Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3.4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

બે અનોખા મિત્ર

બે અનોખા મિત્ર

2 mins
226


બે ગાઢ મિત્રો વચ્ચે દુશ્મની થાય એવું આપણે ઘણીવાર સાંભળ્યું છે. પણ મારે અહીં વાત કરવી છે, દુશ્મની દોસ્તીમાં પલટાઈ ગઈ.

રોહન ગામડેથી આગળ ભણવા માટે શહેરમાં આવે છે, અને કોલેજની બાજુની હોસ્ટેલમાં એડમીશન લે છે, રોહન ખૂબ હોશિયાર અને ચપળ હતો, એનું શરીર પણ ખૂબ કસાયેલું હતું. એક ખેડૂતનો દીકરો હોવાના હિસાબે, ચોખું ખાવાનું,ચોખી હવા તેમજ મહેનતને કારણે એનું શરીર ખૂબ કસાયેલું હતું. એ ખૂબ ઈમાનદાર હતો. એ ખોટું કરતો નહોતો,અને ખોટું કરનાર ને સજા પણ અપાવતો.

રઈશ જે એની જ હોસ્ટેલમાં હતો, સાવ ટપોરી દારૂ પીવું, ખોટા કામ કરવા, બીજાને પરેશાન કરવા આ જ એનું કામ હતું. એની મોટી ગેંગ હતી. એટલે બધા વિદ્યાર્થીઓ એનાથી ડરતા હતા.

એકવાર આવી જ રીતે દારૂ પીને, બીજા લોકો ને હેરાન કરતો હતો. અને રાહુલ અને સમજાવે છે,પણ એતો રાહુલ ને ખૂબ માર મારે છે,અને ખૂબ ઈજાઓ પહોચાડે છે. રાહુલ જાણે એનો કટ્ટર દુશ્મન હોય એવું વર્તન હંમેશા કરે અને રાહુલ અને એના મિત્રોને પરેશાન કરવામાં કઈ બાકી ના રાખે. દિવસે દિવસે એનો આતંક વધતો જતો હતો.

એકવાર એવું બન્યું કે, રાહુલ અને મિત્રો બહાર ચાલવા નીકળે છે. ત્યાં રસ્તામાં જુવે છે કે ટપોરીની આખી ગેંગ રઈશ ને માર મારી લોહીલુહાણ કરી દે છે. એ બેભાન થઈ જાય છે. મિત્રોના પાડે છે મદદ કરવાની, ત્યારે રાહુલ સમજાવે છે, આપણામાં માનવતા છે, એ માનવતાના હિસાબે આપણે રઈશને બચાવવો જોઈએ,૧૦૮ ને ફોન કરી બોલાવે છે.

અને રઈશ ને હોસ્પિટલમાં દાખલ કરે છે. અને એના માતપિતાને ફોન કરે છે. રઈશનું ઓપરેશન કરવું પડે છે,ઓપરેશન કર્યા પછી

રઈશ ભાનમાં આવે છે. એની આંખો સમક્ષ રાહુલ અને એના મિત્રો હોય છે. રઈશ ડોકટર ને પૂછે છે,"મને અહીં કોણ લાવ્યું" ડોકટર રાહુલ તરફ આંગળી ચીંધે છે.

રઈશને ખૂબ પસ્તાવો થાય છે,એનું હૃદયપરિવર્તન થાય છે. એ રાહુલને ગળે મળે છે. અને પોતાના કાર્યોની માફી માંગે છે. એ પણ રાહુલની જેમ ભણતરમાં ધ્યાન આપે છે. અને એક મોટો ઓફિસર બને છે. બંનેની કટ્ટર દુશ્મની આમ મિત્રતામાં ફેરવાઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational