STORYMIRROR

Margi Patel

Romance Tragedy Inspirational

4  

Margi Patel

Romance Tragedy Inspirational

જી લે જરાં

જી લે જરાં

15 mins
138

એક રૂમમાં ખૂબ જ જોરશોરથી મ્યુઝિક વાગી રહ્યું હતું. ટેબલ ઉપર અડધી ખાધેલી ચોકલેટ પડી હતી. ખાલી પોપકોર્નનો બાઉલ જમીન ઉપર પડેલો હતો. અને બેડ ઉપર ખુબ જ નાના મોટા ટેડી સાથે એક છોકરી કુસુમ સૂતેલી હતી. કુસુમની મમ્મી સરિતાબેન કુસુમ ને ઉઠાડવા માટે આવ્યા હતાં. સરિતાબેને કુસુમને ઉઠાડવાનો ખુબ જ પ્રયત્ન કર્યો. છતાં કુસુમ ઉઠવાનું નામ જ નથી દેતી. સરિતાબેને જોરજબરદસ્તી કરીને કુસુમને ઉઠાડી. પણ કુસુમ હમમમ કહીને ફરીથી સૂઈ ગઈ. સરિતાબેન ને પણ ખબર હતી કે હવે બસ એક જ ઉપાય છે કુસુમ ને ઉઠાડવાનો. તો તરત જ સરિતાબેને કુસુમના ગમતા ગીતો વગાડવાનું શરુ કરી દીધું. ગીત વાગવાની સાથે જ કુસુમ તેની પાથરીમાંથી ઊભી થઈ ગઈ. 

ફ્રેશ થઈ ને કુસુમ નીચે ગઈ. કુસુમ નીચે જઈને સુધી પહેલા તેના પપ્પા નરેશભાઈને ભેટીને જયશ્રી ક્રિષ્ના કહ્યું. કુસુમના નીચે આવવાથી ઘરનું માહોલ ખુશખુશાલ થઈ ગયું. ઘરની રોનક જ કુસુમથી જ છે. કુસુમ ઉદાસ હોય તો પુરા ઘરમાં ઉદાસી છવાઈ જાય. એટલા લાડપ્યારથી કુસુમ મોટી થઈ હતી. કુસુમનો સ્વભાવ વાતોડિયો પણ ખુબ જ. નીચે આવીને બસ નોનસ્ટોપ બોલ્યા જ કરતી હતી. કુસુમે રાતે દેખેલું સપનું તેના પિતાજી ને કહેતી હતી ને તેની વાત સાંભળી ને ત્યાં બધાં હસવા લાગ્યાં. પણ હા હસીમાં કંઈક અલગ જ અવાજ કુસુમ ના કાનમાં પડ્યો. કુસુમે પાછળ ફરીને દેખ્યું તો ત્યાં કોઈક ઊભું હતું. કુસુમ તરત જ ખુરશીમાંથી ઊભી થઈ ગઈ એ વ્યક્તિ પાસે ગઈ. મને પૂછવા નથી તું કોણ છે ? અને કેમ તું મારી વાતો ઉપર હશે ? મેં તો તમે અહી કરી દેખ્યું જ નથી. બાપુજી આ કોણ છે ? જે આપણા ઘરે આવી રીતે જમવાના ટેબલ ઉપર બેઠો છે. બાપુજી તમે ઓળખો છો ?

 કુસુમ તે છોકરા ને પૂછવા લાગી," તું કોણ છે ? તારું નામ શું છે ? તું ક્યાંથી આવે છે ?" તેને કુસુમને જવાબ આપતાં કહ્યું, " અરે ! શાંતિ હું અહીંયા જ છું. કંઈ ભાગી નથી જતો. તું એક સાથે કેટલા પ્રશ્નો પૂછે છે. એક એક કરીને પ્રશ્ન પૂછ તો હું એનો જવાબ આપો. મારું નામ સરસ્વતીચંદ્ર છે. હું મેવાડથી આવું છું. હું મારો નવો ધંધો નાખવા આવ્યો છું. તેથી હું નરેશ કાકા ના ઘરે રોકાયો છું. હવે શાંતિ તમારા દરેક પ્રશ્નના જવાબ મે આપી દીધા છે. તો હું નાસ્તો કરી શકું છું ?" કુસુમ તેના પપ્પાને બાજુમાં લઈને ગઈ. અને કહેવા લાગી," બાપુજી તમે કોને કોને ઘરે બોલાવો છો. તમે એને ઓળખો છો ? અને રહેવા માટે રૂમ પણ આપી દીધો. " નરેશભાઈ કુસુમને સમજાવતા કહ્યું," હા બેટા એ સારો વ્યક્તિ છે. હું તેને નાનપણથી ઓળખું છું. તમે નાના હતા ત્યારે તમે બંને સાથે રમતા હતા. કારણોસર સરસ્વતીચંદ્રને ગામ છોડવું પડ્યું. અને તમને શહેરમાં જઈને રહેવું પડ્યું. પણ સરસ્વતીચંદ્ર મનથી તો હજી અહીંયા જ છે. ભલે તે શહેરમાં રહેતો પણ તેના સંસ્કાર હજી આપણા જેવા છે. તેનામાં કોઈ જાતનું ઘમંડ નથી, અભિમાન નથી. કામયાબી આસમાન ને અડે છે, પણ સરસ્વતીચંદ્ર જમીનને જોડાયેલો છે. સરસ્વતીચંદ્ર ખૂબ જ સારો અને સંસ્કારી છોકરો છે. તેના જેવો છોકરો આ જમાનામાં કોઈ પણ ના મળે. " આટલું કહીને નરેશભાઈ કુસુમને તેમની સાથે લઈને સરસ્વતીચંદ્ર સાથે ઓળખાણ કરાવી. અને કુસુમને સરસ્વતીચંદ્ર ધ્યાન રાખવાનું કહ્યું. ઘરના દરેક સભ્ય હોવાથી કુસુમ એ સમયે તેના બાપુજીને હા કહીને ત્યાંથી જતી રહી. પણ સીડીમાં ચડતા જ કુસુમે સરસ્વતીચંદ્રને કહી દીધું કે, " તું તારા પૂરતું જ કામ રાખજે. અને ઘરના કોઈ જ વાતમાં દખલ ના કરતો. નહીંતર મારાથી તું નહીં બચી શકે. " સરસ્વતિચંદ્રએ કુસુમની વાત સાંભળીને હસવા લાગ્યો અને તેને ઓકે કહી દીધું.

 પુરા દિવસની મુસાફરી કરવાથી સરસ્વતીચંદ્ર થાકી ગયો હતો. અને તે પહેલા સૂઈ ગયો. રાતે સરસ્વતીચંદ્રના સપનામાં કુસુમ આવી હતી. કુસુમને સપનામાં દેખાતા સરસ્વતીચંદ્ર અનોખા હાવભાવ સાથે ઊભો થઈ ગયો. પછી તો સરસ્વતીચંદ્ર એ ઊંઘવાનો પ્રયાસ પણ ના કર્યો. બીજા દિવસે સવારે કુસુમની બહેન કુમુદ સરસ્વતીચંદ્રને મળવા ગઈ. કુમુદનો સ્વભાવ પણ કુસુમ જોવો વાતોડિયો જ હતો. કુસુમ ને બિલકુલ ગમતું નહોતું કે કુમુદ સરસ્વતીચંદ્ર સાથે વાતચીત કરી. પણ છતાં કુમુદ કોઈનાથી રોકાય એવી હતી નહીં. જોતજોતામાં કુમુદ અને સરસ્વતીચંદ્ર વચ્ચે ખુબ જ ઘેરી દોસ્તી થઈ ગઈ.

સમય જતા તો ક્યાં વાર જ લાગે છે. કુસુમ અને સરસ્વતીચંદ્ર વચ્ચે પ્રેમ થઈ ગયો. પણ બંને માંથી કોઈએ એકબીજા ને કહ્યું જ નહોતું કે બંને પ્રેમ કરે છે એકબીજા ને. બસ કુસુમ સરસ્વતીચંદ્રને દેખીને ખુશ રહેતી. અને સરસ્વતીચંદ્ર કુસુમ ને દેખીને. જો બંનેમાંથી કોઈ ને પણ તકલીફ થાય તો એક ને તકલીફ થાય તો બીજાને દર્દનો અનુભવ થાય. એક હશે તો તેની ખુશી બીજાના મુખ ઉપર દેખાતી હોય. એક દુઃખી હોય તો તેનું દુઃખ બીજાની આંખમાં છલકાતું હોય. બંને ના વચ્ચે પ્રેમનો ઘણો ઘાટ હતો પણ એકબીજા ને કહેવાની જરૂર જ ના સમજી. 

એક દિવસ નરેશભાઈ ખુબ જ ખુશી હતાં. નરેશભાઈએ બૂમ પાડીને બધાં ને નીચે હોલમાં બોલાવ્યા. ઘરના બધાં જ એકઠાં થઈ ગયાં. સરિતાબેન નરેશભાઈને પૂછવા લાગ્યાં, "અરે ! તમે આટલા બધાં ખુશી કેમ છો ? શું થયું ? અમને પણ કહો ને. " નરેશભાઈના ખુશી નું કોઈ જવાબ જ નહોતો. કુસુમ ને પકડીને નરેશભાઈ ઘરમાં ગોળ ગોળ ફંદેરી ફરવા લાગ્યાં અને બોલ્યા, " અરે સરિતા જા મીઠાઈ લઈને આવ, આજે તો કહું જ ખુશીનો દિવસ છે. આજે મારી કુસુમ મોટી થઈ ગઈ છે. કુસુમ માટે એક છોકરાની વાત આવી છે. અરે વાત શું, નક્કી જેવું જ છે. બસ એમને કુસુમની હા જોઈએ છે. પછી તો બધું ફિક્સ જ છે." એટલામાં જ સરિતાબેન બોલ્યા , " તમે થોડું શાંતિથી બેસો અને પછી બધી વાત કહો. તમને ચક્કર આવી જશે." પણ નરેશભાઈ આજે એટલા ખુશ હતાં કે કોઈની વાત સાંભળે તો ને , " અરે કંઈ નહીં થાય મને. મારી કુસુમ હવે વિદેશ જશે. મારી કુસુમ માટે તે છોકરો એકદમ પરફેક્ટ છે. કુસુમ બોલ તારી હા છે ને. મને ખબર છે તારા બાપુજી ની જ્યાં હા હોય ત્યાં તારી પણ હા જ હોય." આટલું કહીને નરેશભાઈ ઊભાં રહ્યા. તેમને કુસુમ સામે દેખ્યું. પણ કુસુમની નજર સરસ્વતીચંદ્ર ઉપર જ હતી. અને સરસ્વતીચંદ્રની નજર કુસુમ ઉપર આવીને હ્રદયમાં દુઃખ સાથે બસ ત્યાંજ થંભી ગઈ. ના કુસુમ કંઈ બોલી શકી, ના સરસ્વતીચંદ્ર. બંને મૌન જ રહ્યાં. કુસુમ ત્યાંથી દોડતી તેના રૂમમાં જતી રહી. નરેશભાઈ અને બધાને લાગ્યું કે કુસુમ શરમાઈને ભાગી ગઈ. ઘરના દરેક સદસ્ય ખુબ જ ખુશ હતાં. કુસુમ તેના બેડ ઉપર રડતી હતી. અને સરસ્વતીચંદ્ર કુસુમના રૂમની બહાર આંખોમાં આંસુ સાથે દર્દ લઈને દરવાજા જોડે ઊભો હતો. બસ એટલામાં જ કુમુદ ત્યાં આવી ગઈ. અને બંને ને કહેવા લાગી, " તમે બંને હજી કોની રાહ દેખો છો. મને ખબર છે તમે બંને એકબીજા ને ખુબ જ પ્રેમ કરો છો. એકબીજાને કહીને નીચે જાઓ અને કહી દો બધાં ને કે બંને એક બીજા ને પ્રેમ કરો છો. " કુસુમ હેરાનીની સાથે કુમુદને દેખે છે. કુમુદ ફરીથી બોલે છે, " અરે દીદી જયારે તમને બંને ને નહોતી ખબર પડીને ત્યારથી મેં તમારી બંન્ને ના આંખોમાં એકબીજા પ્રેત્યે પ્રેમ દેખ્યો છે. સરસ્વતીચંદ્રનું રાતે તમને સંતાઈને દેખવા આવવું. સરસ્વતીચંદ્રની ગમતી વાનગી તમે બનાવીને તેમના રૂમમાં મોટી મમ્મીનું નામ દઈને મૂકી જાઉં. એકબીજા નું ધ્યાન રાખવું. બધું મને ખબર છે. દીદી તમે જલ્દી નીચે જઈ ને કહી દો. નહીંતર બહુ મોડું થઈ જશે. હું જઈ ને કહી દઉં. પણ હું તમને બંને ને આમ નહીં દેખી શકું. " કુમુદ નીચે બધાને કહેવા જઈજ રહી હતી એટલામાં જ કુસુમે રોકી દીધી. અને કહેવા લાગી કે, "ના કુમુદ તું ના જઈશ. તે બાપુજી ના ચહેરા પર મુસ્કાન દેખી. કેટલા ખુશ છે આજે. હું તેમની આ ખુશી કેવી રીતે મારા માટે છીનવી લઉં. " કુમુદ એટલામાં જ બોલે છે, "પણ દીદી !" તરત જ કુસુમ કુમુદ ને પોતાની કસમ આપીને રોકી લે છે. અને કુમુદ ત્યાંથી રોતી રોતી જતી રહે છે.

એક મહિનાના અંદર તો કુસુમના લગ્ન પણ થઈ ગયાં. લગ્ન કરીને કુસુમ કેનેડા પણ જતી રહી. અને અહીં સરસ્વતીચંદ્ર પણ પોતાનું બધું ધ્યાન કામમાં લગાવીને વ્યસ્ત રહેવા લાગ્યો. કુસુમ નો દરરોજ ઘરે વિડિઓ કોલ આવતો હતો. કુસુમ બસ દૂરથી જ સરસ્વતીચંદ્રને દેખી ને પોતાનું મન ભરી લેતી હતી. દેખાદેખતા 1 વર્ષ થઈ ગયું. સરસ્વતીચંદ્રનું કામ પણ પતી ગયું હતું. સરસ્વતીચંદ્ર પણ હવે તેના ઘરે જવા માટે બે દિવસમાં નીકાળી જવાનો હતો. સરસ્વતીચંદ્રના જવાની આગલી રાત્રે કુમુદે સરસ્વતીચંદ્ર ને એક વાત કહેવા માટે તેના રૂમમાં ગઈ. કુમુદ સરસ્વતીચંદ્ર કહ્યું, " હવે કુસુમ તેની જિંદગીમાં આગળ વધી ગઈ છે. અને દીદી ખુશ પણ ખુબ જ છે. હવે તમારી વારી છે. તમે પણ હવે આ બધાંમાંથી બહાર આવી ને આગળ વધી જાઓ. હું એક બહેન તરીકે તમને સમજાવા આવી છું." કુમુદની વાત વાત કહેતા જ સરસ્વતીચંદ્ર ની આંખમાં આંસુ સાથે કુમુદને કહે છે, "હું ખુશ છું કે કુસુમ ત્યાં ખુશ છે. કુસુમ આગળ વધી ગઈ છે. મારી ખુશી તેનાથી જ છે. કુસુમ ખુશ હશે ત્યાં સુધી સરસ્વતીચંદ્ર પણ ખુશ હશે. પણ કુસુમ વગર સરસ્વતીચંદ્રનું જીવન અધૂરું હતું, અધૂરું છે, અને હંમેશા અધૂરું જ રહેશે. આ સરસ્વતીચંદ્ર હંમેશા કુસુમનો જ હતો, કુસુમનો જ છે, અને કુસુમનો જ રહેશે. સરસ્વતીચંદ્ર નું નામ કોઈ સાથે નહીં જોડાય." આટલું કહીને સરસ્વતીચંદ્ર તેના રૂમમાંથી બહાર જતો રહ્યો. ને કુમુદ પણ ત્યાં રડવા લાગી.

સરસ્વતીચંદ્ર પોતાના દેશ યુરોપ જતો રહ્યો. થોડા દિવસ પછી એક કોન્ફોરન્સમાં બધાં જ બિઝનેસમેન ભેગા થયા. ભગવાનના સંજોગોથી કુસુમ ને તેનો પતિ નિખિલ પણ આ 5 દિવસની કોન્ફોરન્સમાં ભાગ લેવા માટે આવ્યા હતાં. ત્યાં કુસુમ અને નિખિલ જે હોટલમાં રોકાયા હતાં એ હોટલ સરસ્વતીચંદ્રની જ હતી. બે દિવસે નિખિલને કામ હોવાથી તે વહેલા જતો રહ્યો. અને કુસુમને પાછળથી આવવાનું કહી ને જતો રહ્યું. કુસુમ તૈયાર થઈ ને બસ હોલમાં જઈજ રહી હતી એટલામાં હોટલની લોબીમાં સરસ્વતીચંદ્ર અને કુસુમ એકબીજાને અથડાઈ ગયાં. આજે પણ બંન્નેની આંખોમાં એ જ પ્રેમ ઉભરાઈ રહ્યો હતું. બંને ને એક ના થવાનું દુઃખ આજે પણ આંખમાં છલકતું હતું. સામે હોવા છતાં બંને વચ્ચે મૌન પસરી રહ્યું હતું. બંનેને એકબીજા સાથે વાતો તો ઘણી કરવી હતી, પણ શબ્દો ખોવાઈ ગયાં હતાં. બંન્ને બસ એકબીજાની આંખોમાં ખોવાઈ ગયાં હતાં. અને બસ આંખોના સહારે જ વાતો થતી હતી. બસ એટલામાં જ નિખિલ ત્યાં આવી જાય છે. અને કુસુમ અને સરસ્વતીચંદ્ર બંનેની નજર એકબીજા પરથી હટે છે. બંને ને આવીરીતે દેખી ને નિખિલ કુસુમને પૂછે છે સરસ્વતીચંદ્ર વિશે. ત્યારે કુસુમ મારો ખુબ જ સારો મિત્ર છે અને અને ખુબ જ ખુશ છીએ. એમ કહી ને ત્યાંથી જતી રહે છે.

એ જ રાતે નિખિલ ખુબ જ શરાબ પીવી ને આવે છે. નિખિલ રૂમનો દરવાજો ખટખટાવતો હોય છે. પણ કુસુમ વોશરૂમમાં હોવાથી દરવાજો ખોલતા વાર લાગે છે. નિખિલ અંદર આવીને કુસુમને બોલવા લાગ્યો, "કેમ તે દરવાજો ખોલતા વાર કરી કહીને, કુસુમને કંઈ જ બોલવા ના દીધી ને ખુબ જ માર માર્યો." અને તરત જ ગાળો બોલતો બોલતો નિખિલ બેડ ઉપર જઈને સૂઈ ગયો. કુસુમને એટલો માર પડ્યો હતો ને કે તે ઊભી પણ નહોતી થઈ શકતી. અને ત્યાં ને ત્યાંજ રોતી રોતી સૂઈ ગઈ. આ કંઈ પહેલી વારનું નહોતું. આ ઘટના કુસુમ સાથે એક દિવસ છોડી ને દરરોજ થાય એમ કહી શકાય. 

ત્રીજા દિવસે પણ નિખિલ વહેલા જતો રહ્યો હતો. કુસુમ નીચે ચાઈ પીવા માટે આવી હતી. કુસુમ તેના વિચારોમા ખોવાઈ ને ચાઈ પીતી જ હતી ને એટલામાં કુસુમની સામેના ટેબલ ઉપર સરસ્વતીચંદ્ર આવી ને બેસી ગયો. કુસુમ એકદમ સરસ્વતીચંદ્રને દેખી ને ચોંકી ગઈ. સરસ્વતીચંદ્ર કુસુમને પૂછતો હતો કે, " કુસુમ તું ખુશ છે ને ?" કુસુમે તરત જ ચહેરા પર મુસ્કાન સાથે જવાબ આપ્યો કે, " હા, હું ખુબ જ ખુશ છું. નિખિલ ખુબ જ સારુ રાખે છે. મને ખુબ જ પ્રેમ કરે છે. મને થોડીક પણ તકલીફ નથી થવા દેતાં. ખુબ જ ધ્યાન રાખે છે." આટલું કહીને કુસુમ બીજી બધી નિખિલની વાતો કરવા લાગી. સરસ્વતીચંદ્ર શાંતિથી કુસુમની વાતો સાંભળતો હતો. કુસુમની વાતો સાંભળતા સાંભળતા સરસ્વતીચંદ્રનું ધ્યાન કુસુમના હાથ ઉપર ગયું. અને તરત જ સરસ્વતીચંદ્રએ કુસુમનો હાથ પકડી ને કુસુમને પૂછવા લાગ્યો, " કુસુમ આ શું છે ? આ નિખિલે..." આટલું કહીને સરસ્વતીચંદ્ર ઊભો રહ્યો. અને એટલામાં જ કુસુમ બોલી કે," અરે આ તો કંઈ નથી થયું. હું પડી ગઈ હતી બસ એનું જ છે." અને તરત જ કુસુમે વાત બદલી નાખી. પણ સરસ્વતીચંદ્રના દિલ અને દિમાગમાંથી આ વાત નીકળતી જ નહોતી. સરસ્વતીચંદ્રના કાન કુસુમની વાતોમાં હતાં, પણ નજર તેની ચોટ ઉપર જ. કુસુમ અને સરસ્વતીચંદ્ર વાત કરતાં જ હતાં એવામાં કુસુમની નજર નિખિલ ને આવતા દેખી ને કુસુમ ત્યાંથી ભાગી ગઈ. એટલામાં જ સરસ્વતીચંદ્ર કુસુમના પીઠ ઉપર પણ એવા જ નિશાન નજરમાં આવ્યું. સરસ્વતીચંદ્ર કુસુમ કુસુમ કહીને બૂમ પડતો જ હતો છતાં કુસુમ બસ દોડે જ જતી હતી.

સરસ્વતીચંદ્ર ચિંતામાં આવી ગયો. સરસ્વતીચંદ્રએ કુસુમ સાથે વાત કરવાનાં ઘણાં પ્રયત્ન કર્યાં. છતાં સરસ્વતીચંદ્રની વાત કુસુમ સાથે થતી જ નહોતી. અને રાત્રે ફરીથી કુસુમની એ જ હાલત નિખિલે કરી. 

ચોથા દિવસે પણ સરસ્વતીચંદ્ર કુસુમની રાહ દેખતો હતો. કે કુસુમ હમણાં ચાઈ પીવા નીચે આવશે. પણ કુસુમ ના આવી. સરસ્વતીચંદ્રએ નિખિલને બહાર જતા દેખ્યો તો સરસ્વતીચંદ્ર તરત જ કુસુમના રૂમ નંબર 594 માં જતો રહ્યો. સરસ્વતીચંદ્રએ બહારથી રૂમ ખખડાવ્યો. કુસુમે દરવજો ખોલ્યો તો દેખ્યું સામે સરસ્વતીચંદ્ર ઊભો હતો. સરસ્વતીચંદ્રને દેખીને કુસુમનું મન થયું કે સરસ્વતીચંદ્રને ભેંટી ને ખુબ જ જોરથી રડીને બધી જ તકલીફ સરસ્વતીચંદ્રને કહી દે. પણ કુસુમે પોતાના મનને માનવીને સરસ્વતીચંદ્રને પૂછવા લાગી, " તું અહીં કેમ આવ્યો ? કોઈ દેખી જશે તો ? જા જતો રે." પણ સરસ્વતીચંદ્રને કુસુમની હાલત ઠીક ના લાગી. અને જેવો સરસ્વતીચંદ્ર કુસુમને પ્રશ્ન પૂછવા જઈ રહ્યો હતો એવી જ કુસુમ બેભાન થઈ ને નીચે પડી ગઈ. સરસ્વતીચંદ્રએ તરત જ કુસુમને તેડીને બેડ ઉપર સુવાડી દીધી. અને ડૉક્ટર ને બોલવી દીધા. સરસ્વતીચંદ્રએ કુસુમના શરીર ઉપર અજીબ અજીબ નિશાન દેખીને હેરાન થઈ ગયો. એને એટલામાં જ ડૉક્ટર આવી જાય છે. સરસ્વતીચંદ્ર ડૉક્ટર ને કુસુમ પાસે લઈ જાય છે. ડૉક્ટર કુસુમની તપાસ કરીને સરસ્વતીચંદ્રને કહે છે, " કુસુમ ખુબ જ કમજોર છે. તેની ફિઝિકલ સાથે મેન્ટલી હેલ્થ પણ ખરાબ છે. કુસુમ કોઈ ટ્રોમાથી ગુજરી રહી છે. અને જો આવું જ ચાલતું રહ્યું તો કુસુમની તબિયત ખુબ જ ખરાબ થઈ જશે. કુસુમ ને થોડા ચેન્જની જરૂર છે. કુસુમ થોડા દિવસ તેના મમ્મી પપ્પા સાથે કે કોઈ એવી જગ્યાએ રહે જ્યાં તેને શાંતિ મળે ત્યાં જ કુસુમ ખુબ જ જલ્દી ઠીક થઈ જશે. હું દવા લખી આપું છું છતાં મેં જે કહ્યું એના પર વધારે ધ્યાન આપજો. અને કુસુમ જયારે ભાનમાં આવે ત્યારે મને કોલ કરીને કહેજે કે મેં ચેકઅપ કરતાં તેના શરીર ઉપર ઘણાં નિશાન દેખ્યાં છે. તો આ નિશાન શેના છે. હું જે વિચારું છું એ ના હોય તો આની દવા થઈ શકે છે. બાકી તો." આટલું કહીને ડૉક્ટર ત્યાંથી જતા રહ્યાં. અને સરસ્વતીચંદ્ર પણ ચિંતાના ઘેરાઈ ગયો. સરસ્વતીચંદ્ર કુસુમના ભાનમાં આવવાની જ રાહ દેખતો હતો. 

બસ એટલામાં જ કુસુમ ના, નહીં કહીને બૂમ સાથે ઊભી થઈ જાય છે. અને બાજુમાં બેઠેલાં સરસ્વતીચંદ્રને ભેંટી પડે છે. કુસુમ ને થોડું ભાન આવાવથી તરત જ સરસ્વતીચંદ્રથી દૂર થઈ જાય છે. અને ઘડિયાળના સામે નજર પડતાં જ કુસુમ સરસ્વતીચંદ્ર ને બહાર નીકાળી દે છે. સરસ્વતીચંદ્રના સવાલો તો બધાં બસ તેના દિમાગ અને દિલમાં જ રહી ગયાં. પણ કુસુમના આવા વર્તનથી સરસ્વતીચંદ્ર બધું જ સમજી જાય છે. સરસ્વતીચંદ્રનો દિવસ બસ કુસુમની ચિંતા અને વિચારોમાં જ પતી જાય છે.

પાંચમા દિવસે સરસ્વતીચંદ્રએ જેવો નિખીલ ને બહાર જતા દેખ્યો એવી જ સરસ્વતીચંદ્ર એક સેકન્ડની પણ રાહ દેખ્યાં વગર તરત જ માસ્ટર-કી થી કુસુમના રૂમમાં જતો રહે છે. કુસુમ ના સવાલોનો વરસાદ થાય એ પહેલા જ સરસ્વતીચંદ્ર કુસુમનું મોઢું દબાવીને કુસુમ ને સવાલો પૂછતાં કહે છે, " હું આજે તને હવે નિખિલ જોડે નહીં રહેવા દઉં. બસ બહુ થઈ ગયું. હવે ચાલ મારી સાથે. અને નિખીલને તો હું દેખી લઈશ. આજે જ હું નરેશકાકા ને કહું છું. કે નિખિલ તારા જોડે કેવું વર્તન કરે છે." આ સાંભળતા જ કુસુમ તરત જ સરસ્વતીચંદ્રનો હાથ છટકાવીને કહે છે, " નિખિલ મારો પતિ છે. અમારે વચ્ચે કંઈ પણ થાય એ તારે નહીં દેખાવાનું. નિખિલને જે કરવું હોય એ કરે. તને બોલવાની કોઈ જ હક નથી. તું જતો રહે અહીંથી. નિખિલ આવી જશે તો ફરીથી, તું જા અહીંથી." આટલું કહીને બંને વચ્ચે ખુબ જ બોલાચાલી થઈ. પણ છેલ્લે કુસુમે સરસ્વતીચંદ્રને પોતાની કસમ આપી ને નરેશભાઈ ને કહેવાની ના પાડી દીધી. અને સરસ્વતીચંદ્રને રૂમની બહાર નીકાળી દીધો. 

રૂમની બહાર જ નિખિલ ઊભો ઊભો આ બધું સાંભળતો હતો. અને સરસ્વતીચંદ્રને બહાર આવતા દેખી ને બંનેની નજર એકબીજા ને મળી. સરસ્વતીચંદ્રના આંખના ગુસ્સોનો તેજાબ વરસી રહ્યો હતો. છતાં કુસુમની સોગંદના લીધે સરસ્વતીચંદ્રએ એક શબ્દ પણ ના નીકળ્યો.

બસ આમજ થોડા દિવસો જતા રહ્યાં. નિખિલની તબિયત ખુબજ ખરાબ થવા લાગી. લગ્નના બે જ વર્ષ નિખિલ ભયાનક બીમાર પડ્યો. લોકો કુસુમને તાણા મારવા લાગ્યાં કે, "હજી તો બે વર્ષ પણ નથી થયાં ને પોતાના પતિને ખાઈ જશે ." આવા અનેક તાણા દરરોજ સંભાળવા મળતા. છતાં કુસુમ કંઈ પણ બોલ્યા વગર નિખિલની સેવા જ કર્યાં કરતી હતી. દેખાદેખીતામાં નિખિલની તબિયત ખુબ જ ખરાબ થવા લાગી. નિખિલ પહેલીથી પથારીમાં તો હતો જ પણ હવે તો જે પણ ખાય એ બહાર જ નીકળી જાય. અને કુસુમ છતાં નિખિલને ખવડાવતી. નિખિલની દરેક ગંદકી કંઈ પણ ચહેરા પર સંકોચ વગર સાફ કરતી. થોડા દિવસ પછી કુસુમના ઘરેથી બધાં જ નિખિલને મળવા આવેલા. નિખિલે ત્યારે નરેશભાઈ ને કહી ને સરસ્વતીચંદ્રને બોલવાનું કહ્યું. નરેશભાઈએ તરત જ સરસ્વતીચંદ્રને ફોન કરીને બોલાવી દીધો.

સરસ્વતીચંદ્ર ત્રણ કલાકમાં તો નિખિલના ઘરે આવીને હાજર થઈ ગયો. નિખિલે બધાને એક રૂમમાં બોલાવ્યા. અને બધાની વચ્ચે કહ્યું કે કુસુમ અને સરસ્વતીચંદ્રના લગ્ન કરાવી દો. કુસુમ મારા જેવા માણસને નહીં પણ સરસ્વતીચંદ્રને લાયક છે. રૂમમાં બધાં બેઠેલાં લોકો નિખિલ ને કહે છે "તમે શું બોલો છો કુમાર ? તમને ઠીક થઈ જશે. આવું ના બોલો કુમાર. મારી કુસુમ તમારા જોડે ખુશ છે." નિખિલ નરેશભાઈ ની આ વાત સંભાળીને તરત જ જોરજોરથી હસવા લાગ્યો અને બોલ્યો, " ખુશ... કદી તમે તમારી દીકરી ને પૂછ્યું છે કે એ કોની સાથે ખુશ છે. કે કુસુમ મારી સાથે ખુશ છે કે નહીં ? મારી આ હાલતનો જવાબદાર હું પોતે જ છું. મારા પાપનો ઘડો ભરાઈ ગયો હતો એટલે આજે મારી આવી હાલત છે. કુસુમ મારા જેવા જોડે લગ્ન કરી ને ખુબ જ દુઃખ સહન કર્યાં છે. કુસુમે આ બે વર્ષમાં કદી એક પતિનો પ્રેમ નથી દેખ્યો. બે મીઠાં શબ્દો નથી સાંભળ્યા. દરરોજ રાત્રે માર ખાઈને રોતા રોતા સૂતી છે. સરસ્વતીચંદ્ર જે દિવસે તું રૂમની બહાર મારા સામે ગુસ્સેથી દેખી ને ગયો હતો ને એ દિવસથી મારૂ મગજ ફરી ગયું હતું. એના પછી તો ખુબ જ ત્રાસ આપ્યો છે કુસુમ ને. ખુબ જ મારી છે. આજ સુધી મેં કુસુમની રૂહને હાથ નથી લગાડ્યો પણ, તેની સામે દરરોજ અલગ અલગ છોકરીઓ લઈને આવતો અને અમારા જ બેડ ઉપર હું એ છોકરીઓ સાથે... મેં કુસુમ ને શાંતિથી જમવા પણ નથી દીધી કે નથી આરામ પણ આપ્યો. બસ મારૂ એક જ લક્ષ હતું કે હું શું કરું જેથી કુસુમ વધારે હેરાન થાય. કુસુમે તમને કહ્યું હતું ને કે અમેરિકા ફરવા ગયાં હતાં ને એ લપસી પડી ને કમર ભાગી ગઈ. તો એ ખોટું છે મારા મારથી તેની કમર તૂટી ગઈ હતી. મારા આટલા દુઃખ, તકલીફ આપ્યા છતાં કુસુમે મને એક શબ્દ નથી બોલી, કે નથી મારી સેવામાં કંઈ કમી રાખી. બસ ચૂપ રહી તો તમારા માટે જ. આજે પણ મારી આવી હાલતથી જેટલું મને દુઃખ નથી થતું એટલું કુસુમ ના આંખમાં દેખાય છે. કુસુમ ખુબ જ સંસ્કારી છે. તેના માતા પિતા ને કોઈ કહી ના જાય એટલે કુસુમ બે વર્ષ નર્કમાં પડી રહી. હવે હું જ મારાથી આઝાદ કરવા માંગુ છું. અને મારી ઈચ્છા છે કે હવે કુસુમ ખુશ રહે. મેં લગ્નના દિવસે જ સરસ્વતીચંદ્રના આંખોમાં કુસુમ માટે પ્રેમ અને કુસુમની આંખોમાં સમર્પણ દેખી લીધું હતું. કુસુમ તારે પણ તારી જિંદગી જીવવાનો અધિકાર છે. જા તું પણ જિંદગી જીવી લે. "

કુસુમ તરત જ નિખિલ ને રોકતા કહે છે, " ના નિખિલ હું તમને આવી હાલતમાં છોડીને કંઈ નથી જવાની." નિખિલ કુસુમની માફી માંગી ને કહે છે, " કુસુમ મને માફ કરી દે. હું તો તારી દોસ્તીના લાયક પણ નથી. " આટલું કહી ને નિખિલ પોતાની આખરી ઈચ્છા સાથે કુસુમ અને સરસ્વતીચંદ્રનો હાથ પકડી ને નરેશભાઈને વિનંતી કરે છે બંને ના લગ્ન કરવાની. નરેશભાઈ આંખોમાં દીકરીની પીડા અને નિખિલની ઈચ્છા આગળ ઝૂંકી ને તરત જ હા પાડી દે છે. નિખિલ કુસુમ નો હાથ સરસ્વતીચંદ્રના હાથમાં આપીને કહે છે , " સરસ્વતીચંદ્ર ! મેં જે કર્યું એ કર્યું. પણ હવે કુસુમના આંખમાંથી એક આંસુ ના પડવું જોઈએ. નહીંતર હું તને નહીં છોડું. જા કુસુમ જા... જી લે અપની જિંદગી..." આટલું કહી ને નિખિલના શ્વાસ ત્યાંજ બંધ થઈ જાય છે.

બે મહિના પછી નરેશભાઈ કુસુમ અને સરસ્વતીચંદ્ર સાદગીથી લગ્ન કરાવી લે છે. અને કહે છે," બેટા ! તારા બાપુજી હજી મારી નથી ગયાં. કંઈ પણ તકલીફ હોય તો દોડતી આવજે. તારી માટે મારા ઘરના દરવાજા હંમેશા ખુલ્લાં જ છે. નહીં આવે તો સમજી લેજે કે એ દિવસ તારા બાપુજીનો છેલ્લો દિવસ હશે." કુસુમ નરેશભાઈ ને ભેંટી ને ખુબ જ રડે છે. સરસ્વતીચંદ્ર નરેશભાઈ ને વચન આપતાં કહે છે, " કાકા હું કુસુમ ને કોઈ જ દુઃખ નહીં પાડવા દઉં. અને જે દિવસે એવું થાય ને એ દિવસ મારૂ માથું ને તમારી જુતી હશે." નરેશભાઈ સરસ્વતીચંદ્રના માથામાં હાથ મૂકતાં કહે છે, " બેટા, મને વિશ્વાસ છે કે મારી કુસુમ તારા જોડે ખુશ રહેશે. પણ એક વાત કહેવી છે." સરસ્વતીચંદ્ર તરત જ બોલ્યો," શું કાકા ? બોલો ને." નરેશભાઈ બોલ્યા, " અરે હવે તો કાકા કહેવાનું છોડ. પપ્પા બોલ પપ્પા." 

નરેશભાઈની આ વાત સાંભળીને બધાં જ ખડખડાટ હસવા લાગ્યાં બધાં. અને કુસુમ અને સરસ્વતીચંદ્રની હસતાં ચહેરે તેમની એક ગલી છોડી ને જ વિદાય કરી.


Rate this content
Log in

Similar gujarati story from Romance