જીવન - ફુલાેની સેજ
જીવન - ફુલાેની સેજ
પ્રિય પ્રાણેશ્વર,
તેં મને પત્ર દ્વારા પ્રેમનો એકરાર કર્યો એના બદલે બોલીને "આઈ લવ યુ" કહ્યું હોત તો મને સાંભળવું ગમત. સંબોધન જોઈ તને મારો જવાબ મળીજ ગયો. પત્ર વાંચી હું અદમ્ય લાગણી અને વહાલ માં તણાઇ ગઈ. હું ઈચ્છું છું કે "આઈ લવ યુ" શબ્દ આપણી આવનારી જિંદગીમાં સતત વહેતો રહે. આપણી જિંદગી કિલ્લોલ કરતી રહે. સ્થિર ના બનવી જોઈએ. સ્થિર પાણી ગંધાય, સ્થિર વસ્તુ કટાઈ કે ગંધાઈ જાય. આપણાે પ્રેમ અનેક રંગો, અભિવ્યક્તિઓ અને સંવેદના ઓ થી ભરપૂર હશે. સમય, સ્નેહ, સ્પર્શ, સેક્સ, સંવેદનાઓ ની આપણી જિંદગી માં અછત વર્તાશે નહી. આપણો પ્રેમ શાશ્વત રહેશે. આપણો સાથ જન્મો જન્મ નો બની રહેશે.
"આઈ લવ યુ" શબ્દ લોહીની સાથે લાગણીઓ પણ ફરતી રાખે છે. જેમ ધબકતું હ્રદય લોહી ને ફરતું રાખે છે. પ્રણય પત્ર એ તો નિજ મુલાયમ લાગણીઓનો નાજુક નકશો છે. તારો પત્ર મારા બંજર હૈયા પર સુગંધ નો એક દરિયો બનીને ફરી વળ્યો છે. હજી એ નશો આંખો માં વર્તાય છે. "આઈ લવ યુ" વાંચ્યું એ ક્ષણે મારી કોરી હથેળીમાં તારા નામની એક નવી રેખા ફુટી. જે હથેળી પાસે પ્રણય ન
ું વરદાન માંગવા તેં તારા હાથને લંબાવ્યો તેને તકદીર કઈ રીતે કોરી રાખે? તારા હૈયા ની ખુબસુરતી માર્ગ મન મહત્વ ની છે એ ખુબસુરતી ધરતી પર ઊગી નીકળેલા તારા પ્રેમ પુષ્પ ને સદાકાળ મારી જિંદગી માં વહેવા દેજે. તું પણ તારી હથેળીમાં મારા નામની નવી રેખા ઉગાડજે.આપણું બંધન શાશ્વત, સ્નેહ અને વડીલો ના આશીર્વાદ સાથે સંકળાયેલું રહેશે. આપણા મિલનનો પ્રથમ દિવસ મને યાદ છે કે તેં મારી સામું જોયું અનેમારૂ આખુ વિશ્વ તેમાં સમાઈ ગયું. હવે તો તું મારા સમગ્ર જીવન માં મારુ સંપૂર્ણ હ્રદય છે. તું વિશ્વ ની બધી પ્રંશસા અને પ્રેમ ને પાત્ર છું, હવે મારા જીવનનો પ્રકાશ છું. મેં હંમેશા એવા જીવનસાથી ની કલ્પના કરી હતી કે જે મને સમજી શકે અને સાચા મનથી મને પ્રેમ કરે. તું મારાે શ્રેષ્ઠ મિત્ર, પ્રેમી અને સાથી બની રહેજે. તારી સાથે વિતાવવા મળતી હરએકપળ ને હું ઈશ્વર ની મોંઘેરી ભેટ સમજીશ.
છેવટે એટલુંજ લખીશ કે તેં મારી પર પસંદગી ઊતારી તે બદલ હું મારી જાતને વિશ્વની સૌથી ભાગ્યશાળી સ્ત્રી સમજું છું. તારી સાથે જિંદગી વિતાવવાની રાહ જોતી તારી જન્મો જન્મની સાથી.