The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Kalpesh Patel

Crime

4.5  

Kalpesh Patel

Crime

જીવલી જીવી ગઈ !

જીવલી જીવી ગઈ !

5 mins
1.7K


ગામને પાદરે ધૂળ ડમરી ઉડાડતીઆવેલી પોલીસની ખખડતી જીપ ગાડી અટકી ત્યારે, ઠાસરા ગામને પાદરે બેઠેલા પંચાયતના પટેલો આ ધૂળના ગુલાલ લપેટમાં આવી ગયા. પોલીસ પટેલ એક પણ મિનિટ ગુમાવ્યા વીના ગાડીમાંથી  કૂદી પડ્યો. સાથે જ સમીર અને ડ્રાઇવિંગ સીટ પર રહેલો કોન્સ્ટેબલ પણ પાછળ કપડાં ખંખેરતો ઉતર્યો ત્યારે પચ્છમમાં...સૂરજ નમી રહ્યો હતો. આથમણા આકાશમાં કેસુડાનો રંગ કુદરતે ફેલાવ્યો હતો. ઢળતી વૈશાખી સાંજે પ્રકૃતિની રચનાનો સુંદર સમન્વ્ય ભાસતો હતો.

થોડે દૂર આંગણે એક સફેદ વાન આવીને ઉભી છે. ગામના નાના બાળકો એ વાનના ફરતે ફરી રહ્યા હતા તે હવે જીપ ગાડી પાસે દોડ્યા. હજુ ઠાસરામાં વીજળીનો દિવડો ખાલી પાદરે આવેલી પોસ્ટ ઓફિસેજ હતો. અરે જગલા ક્યાં સે, હાલ ઝપાટો કર, સપાટે ઢોલિયો ઢાળ, જોતો નથી પોલીસ પટેલ આવ્યા છે. સરપંચ વશરામ એટલે ખરા અર્થમાં ગામને વશમાં રાખનાર, તેનો બોલ પત્થર લકીર, ગામમાં બધા રામ કહીને બોલાવતા. બીડીનો છેલ્લો કસ ખેચી જગલાએ ઢોલીયો  અને તકિયો બિછાવ્યો. પોલીસ પટેલ સવજીએ ઢોલીયા ઉપર બેસતા વેત બેચેન અવાજમાં ઠાસરા ગામને બે-આબરૂ કરનાર ખૂન વિગતથી રીત સરના લબડ-ધક્કે લેતા વશરામ સરપંચને ખખડાવ્યા, મુદ્દામાલ સાથે કોઈ છેડ-છાડ ન થવી જોઈએ, અને પૂછ્યું હા,તમારી તપાસમાં ખૂન કોનું, ક્યારે અને કોણે કર્યું છે તે જણાવો , મારે આજે રાત્રે જ હેડ ક્વાટર પાછા જવું પડે તેમ છે, જલ્દી કરો.

આમ બરાડતાં હવે સવજી પટેલે મૂછને તાવ દેતા ઢોલિયા ઉપર રીતસરનું લંબાવ્યું, ત્યારે જગલો ગરમા ગરમ ચાનો કપ લઈને આવી ગયો હતો, ડીતડા વગરના કપને જગલાના હાથમાં જોઈ રહેલા વશરામનો મુજારો , લવજી પટેલ પહેલી ચૂસકી પછી હળવાશથી દૂર થતાં જોઈ, હાસકારો લેતા...

પટેલ, સન્ધુય બરાબર સે, ખૂન જીવલીનું થયું સે, જીવલી એ કરસન ટપાલીની દીકરી હતી, અને તેની ડોકી ચાકુથી વઢ્નારી તએની માં સંતોક, તેના ઘરેજ તમારી રાહ જોવે સે, અને તમે કીધું ઇમ મૂઇ જીવલીનું મડું આ તમે મોકલેલ દવાખાનાના ખટારે સડાવેલ સે. અને મુદ્દામાલમાં, ચાકુ તો હજુ સંતોકના હાથમાંજ સે, કોઈ તેને છ્બ્યુ નથી. લવજી પટેલ હવે વાસ્તવમાં હળવો થઇ ગયો હતો. એક તો આવતીકાલનો ડિસ્ટ્રીકમાં સી.એમના પ્રોગ્રામનો ચાંપતો બંદોબસ્ત ઝ્ફા અને તેમાં આ આવી પડેલી ફરિયાદથી મુજાયેલ હતો પણ કેસના બધાજ તાણા-વાણાં હાથવગા હોઇ, ખાલી પંચનામું કરવાનું હતું. વશરામ પટેલ મને ખાતરી હતી કે તમારા કામમાં જોવા પણું નહીં હોય, ચાલો ઘટના સ્થળે. પંચનામું ત્યાં કરશું.

ઠાસરા ગામની તમાકુ ખેતી ઉપજ સ્મૃદ્ધિ, ગામની સ્વચ્છ શેરીમાં ડોકાતી હતી. પારકી પંચાત એ મજાના હેતુ એ ભેગુ થયેલું ટોળું, પોલીસ પટેલ અને સરપંચ સવારી સાથે જોડાતા ભેગો થયેલો જમેલો વચલી ફળીમાં પહોચ્યો ત્યારે નભમાં તારલાઓ એ ટમ ટમવાનું શરૂ કરેલું હતું, બેટરીના તેજ લીશોટામાં જુલૂસ કરસન ટપાલીની ડેલીએ પહોચ્યુ, ત્યારે કોણી સુધી સુકાયેલ લોહીથી ખરડાયેલ સંતોકબા  ચાકુ સાથે ઉભકલા પગે ફળિયામાં બેઠા હતા. લવજી પટેલ અને વશરામ પટેલને જોતાં બીજા હાથથી સાડીને થોડી આગળ ખેચતાં વધુ સંકોરાયા.

દિવસ આખા દોડધામથી લવજી પટેલનો પિત્તો સાતમા આસમાને હતો, સંતોક્બાને જોતાં વેત તડૂકયા, અરે ડોશીમા તમારા ધોળામાં ધૂળ પડી ! તમે આ શું કર્યું ? તમે માડી-જનેતા થઈને તમારી છોડી જીવલીનું ઢીમ ઢાળી દીધું ? તમને આ ઉપરવારાનો પણ ડર નહતો ? લવજી પટેલના ગુસ્સો હૈયા વરાળ  કાઢતા મંદ પડયો, અને સંતોક ઉમર જોતાં અવાજમાં નરમી સાથે બોલ્યા.ચાલો બહુ થયું, કાયદાના હાથ બહુ લાંબા છે, જીવલીના આત્માને શાંતિ થાય તેવી તમને સજા થાય તે જોઈશ !

'ભલે વીરા, તું કરે તે ભલું, પણ મે જીવલીને કેમ ખપાવી તે નથી જાણવું ? સ્ંતોક્બા એ દુખથી દબાયેલ સ્વરમાં ખાંસી ખાતા મોટો ગળફો બાજુમાં ખંખેરતા, વેધક નજરે પગના નખ વડે જમીન ખોતરતા મગન, અને તેની પાસે નીચી મૂડી એ ઊભેલી તેની બાયડી સવલી જોતાં બોલ્યા.

'અરે માડી, તમે કેળ વાઢો તેમ તમારી દીકરીનું માથું વાઢી નાખ્યું છે, તે એક હકીકત છે, તેમાં પછી શું સફાઈ ?, તમે ગુનો કરેલો છે, હત્યામાં વપરાયેલ મુદ્દામાલ તમારા હાથમાં જ હાજર છે અને ઉપરથી તમારો એકરાર. વધુ શું ?,પણ હાલો, ચાલુ થાવ, બોલો એવી શી આફત હતી કે આ જુવાન જોધ જીવલીને ધસી નાખી તમે ?"

વીરા,… વાત લાંબી નહીં રાખું, સાડીના છેડે મો લૂછતા બોલ્યા સાંભળ, 'આ સંતોક તો જનમ દુખીયારી, જનમતાં વેત માતાનું છતર છીનવાયેલ. લોક કાલમુખી નામથી બોલાવતા, સવારે મૂઇનું મો જોવાનું ટાળતાં, બીજી માના મેણાં ટોણાં, અને આસપાસના ડફણા ખાતાં, ઉમરલાયક થતાં બાપા ઘેરથી મૂઇને બલા સમજી આ ઠાસરાના ટપાલી કરહનને ન્યા વળાવી, મારો કરહનીઓ દારૂડિયો ખરો પણ મને હાથમાં રાખતો, ઊણે મૂઇના દિવહોમાં ઉજાહ આણ્યો ! સરકારી નોકરી અને ગામમાં મારી દહાડીથી અમારું ગાડું હુખે હાલતું, બીજા વરહે આ મગનીઓ આવ્યો, ન્યારે મૂઇ સાતમા આસમાએ હતી, પણ આ જીવલી જન્મી ન્યારે બેસુમાર વરહાડ હતો ઈમાં મારો કરહનીઓ ટપાલ વેચવા ગ્યોતો , ને   ઇ વરહાડી સેઢામાં તણાઇ મુઓ. જીવનમાં હારવું ઈના કરતાં દુખડા હામે લડીસ ! મારા કરહાનિયાના રતનોને પાટે છડીવ્શ ઈ વિસવાહ હૈયે હતો. કરહનના પેનહન અને મારી અને જીવલી દહાડીના સહારે મગનીયાને મોટો કરયો, ઇને મેટરિક બનાવ્યો અને સવલી હરે ફેરા ફરાવ્યા ન્યારે મૂઇને થયું ચાલો આ મારા જનમનો ફેરો હખે પૂરો થસે.

મગનીયાને ઇના બાપની જગ્યાએ  નોકરી થઈ,  ઇનો પગાર અને કરહનના પેનહનથી ગાડું હખેથી હલતું. અમારી દહાડી બંધ હતી. મૂઇ રોજ મદિરે જતી, જીવલી ઘરકામ કરતી અને સવલીને માગનીયાને ગેલ કરતી જોઈ છાતીયું ગજ ગજ થતી. હું  જીવલીને વરાવાનું વિચારતી હતી, મારી જીવલી અદલ કરહન ઉપર ગયેલી ! હરો હાર મારા કામમાં પણ આવે, પણ ઉન સાલ વરહાડમાં મૂઇને દમ લાગુ થયો ! જોત જોતાંમાં નખાઈ ગયી અને ખાટલે ખાબકી. શરૂમાં હન્ધુય ઠીક હાળ્યું, પણ સવલી રોજ રાત પડતા મગનૈયાને કહે, આ જીવલીની  વેઠ મુ નૈ કરું, માને કહી દો દૂર લઈ જાય, ઇનો રોગ મારા પેટના પળી રહેલાને લાગસે.

મારો મગનીઓ બૈરીનો થ્યો, રોજ ઉઠીને ઝગડો કરે, જીવલી પાસે પણ ના ફરકે, મૂઇ એકલી જીવલીનું સન્ધુય જોવે, ઈમાંને ઈમાં મારી છાતીયુંમાં પણ દમ ભરાઈ પડયો ને ખોબા ખોબા ગળફા ખબક્વા લાગ્યાની આ દનડુ મારૂનો હાડનો માળો થવા લાગ્યું. "જગ થી જીતેલી પણ રોજના ખટરાગથી હારેલી" મૂઇ જનમ અભાગીની ઊંધ હરામ થઈ, સરકારી વૈદ દવાયુંના ફાકડાથી ના મારી જીવલીને ચેન, મૂઇને , ઈમાં યે કાલે મારા ગળફામાં મૂઇ એ લોહી ભાર્યું અને ઊંહકારા લેતી જીવલીને ખાટલે જોતાં થયું કે મારી જીવલીનું કુણ, હું નૈ હવ તો કુણ જોસે ઇને ? મારે તો મરવાનું ઢુંક્ડુ જ છે. ઇમ મરૂ કે ફાંસીથી ! શું ફરક ? પણ જીવલીની  ફિકર વગર કેવી રીતે જવાય ? બસ મગજના પેથેલા એ કીડા યે આખીય રાત મુઝવી. આજે સવારે બાવળીયા દાતણ માટે વાઢવા ગઈ ન્યારે, મગજનો કીડો વકર્યો અને જીવલીનું માથું વધેર્યુ ન્યારે જ નિકર્યો. મૂઇને પછતાવો સે,  પણ હવે શું ? થવું થઈ ગ્યુ.

એક સન્નાટો છવાઈ ગયો, લવજી પટેલ જેવો ભડવીર અને વશરામ સરપંચ હેબતાઈ  ગયા. સંતોકબા અત્યાર સુધી રોકી રાખેલ રુદનને છૂટો દોર આપતા બોલ્યા, "પટેલ ચલ જલદી કર મારે મારી જીવલી પાહે વેળાસર પહોચવું સે, એ એકલી મને યાદ કરતી રોતી હશે, લઈને ફાંસીએ ચડાવ, પહ હા, જો જે, આ બૈરી ઘેલાને દૂર રાખજે મારી જીવલીના મડાથી અને આ લે મારૂ પાનેતર, મારી જીવલીને પેરાવજે ,મહાણ લઈ જાય ન્યારે, તારી કોરટની ગુનેગાર છું લઈ જા, ન્યા લઈ જવી હોય ન્યા પણ ઝપાટો કર.

લવજી પટેલે, શંકર કોન્સ્ટેબલને ઈશારો કરતાં, શંકર હાથ કડી લઈ સંતોકબા તરફ ગયો, બોલ્યો હાથ લંબાવો માડી , પણ સંતોક બાના જોડાયેલ હાથ ઊંચા  જ ન થયા.  સાડી છેડા ઓથ પાછળ સંતોકની  ખુલ્લી ફાટી પડેલી આંખમાં હવે  કોઈ જીવન નહતું ,પણ તેમા જીવલી  જીવી ગઈ હતી !.


Rate this content
Log in

Similar gujarati story from Crime