ઝૂરિયાનનો જાદુ
ઝૂરિયાનનો જાદુ
ડિસ્કલેમર: ઝુરિઆનનો જાદુ
આ વાર્તા “ઝુરિઆનનો જાદુ” સંપૂર્ણપણે કલ્પનાશીલ છે. તેમાં દર્શાવેલ ગ્રહો, ભાષાઓ, પાત્રો અને ઘટનાઓ લેખકની કલ્પના અને સર્જનાત્મક અભિવ્યક્તિનો ભાગ છે. કોઈ પણ વૈજ્ઞાનિક સંસ્થા, સંસ્કૃતિ, અથવા વાસ્તવિક વ્યક્તિ સાથે તેનો સીધો સંબંધ નથી.
વાર્તામાં વપરાયેલ ભાષાવૈજ્ઞાનિક અને દાર્શનિક તત્વો માનવ સંવેદનાઓ અને સંસ્મૃતિઓના રૂપક તરીકે રજૂ કરવામાં આવ્યા છે. “ઔર’તિલ” જેવા મંત્રો અને “ઓલ્વા” જેવી જાતિઓ શાંતિ, એકતા અને સંવાદના ભાવને ઉજાગર કરવા માટે રચાયા છે.
આ કૃતિનો ઉદ્દેશ માત્ર વાંચકને એક કલ્પનાશીલ યાત્રા પર લઈ જવાનો છે—જ્યાં ભાષા અવાજથી આગળ વધી, સ્મૃતિ અને આત્માને સ્પર્શે.
---
ઝુરિઆનનો જાદુ
મારુ નામ કનર્વ. હું પૃથ્વીનો ભાષાવિજ્ઞાનશાસ્ત્રી છું, પરંતુ આ કથાની માલિકાત મારી નથી—આ તે ક્ષણની કહાણી છે, જ્યારે મેં પહેલી વાર ઝુરિઆન ગ્રહ પર “અજાણ્યા” શબ્દને સાંભળ્યો.
ગેલેલીઓ સેન્ટરના સર્વર રૂમમાં ડેટા મેપિંગ કરતી વખતે એક અનોખું અવાજ મળી આવ્યો. સ્પેસ સેન્ટરથી આવેલ ધ્વનિ ને ડિજિટલ ફોર્મમાં ફેરવતા એ અવાજ સાંભળ્યો. એ કોઈ અજાણ્યા ગ્રહનો અવાજ હતો, જેને “ઝુરિઆન” નામ અપાયું.
સ્પેસ સેન્ટરથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, ઝુરિઆનનું આકાશ હળવા પીળા રંગનું હતું, જાણે સતત સૂર્યોદય ચાલી રહ્યો હોય. દરિયાઓ મીઠાના બદલે નિલકણ સુગંધવાળા પ્રવાહોથી ભરેલા હતા. અહીંના વૃક્ષો પાન નહિ ઉગાડતા, ડાળીઓ પારદર્શક કાચ જેવી પટ્ટી ફેલાવતા હતા, જેમાં સૂર્યપ્રકાશ ચમકતો.
આ માહિતી પછી, સ્પેસ સેન્ટર દ્વારા ન્યુક્લિયર એનર્જીવાળું ડ્રોન અને તેમાં “ડોલી” નામની ટ્રાન્સપેરન્ટ મીની રોબોટ લેડી ઝુરિઆન ગ્રહ તરફ મોકલી
ડ્રોન વહેલું ત્યાં પહોંચી ગયું અને ડોલી ત્યાંની વસાહતમાં ભળી ગઈ. તે ટ્રાન્સપેરન્ટ હોવાથી લોકો એની હાજરીનો અનુભવ ન કરી શકે, પણ ડોલી બધું જોઈ શકતી હતી .
ડોલીએ જોયું કે અહીંના લોકો અજાણી ભાષા બોલે છે, અને પોતાને “ઓલ્વા” કહે છે. તેમની ભાષા માનવ કાનને અર્ધ સંગીત અને અર્ધ હાઇ વોલ્ટેજ વિદ્યુત ગ્રીડના અવાજ જેવી લાગતી. ડોલીને પહેલીવાર સાંભળ્યો શબ્દ—
“ઊ-મારા-ઝેલ”
જે કનર્વ સાથે શેર કરેલો હતો, ત્યારે કનર્વના મગજમાં તાત્કાલિક એક દ્રશ્ય આવી ગયું—એક નદી, બે ચંદ્ર અને એક અવાચક એકાંત.
એ સમયે કનર્વને સમજાયું કે ઝુરિઆનની ભાષા શબ્દોથી નહિ, પણ સ્મૃતિના ચિત્રોથી વાત કરે છે.
કનર્વે તે ડેટા લેંગવેજ મેપિંગમાં મૂકી પ્રોગ્રામ રન કર્યું, ત્યારે ગુમ થયેલી વાક્યરચના દેખાઈ—
ઓલ્વા લોકો કહે છે કે તેમના પૂર્વજોએ "ઔર'તિલ" નામનો મંત્ર ગુમાવી દીધો છે, જે બોલતા જ સમગ્ર ઝુરિઆન પર શાંતિ આવી શકે. પરંતુ એ મંત્ર કોઈને યાદ નથી.
કનર્વ ઉત્સાહિત થયો અને ડોલીને આદેશ આપ્યો કે ઝુરિઆન વતનીઓમાં દોસ્તી કરે.

ડોલી ને એક ઓલ્વા યુવતી લીનાથી મળી, બંને દોસ્ત બન્યા. એક દિવસ તેઓ તેઓ ઉત્તર તરફના “પ્રતિધ્વનિ ખાડા” તરફ ગયા. ત્યાં પથ્થરો પર અજાણી લિપિ હતી—લખાણ નહીં, પણ લયના નકશા જેવી. ડોલીએ તેની તસવીરો કનર્વને મોકલી.
કનર્વે પૃથ્વીની ભાષાવિદ કળા અને માનસિક ચિત્રો જોડીને વાક્ય પુનઃ રચ્યું:
“ઔર’તિલ—ઝે મરા નોરી”
જ્યારે એવું તેના મુખથી બોલાયું, ત્યારે પૃથ્વી ના તમામ દરિયા શાંત થયા, હવા મીઠી થઈ ગઈ, અને આકાશે એક ગુલાબી ચંદ્ર દેખાયો.
કનર્વને સમજાયું કે આ તો ઝૂરિયાન નો ભૂલાયેલ મંત્ર છે. કનર્વએ તે મંત્ર ડોલીને મોકલ્યો.ડોલીએ તે મંત્ર લીના ને આપ્યો. ડોલીએ એ નું રટણ કર્યું અને એનો અર્થ સમજાવ્યો—
“અમે સૌ એક છીએ, ભલે સ્મૃતિ અલગ હોય, પ્રભુ સૌને શાંતિ બક્ષજો.”
લીના એ બોલેલા મંત્ર ના પ્રભાવ થી ઝુરિઆન પર સર્વત્ર આનંદની લહેર દોડતી રહી. લોકો સીરા-મોલા મેળવી આનંદિત હતા.
તે ક્ષણે કનર્વને ખબર પડી કે ભાષા માત્ર અવાજ નથી, તે તો જગત અને આત્માને જોડતો પુલ છે.
---
અંત
ડ્રોન ઝુરિઆન છોડતાં પહેલાં, લીનાએ ડોલીને નાનું પ્રકાશકણ આપ્યું અને કહ્યુ:
“કનર્વને કહેજો કે તમે પૃથ્વીના લોકો હવે ઓલ્વા છો. અમારી ભાષા તમારી દુનિયામાં લઈ જાઓ.”
આજ સુધી જ્યારે કનર્વ સૂઈ રહ્યો હોય, ત્યારે તેના સ્વપ્નોમાં એ અજાણી ભાષાનો સંગીત વાગે છે… અને તેમને લાગે છે કે કદાચ, એક દિવસ પૃથ્વી પણ એ “ઔર’તિલ”નો મંત્ર સાંભળશે અને શાંતિનો સુખ માણશે.
---
ઝુરિઆન ભાષાની મિની-ડિક્શનરી
ઝુરિઆન શબ્દઅર્થ (શબ્દશઃ)સ્મૃતિનું ચિત્ર
ઊ-મારા-ઝેલએકાંતની નદીશાંત નદી, બે ચંદ્રની છાંયો, એકાંત અને શાંતિનો પળ
ઔર’તિલએકતા,નદીઓનું મિલન, શાંતિથી ભરેલો દરિયો
ઝે મરા નોરીભલે સ્મૃતિ અલગ હોય, અમે એકગુલાબી ચંદ્ર, શાંત દરિયો, એકતા અને ભાઈચારો
લૌન-શારાવિદાયનો સ્નેહહાથમાં પ્રકાશનું નીલ કણ લઈને અંતિમ નજર
મીરા-તોલેઆશ્ચર્યની પળઅજાણ્યા ફૂલની પાંખડીઓ પરથી પડતો પ્રકાશ
તુ-ઝાયનઅદ્રશ્ય હાજરીપારદર્શક આકાર છાયામાં હલતો
ઓલ્વાઝુરિઆન વતનીપારદર્શક પાંદડાવાળા વૃક્ષોની વચ્ચે ચાલતા લોકો
નેવરા-મીલસમયનો પ્રવાહકાચ જેવી પટ્ટીઓમાંથી સૂર્ય કિરણો પસાર થતો દ્રશ્ય
હોરિન-માઝઅજાણ્યા અવાજની કળાઅર્ધ સંગીત અને અર્ધ હાઇ વોલ્ટેજ વિદ્યુત ગ્રીડનો અવાજ
સીરા-મોલાશાંતિની અનુભૂતિગરમ દિવસ પછી ઠંડો અને સુગંધિત ઝોકો
---
ઝુરિઆન અને પૃથ્વી વાસી માટે સંયુક્ત શાંતિ ગીત — જે વાંચતા બંને ગ્રહ વાસીઓ ને જાદુઈ અને સપનાં જેવી શાંતિની અનુભૂતિ થઈ :
---
શાંતિનું સંધિગાન
ઝુરિઆનનો નિલકણ મહેકતો દરિયો,
પૃથ્વીનો શીતળ પવન, લીલો ખેતરો.
દૂર તારો ગગન સાથે બંધાયે હાથ,
અમે એકસાથે, શાંતિના નિમિત્તે ચાલો ચાલો.
સ્વપ્નોની ભાષા, સ્મૃતિના રંગ,
ઝૂરિયાન-પૃથ્વી, સંગીતમાં એક સંઘ.
નસીબે ભળી જાય આ પ્રેમની વાણી,
શાંતિનો મંત્ર ફૂંકે જીવનમાં સાજ.
-----
Dear Readers, How you rate the story, pl offer your comments 🙏🏻
