Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Hetal Chaudhari

Tragedy Crime


4.5  

Hetal Chaudhari

Tragedy Crime


જાનકી

જાનકી

3 mins 263 3 mins 263

રોજ ની જેમ ૬ વાગતા જ જાનકી ધરની બહાર નીકળી ગઈ, ડાર્ક રેડ લિપસ્ટિક, ભડકાઉ મેકઅપ, ટાઇટ ,જીન્સ પર ટૂંકી ટીશર્ટ, બેફિકર થઇ પર્સ ઝૂલાવતી તે મોં પર બિન્દાસ ભાવ લઇ શેરીમાંથી બહાર નીકળી, ત્યારે તેને હાશ થઇ.

ઘરમાંથી નિકળી શેરીમાંથી પસાર થઇ બહાર આવતાં માડ પાચ મિનિટથી પણ ઓછો સમય થતો પણ તે તેને ખુબ જ મુશ્કેલ લાગતો કેમકે આજ સમયે જ્યારે તે ઘરની બહાર નીકળતી કે બીજી સ્ત્રી ઓ તેને જોઇ મોં મચકોડતી. ઘરનાં કોઇ પણ પુરૂષને બહારથી હાથ પકડીને ઘરમા ખેંચી જવાતો ,જોકે એ પુરૂષોની આંખોમાં પોતાને ભોગવી લેવાની લાલચ તે સ્પષ્ટ જોઇ શકતી. પણ તે એક હાઇ ક્લાસ કોલગર્લ હતી જે એક રાતના ૨૦ થી ૫૦ હજાર સુધી ચાર્જ કરતી જે ચૂકવવાની આ સામાન્ય રહેતા એ પુરૂષોનું ગજુ ન હતું અને એટલે જ દ્રાક્ષ ખાટી એમ તેઓ પત્ની આગળ શરીફ બની રહેતા.

જાનકી સ્ત્રી ઓની તિરસ્કૃત અને પૂરૂષોની વાસનાયુક્ત બંને નજરોથી અકળામણ થતી. જેમ બને તેમ નફ્ફટ અને બિન્દાસ દેખાવાનો પ્રયત્ન કરતી પણ અંદરથી હચમચી જતી. સ્કાયસ્ટાર હોટલનુ એડ્રેસ આપી રીક્માષા બેઠી, રિક્ષાની ગતિ સાથે વિચારોની ગતિ પણ તેજ થઇ.

બાપ એક નંબરનો દારૂડિયો હતો જેને ઘરની કોઇ પડી ન હતી. અને તે તેરેક વર્ષની હતી ત્યારે આંખ સામે માને સળગી મરતાં જોઇ હતી. માને તો એના દારૂડિયા પતિથી છૂટકારો મળી ગયો, પણ તે અને બીજા બે માસુમ નાના ભાઈઓ હવે આ દારૂડિયાના ત્રાસનું નિશાન બન્યાં. ભણવાનું તો છૂટી ગયું પણ પોતે ગમે તે કામ કરી ઘરમાં બે પૈસા લાવતી તે બાપ પીવામાં વાપરી કાઢતો. એટલુ સારૂ હતું કે આટલા મોટા શહેરમાં નાનકડી શેરીમાં બાર બાય બારનું નાનકડું ભલે ખોલી જેટલુ પણ પોતાનું ઘર હતું એટલે માથા પર છત હતી.

બંને ભાઈઓ સરકારી સ્કુલમાં ભણતાં એટલે બપોરનું ખાવાનું સ્કૂલમાં મળતુ અને રાતે ગમે તેમ આજુબાજુનું કામ કરી ખાવાનો જોગ કરી આપતી. શેરીનીજ એક સ્ત્રીએ તેને શહેરના પોશ ગણાય એવા એરિયામાં કામે લગાડી આપી. તે કામ કરતી તે શેઠનીજ નજર તેનાં પર બગડી, મજબુરી એ તેને નાની ઉંમરે ધણું શીખવી દીધું હતું. ચૌદ વર્ષની કુમળી વયે પોતાનું કૌમાર્ય ગુમાવી એક હજાર રૂપિયા હાથમાં આવતાંજ આજે પોતે ભાઇ ઓ સાથે બેસીને ઘરાઇને ખાઇ શકશે એ વાતથી તે ખુશ થઇ ગઇ.

પછી તો શેઠ ને શેઠના દોસ્તો અને દોસ્તોના દોસ્તો તેનું નેટવર્ક વધતુંજ ગયું, આજે વીસ વર્ષની ઉંમરે તે શહેરની મોસ્ટ ડિમાન્ડિંગ કોલગલૅ બની ગઇ હતી.

બાપ તો દારૂ પીને મરી ગયો, પણ પોતાના અધુરા રહેલા સપનાઓ ભાઇઓ પાસે પુરા કરાવા હતાં. બંને ભાઈઓને ખૂબ ભણાવવા હતા. બંને ભાઇઓ પણ ભણવામાં ખુબ તેજ હતાં. બંને ડોક્ટર બનવાના સપના જોતાં. તે બસ એ સપનાઓ પૂરાં કરવા પોતાની જાતને નિચોવતી જતી હતી. એમ પણ તેનું નામ જાનકી હતું બીજાના સુખ માટે જાતને નિચોવવાનું તો તેના નામમાં જ હતુંને.

બ્રેક સાથે રીક્ષા હોટલના પાર્કિંગમાં ઉભી રહી વિચારોને ખંખેરતી, રિક્ષા ચાલકને પૈસા ચૂકવી, મોઢા પર નકલી હાસ્ય લહેરાવતી તે હોટલના પગથિયાં ચઢી ગઈ.


Rate this content
Log in

More gujarati story from Hetal Chaudhari

Similar gujarati story from Tragedy