Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

Leena Vachhrajani

Thriller

1.6  

Leena Vachhrajani

Thriller

જિગર-અમી

જિગર-અમી

3 mins
347



જિગરે આ વર્ષે પણ ભવ્ય પાર્ટી આપી. 

આમંત્રિત મહેમાનોની હાજરીમાં એણે વાણીનો હાથ સલુકાઈથી પકડી થ્રી લેયર્સ કેક કાપી. 

 હેપ્પી વેડિંગ એનિવર્સરી..

લગ્નદિવસની શુભકામનાઓ..

હોલમાં શુભેચ્છાઓ ગુંજતી રહી. 

પાર્ટી પૂરજોશમાં ચાલી રહી. શિસ્તબધ્ધ સહાયકો મબલખ ખાણીપીણીનાં વ્યંજન ભરેલી ટ્રે લઈને નમ્રતાપૂર્વક મહેમાનોના સ્વાગતમાં વ્યસ્ત હતા. 

જિગર અંગત રીતે દરેક મહેમાનનું ધ્યાન રાખી રહ્યો હતો. આમંત્રિતોની ઓળખાણ વાણીને કરાવી રહ્યો હતો. 

“વાણી, જો આ ડોક્ટર પ્રકાશ. 

આપણી લાઈનમાં જ રહે છે. હમણાં નવા રહેવા આવ્યા છે. મેં ઓળખાણ થાય એટલે આમંત્રણ આપી જ દીધું.”

અને એણે સસ્મિત ડોક્ટર સાથે હાથ મિલાવ્યો. 

ડોક્ટર પ્રકાશે વાણી તરફ હાથ લંબાવીને કહ્યું,

“હલ્લો મેમ, હેપ્પી એનિવર્સરી.”

વાણી સાવ સપાટ ચહેરે પ્રકાશ સામે જોઈ રહી. પ્રકાશ સહેજ ઓઝપાઈ ગયા.

પણ જિગરે બાજી સંભાળી લીધી,

“અરે ડોક્ટરસાહેબ આ બાજુ આવો. ગરમાગરમ હરા ભરા કબાબ પર હાથ અજમાવો. વિશ તો થયા કરશે.”

પ્રકાશ પત્નીની નજીક જઈ બોલ્યા,

“બહુ ઘમંડી લાગે છે. મેં વિશ કર્યું તો જવાબ જ ન આપ્યો. એ તો જિગરે વાતને વાળી નહીંતર અપમાન જ લાગે. પાર્ટીમાં ઘણા મહેમાનોને આવા અનુભવ થયા. પણ જિગરની હ્રદયપૂર્વકની આવભગતે બધાની ફરિયાદ ઢાંકી દીધી.

રાતના એક વાગે મહેમાનો વિદાય થયા. જિગરના બંગલાની લાઈટ બંધ થઈ. નોકરો પણ પોતાના રુમમાં ગયા. 

જિગર વાણી સાથે શયનખંડમાં આવ્યો. 

“એય ડાર્લિંગ, ચાર વર્ષ થયાં. યાદ છે? એ કોલેજનો એન્યુઅલ ડે? પ્રથમ વાર નજરે નજરને કોલ દીધો હતો?”

વાણીની આંખમાં સહેજ ચમક આવી. 

જિગર વાણીની બાજુમાં ગોઠવાયો. અને એના ભાવવિહીન ચહેરાને પોતાની બે હથેળી વચ્ચે લઈને વિચારે ચડી ગયો. 

ક્યાં ગઈ એ વાણી? એ ચહેકતી મહેકતી વાણી જેના પ્રેમમાં હું પડ્યો હતો!

કોલેજની કેન્ટિનમાં દોસ્તો વચ્ચે જિગર કહેતો,

"દોસ્તો, મને ભણતર અંગ્રેજી ગમે પણ પ્રેમ તો દેશી જ ગમે. આઇ લવ યુ કહેવામાં ફિલિંગ જ નથી આવતી. થેન્ક યુ કે સોરી જેવું ફોર્મલ લાગે."

અને વાણીનો હાથ પકડીને કહે કે, 

"તારું શું કહેવું છે પ્રિયે? એમ પૂછીને થાય કંઇ પ્રેમ?"

વાણી મોહક સ્મિત સાથે કહે કે ,

"હા, મજનુસર, બધી દિવાનગીના મૂળમાં લૈલા જ હોવી જરુરી નથી,

કેટલીક દિવાનગી મજનુના નામે પણ હોઇ શકે”

બસ, આવી કરોડો પળ અને સપનાંઓ જિગર અને વાણી જીવવા લાગ્યાં હતાં. 

પણ છેલ્લા કેટલાક સમયથી વાણી બધું ભૂલી જતી. 

જિગર મજાક પણ કરતો કે, 

“તું તો અત્યારથી મને ભૂલી જાય છે. લગ્ન પછી શું કરીશ?”

વાણી મુંઝવણમાં મુકાઈ જતી.

આખરે એની આ સામાન્ય લાગતી તકલીફને નજરઅંદાજ ન કરતાં બધા મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા. 

ડોક્ટરે વાણીના મમ્મી-પપ્પા અને જિગરને બેસાડીને કહ્યું,

“વાણીના મગજની નસ સુકાઈ રહી છે અને એને લીધે એ ગમે ત્યારે બધું ભૂલી જશે. અલ્ઝાઈમર મોટી ઉંમરે થાય પણ આ એના જેવી જ ગંભીર બિમારી છે.”

બીજે દિવસે વાણી સિવાય બધાના મોબાઈલમાં જિગરનો મેસેજ મળ્યો, 

"વાણીને એની જિંદગીના દિવસો બે-પાંચ જનમ સુધી યાદ રહે એમ જીવાડવા છે.”

જિગર અને વાણીનાં લગ્ન સંપન્ન થયાં ત્યારે વાણીની યાદશક્તિ અલપઝલપ કામ કરતી. 

પછીના છ મહિના જિગરે દૂનિયાભરની ખુશી વાણીના પાલવમાં ઠાલવી દીધી. હર પળ વાણીની જિંદગીમાં માત્ર અનર્ગળ, અનરાધાર પ્રેમ વરસતો રહ્યો.

પછી એ પળ પણ આવી પહોંચી. ડોક્ટરોએ જાહેર કરી દીધું કે ,

“હવે માત્ર થોડો સમય છે. વાણી પોતાની જાતને પણ કદાચ ભૂલી જશે.”

અને પ્રથમ એનિવર્સરી જિગરે ભવ્યાતિભવ્ય ઉજવી. 

વાણીને સહેજ કાંઈ ચમકારો થયા કરતો. 

દિવસે દિવસે પરિસ્થિતિ વણસતી ચાલી. વાણી બધું જ ભૂલી ચુકી હતી. 

અને જિગર અતીતમાંથી બહાર આવ્યો. વાણી કોઈ જ પ્રતિભાવ વગરના ચહેરાને જિગરના હાથમાં રહેવા દઈ ખોવાયેલી નજરે જિગરને જોઈ રહી હતી. 

જિગરે ચહેરા પરથી હથેળી હટાવતાં કહ્યું,

"સોરી પ્રિયે,

જો આ જનમ તેં સંતાકુકડી રમી પણ આવતે જનમે વાણી નહીં જિગરની અમી થઇને અવતરજે એટલે વિયોગની વાત જ ન રહે."

 વાણીના લાંબા વાળની સેર જિગરના હાથ પર પડતી રહી. તેનો આછો શ્વાસ જિગરના ચહેરા પર લહેરાતો રહ્યો. 

 જિગરે હળવેથી વાણીને આલિંગન આપીને સુવાડીને કહ્યું,

“હેપ્પી એનિવર્સરી.”


Rate this content
Log in

More gujarati story from Leena Vachhrajani

Similar gujarati story from Thriller