ઝરણું
ઝરણું
પહાડ પરથી નીકળતું ઝરણું, ઉછળતું કૂદતું, મીઠાં સૂર રેલાવતું, યુવાની ધારણ કરતાં જ નદીમાં પરિવર્તિત થાય છે.
નદીમાં પરિવર્તિત થતાં જ ઝરણું શાંત ઠરેલ થઈ આગળ વધે છે.
સૌમ્યરૂપ ધારણ કરેલી નદી, એનાં પ્રિયતમ સાગરમાં સમાવા આગળ વધે છે, અંતે સાગરમાં સમાઈ જાય છે. પ્રિયતમ સાગરને લઈ પર્વત પિતાને ત્યાં દોડે છે.
પર્વત પર પછડાય પછડાય ને પાછી વળે છે. પર્વત પિતા સ્વીકારતાં નથી, ભારે હૈયે પાછી વાળે છે.
પહાડ પાસે આપણે એટલું જ શીખવાનું છાશવારે દોડી આવતી દીકરીને, સાસરામાં સાસરીના થઈ ને રહેવું. તો દીકરીનો સંસાર દીપી ઊઠશે.
