહોતું, દીપુ ઝડપથી દોડી ક્રીશાના પાડોશીને ખેચી લાવે છે. અને ફટાફટ ડોકટર પાસે લઈ જઈ સારવાર કરાવે છે.

અને સમયસરની સારવાર મળતાં તેનો જીવ બચી જાય છે. આમ દીપુ એ સમયસૂચકતા વાપરી ક્રીશાનો જીવ બચાવ્યો.

અને સાચા અર્થમાં નાનકડા મિત્રએ મોટી આફતમાંથી ઉગારી, સાચી મિત્રતા પુરવાર કરી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational