Hetshri Keyur

Crime Thriller Others

3  

Hetshri Keyur

Crime Thriller Others

ઝનૂન

ઝનૂન

4 mins
265


   વાત છે એક એવા ગામની જ્યાં મહિલા કોઈ પણ હોય વૃદ્ધ કે નાની વયની સાંજ ના ૬ પછી ઘરની બહાર નીકળવાની મનાઈ હતી, કારણ હતું એવું જે જાણી તમારા રૂંવાડા કંપી ઉઠશે ! વાત જાણે એમ છે કોઈ પણ સ્ત્રી સાંજે ૬ વાગ્યા પછી ઘરની બહાર નીકળે તો એ પરત ઘરે આવતી નહિ અને ગામ ના સીમાડે એનું માથું ઝાડ પર લટકતું જોવા મળતું, પરંતુ એવું છેલ્લા બે માસથી થતું હતું નઈ નઈ તો ગામ ની નાના મોટા થઈ ને ઓછામાં ઓછી ૧૫ મહિલા અને વૃદ્ધ સ્ત્રી બાળા મૃત્યુ ને ભેટી હતી, ગામમાં ભયનું વાતાવરણ છવાયેલું હતું સરપંચ એ હુકમ કર્યો હતો કે કોઈ પણ મહિલા એ ઘરની બહાર સાંજે ૬ વાગ્યા પછી ઘરની બહાર જવું નહિ.!

        એક વખત અજુગતી વાત એવી બની જે કારણે આ પાછળ કોણ હતું એ દુષ્કૃત્ય કરવાવાળું એ જાણી શકાયું. એક વખત શહેરમાંથી ગામમાં ડોક્ટરની પદવી મેળવી એક યુવતી રહેવા માટે આવી. યુવતી ને આવે થોડા કલાકો થયા એવામાં ગામના સરપંચ એ કહેણ મોકલાવ્યું કે ગામના નિયમ પ્રમાણે આગામી સૂચન ન આવે ત્યાં સુધી ગામની કોઈ પણ મહિલાએ સાંજ ના ૬ પછી ઘરની બહાર નીકળવાની મનાઈ છે યુવતી સંભાળતાની સાથે ગુસ્સાથી બોલી અરે પણ એવું થોડું હોય અમારી મરજી અમે જ્યારે ઈચ્છા પડે ઘરમાંથી જઈએ આવી શકીએ આવું ન ચાલે કહી પેલા કહેવા આવેલા જૂથ ને ઘરની બહાર હકી કાઢ્યું. 

         એક દિવસ ગયો બીજો દિવસ ગયો યુવતી ને બહાર જવાનું સાંજ પછી કુદરતી થતું નથી પરંતુ ત્રણ દિવસ રહી એને થાય છે ગામમાં નદી સરસ છે હું ત્યાં કિનારે બેસી શાંતિથી સમય પસાર કરું, યુવતી સાંજે અંદાજે સાતની આસપાસ ઘરમાંથી બહાર નીકળે છે રસ્તામાં કઈજ નડતું નથી એને નવાઈ લાગે છે ગામના માણસો ખોટા ડરે છે, વહેમ રાખી બેઠા છે ખોટા, વિચારી નદીએ પહોંચી કિનારે બેસે છે એવામાં એને પાણીમાંથી પાછળ ઉભેલ ૬ ફૂટ ઊંચાઈ ધરાવતી વ્યક્તિ નજર આવે છે એ પુરુષ ખુબજ ડરામણો લાગે છે.

           તુરંત જ યુવતી કઈ પણ વિચાર કરે એ પહેલા એ યુવાન એને ગળેથી પકડી ઘસડે છે અને અંદાજે એકાદ કિલોમીટર જેવી ઘસડી જાયછે ,અને પછાડે છે અને પેટ પર પગ રાખી ખુબજ ભયંકર રીતે હસે છે, યુવતી કઈ બોલે એ પહેલા એને વાળ પકડી ઢસડી ફરીથી એક ઝાડ પાસે લઈ જાય છે જે ઝાડ પર જ મૃત મહિલાનાં માથા લટકતા મળતા હતા,અને યુવતી ને માથેથી પકડી ઊભી કરે છે ઝાડ પાસે ધક્કો મારે છે માથું પકડી રાખે છે અને પેટમાં બે ત્રણ પટા મારે છે યુવતી સહન નથી કરી શકતી અને નીચે પડી જાય છે એને ફરીથી એજ રીતે યુવાન વાળથી પકડી ઢસડી પછાડે છે અને ઊભી કરે છે યુવતી કઈજ બોલે એ પહેલા એનું માથું પછાડવા માંડે છે અને માથામાંથી ખુબજ લોહી બહાર આવી જાય છે અને એવામાં ગામના પુરુષો આવી જાય છે અને એ યુવાન ને ગળેથી પકડી બાંધી દે છે એજ ઝાડ સાથે અને સરપંચ આવે છે, કહે છે બોલ કોણ છે તું કેમ આવે છે અમારા ગામમાં અને આ રીતે મારી નાખે છે મહિલાઓ ને ! યુવતી બોલતી હતી જે રીતે અમને થતું હતું માનશે નહિ અમે માટેજ એની પાછળ પાછળ આવ્યા આ એને માથેથી પકડી માથું ઝાડમાં પછાડે છે.

     હું તને તત્કાળ મૃત્યુ દંડ જાહેર કરું છું તારું માથું વાઢીને અહીજ લટકાવવામાં આવશે જ્યાં તે અન્ય યુવતી મહિલા વૃધ્ધા ને મારી નાંખી છે અને માથા લટકાયા છે ! કહી ગુસ્સાથી એને ઘા કરે છે પેલો યુવક ગુસાથી બોલે છે હા મારી છે મે તો, કહી સરપંચ ની સામે લાલ આંખ કરી જોતા બોલે છે એકદમ ઝનૂન થી, હુજ તમારા ગામમાં આવું છું અને એકલી દેખાતી મહિલા હોય અંધારા માં એને પકડી મારી નાખું છું અને પછી એનું માથું કાપી અહી લટકાવી દહુ છું! કહી ખુબજ સંતોષ થયો હોય એવી રીતે બોલે છે મને હજી ૫ મહિલા નાં માથા કાપવામાં આવશે પછી શાંતિ થશે, કહી ખુબજ ઝનૂન માં બધા હજાર શખ્સ સામે જોવે છે લાલ આંખ કરી ને.  સરપંચ પગે થી એને ધક્કો મારતા બોલે છે તને શું એવું ઝનૂન છે હે ! કે કોઈની માં કોઈની દાદી કોઈ ની બહેન ને તું મારી નાખ ! એનું માથું વાઢીને ઝાડ પર લટકાવી દે છે ! કહી ખુબજ ગુસ્સાથી એની સામે જોવે છે.

             યુવકે કહ્યું હું બાજુમાંજ ગામ છે ત્યાં રહું છું, મારી પત્ની મારા બધાજ પૈસા લઈ ને લગન ને બીજેજ દિવસે મારા માતા પિતાને ચા માં ઝેર નાખી મારી નાખી ને ચાલી ગઈ છે, પોલીસ કહે છે કઈજ સાબિત થઈ જાય નહીં ત્યાં સુધી અમે તમારી પત્ની ને કસૂરવાર ઠરાવી શકીએ નહી, ઘરના બધા કહે છે થયું પુરુષ થઈ મારી બૈરી મારા માં બાપ ને મારી નાખ્યાં કઈજ કરી ન શક્યો હું ! અને મને ઝનૂન ચડ્યો કે મારી પત્ની એ મારા માતા પિતાને મારી નાખ્યા હું બીજાને મારી નાખીશ તો મને શાંતિ મળશે ઓછામાં ઓછું ૨૦ મહિલાનાં માથા કાપવા છે, મારે મારી પત્નીએ માં બાપ ને મારી નાખ્યાં મે મારા બાપ માં તો ગુમાવ્યા પરંતુ ગામમાં માથું ઊંચકી જીવવા જેવો હું નથી રહ્યો માટે મે મારી નાંખી બધી ને મારી પત્ની મળે તો એને એમજ મારી નાખું ગુસ્સો ઉતારવાનું ઝનૂન છે મને કહી લાલ આંખે સરપંચ ની સામે જોયું, સરપંચે એને બીજે દિવસે કહ્યું એવી જ રીતે મૃત્યુ દંડ આપ્યો પરંતુ ઝનૂનમાં કેટલાની જિંદગી હોમાઈ !


Rate this content
Log in

Similar gujarati story from Crime