STORYMIRROR

Rekha Shukla

Action Crime

4  

Rekha Shukla

Action Crime

જબ લિયા તેરા નામ

જબ લિયા તેરા નામ

2 mins
278

આફ્રિકાથી આફ્રિકન માસ મર્ડર સુધી.

હકીકત એમ બની કે તણખલાના આસન ઉપરથી ના બોલ્યા શબ્દો તો પણ પેટાવી ગઝલ ? ને માંચડે ચડી તો ગયો તો પણ સાથે લેતો ગયો ૫ ને ડૂબાડ્યા ભાવિ ફેમીલી મેમ્બર્સના. માણસ કેટલો ડેસ્પરેટ ને ઇવીલ હશે કે આવું થયું. જન્મીને મોટો તો હું ઇશ્ટ આફ્રિકામાં થયો. ને કોલેજ કરવા ઇન્ડીયા પહોંચ્યો. ભણીને આવ્યો પાછો પછી આઇ રીનાઉન્સ માય સીટીઝનશીપ ઓફ આફ્રિકા એન્ડ વેન્ટ ટુ ઇંગલેંડ ત્યાં જનરલ મોટર્સમાં ૮ વર્ષ કામ કર્યા પછી શિકાગો પહોંચ્યો. વર્ષ પછી ઇન્ડીયામાં જઈ લગ્ન કર્યા. ને કામ લાગ્યો,

૨૫ વર્ષ એક કંપનીમાં કામ કર્યુ ને પછી કેમિકલ ડિસ્પોઝલ ન્યુઝમાં કંપની બંધ કરાઇ ને બીજી કંપનીમાં જોબ ચાલુ કરી. ૧૨ વર્ષ કામ કર્યુને છેવટે રીટાયરમેંટ લીધું. મોટો હોદ્દો હોય તેથી હાથ નીચે કામ કરતા માણસો સાથે રોજબરોજ ડીલીંગ કરવું પડે ને કામ કઢાવવું પડે. દરેકના નેચર જુદા...

ધરના પ્રોબ્લેમ લઈને માથાભારે સ્વભાવવાળા હોય, કામ કરવાના દગડા, ઉપરવાળા પ્રેશર મૂકે કામ કઢાવો ને આ બધા પાસેથી કામ કઢાવવું એટલે ભીંત સાથે માથું રોજ પછાડવું. તો પણ સમજાવી ફોસલાવીને કામ કઢાવી ધરે ખુશી ખુશી આવતો એક એજ કારણ કે પત્ની બાળકોને ખુશ જોંઉ.

શિકાગો હચમચી ગયું આજે જ્યારે મારી નજર સામે છ પોલિસ સ્ક્વાડકાર્સ ને શરીફકાર સાયરન વગાડતી પાસ થઈ. આશ્ચર્યચકિત નજરો તાંકતી રહી..ઘરે જઈને ટી.વી ઓન કર્યુ તો ન્યુઝ્માં મારી જ કંપની ! ઓન ગોઇંગ શુટિંગના સમાચાર. થરથરી જવાયું કે આ ગેરી જ હશે. બહુજ ખરાબ માણસ હતો. તમારી સામે ઘૂરકે ડાઘિયા કૂતરાની જેમ તેથી બધા ડરે ઉપરથી યુનિયન તેથી તેની પાસે કામ કઢાવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવા. ઉપરથી ગન 'ઓન' કરતો હતો તો બધા ડરે. ઉપરવાળા લેટ સ્લીપીંગ ડોગ લાય ..ને આંખ આડા કાન કરતા. એને જરૂર પડે તો મારી પાસે મદદ માંગે ને આપેલું કામ ઝડપથી તૈયાર કરી બેઠો બેઠો વજન ઉંચકે...!! હઠ્ઠો-ગઠ્ઠો છ ફૂટ ઉંચો પહેલવાન કોઇ એનું શું કરી લેવાના છે તેવી જ એટીટ્યુડ તેથી ઇવન એચ.આર વાળા પણ કંઇ કરતા નહી.

બોસ તમારી સામે કંપલેન ફાડી નાંખે. પોતે રાજા થઈને ફરે પણ રાક્ષસવૄત્તિ છેવટે બહાર આવી જ ગઈ જ્યારે તેને ફાયર કર્યો'. કંપનીવાળાએ કાઢી મૂક્યો તો ત્યાં ને ત્યાં પાંચના જીવ લીધા. અરે રે ! હું બધાને જાણતો. નાની ઉંમરના છોકરાઓવાળા ફેમીલી વાળાનું હવે કોણ ? પોલિસ આવી ચાર મિનિટમાં તો ચાર પોલિસોને શુટ કર્યા ને ઘાયલ કર્યા. ને પછી કાયર આટલી મોટી કંપનીનું નામ બગાડી ડરતો ડરતો સંતાઈ રહ્યો કે છેવટે દોઢ કલાકે પકડાયો ત્યારે માર્યો ગયો.

પોલિસ એમ્પોલોઈ બધા રાત્રે આઠ વાગ્યા સુધી ધરે ના જઈ શક્યા. તે મર્યો ને મારતો ગયો. આફ્રિકન મર્ડરર !! બધાની આંખો શોકમાં ને તે તો ઓફિસની ફ્લોર પણ સૂતો લોહી લૂંહાણ ! (સત્યઘટના)


Rate this content
Log in

Similar gujarati story from Action