RATILAL VAYEDA

Drama Thriller Others

2  

RATILAL VAYEDA

Drama Thriller Others

જાદુગર

જાદુગર

2 mins
47


આ દુનિયામાં હજારો વર્ષોથી માનવીના મનોરંજન માટે જાદુઈ વિદ્યાના પ્રયોગો થતા આવ્યા છે. જાદુગર પોતાની આગવી શૈલી અને કુશળતાથી લોકોના મનને મનોરંજન કરે તેવા દિલધડક કાર્યક્રમો સ્ટેજ ઉપર બતાવતા હોય છે. જાદુગરરત દેશમાં જ નહિ પરંતુ દુનિયાના જુદા જુદા દેશમાં જુદા જુદા જાણીતા જાદુગરો જોવા મળ્યા છે.

હાઉદીની નામનો જાદુગર ઘણા બધા મહત્વના અને દિલધડક પ્રયોગો કરી અને લોકોને ખુશ કરતો હતો.

આપણા ગુજરાતમાં મોહમ્મદ છેલ. કે.લાલ. જેવા જાણીતા જાદુગર હતા.

ડેમીનો નામનો જાદુગર દુનિયામાં અજબ ગજબના પોતાના પ્રયોગો કરી અને લોકોના મનોરંજન કરે છે ન માની શકાય તેવા પ્રયોગો કરી અને લોકોને આશ્ચર્યચકિત કરી દેતા હોય છે.

તો પોતાની હાથચાલાકી, વશીકરણ, મંત્ર, તેમજ મંત્ર-તંત્રનો કદાચ પ્રયોગો કરતા હશે.

સ્ટેજ ઉપર નાની પેટીમાં માણસને પુરી અને તેને ચારેય તરફથી ફરીને તલવાર ખોસે છે અને બતાવે છે. માનવીના ઉપર કરવત ચલાવી અને તેના બે ટુકડા કરી શકે છે. તેને હવામાં લટકાવી શકે છે.

 જાદુગર હાથમાં રાખેલી છડી દ્વારા અમુક અનેક પ્રકારના જુદા જુદા પ્રયોગો બતાવે છે ટોપી માંથી પંખી કાઢી આપે જાતના રંગબેરંગી ફૂલો કાઢી આપે.

 ઘણા બધા દિલ ધડક પ્રયોગોહોય છે જેનું ઘણું બધું લાંબુ લિસ્ટ છે.

 આમ જાદુગર પોતે વ્યક્તિઓના અને માનવજીવનને આનંદમાં લાવી દે તેવા પ્રકારના દિલધડક પ્રયોગો કરી અને લોકોને મનોરંજન કરાવે છે સામે પક્ષે લોકો પણ તેને રાજી થઈ અને તેની સારી ટિકિટ ખર્ચી અને આ કાર્યક્રમમાં જોવા જતા હોય છે એટલું જ નહીં કેટલાક લોકો ખુશી ભેટ આપી અને તેઓને બિરદાવતા હોય છે. દરેક જાદુગરની કાર્ય કરવાની અલગ અલગ રીત હોય છે. કાળા, ચમકતા, રંગબેરંગી કપડામાં તેઓ સ્ટેજ પર આવી અને ઘણા કર્તવ્યો બતાવે છે અને તેના સાથીદારોની મદદથી લોકોને ત્રણ કલાક સુધી મનોરંજન કરે છે.

મોટાભાગે કોઈપણ જાદુગર પોતે આ પ્રયોગો કેવી રીતે કરે છે તેની લોકોને માહિતી આપતા નથી.

જાદુમાં દિલ ધડક ખેલ જોવા માટે ખાસ જવું જોઈએ.


Rate this content
Log in

Similar gujarati story from Drama