MITA PATHAK

Crime

4.0  

MITA PATHAK

Crime

ઇર્ષા

ઇર્ષા

3 mins
174


મારી પ્રાણ પ્રિય પત્નીની લાશ જોઇને હું સર્વાંગ ધ્રુજી ઉઠ્યો. મારી આંખમાંથી અનરાધાર અશ્રુઓ સરી પડ્યા. મારું રુદન પોલીસ વ્હેનની આવી રહેલી સાયરનમાં દબાઈ ગયું. શું મેં મારી પત્નીની હત્યા કરી હતી ? આ સવાલ મારા દિલને ધ્રુજાવી ગયો. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. કૉલેજ સમયથી અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. અમે લવ મેરેજ કર્યા હતા. મારા પ્રાણ પ્રિય પત્ની રમોલાની હત્યા? અને તે પણ મારા હાથે? કલ્પનામાં પણ તે શક્ય નથી. લગ્નજીવન દરમિયાન મેં કદી તેના પર હાથ પણ ઉપાડ્યો નથી. ઓરડામાં મારા સિવાય બીજું કોઈ હાજર નહોતું! સામે મારી પત્ની રમોલાની લાશ પડી હતી. આવા સંજોગોમાં પોલીસ મને જ હત્યારો સમજી બેસશે.

એવામાં પોલીસ આવીને બધું જોવે છે. રમોલાની લાશની બાજુમાં અટકી ગયેલા અને અવાક બનેલા રમેશ ત્યાં ઢળી પડયા છે. પોલીસ તેને કેટલાય પ્રશ્નો પૂછે ! પણ તેના મોઢામાંથી એકપણ શબ્દ બહાર નીકળી શક્તો નથી. એટલે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાઇ છે. રમેશને પોલીસ તેમની સાથે પુછપરછ માટે લઇ જાય છે. થોડો સજાગ થતા જ તે પોલીસને બધુ કહે છે. મેં મારી પત્નીને નથી મારી. હું એના વગર જીવવાની પણ કલ્પના નથી કરી શકતો. રમોલાની મેં બૂમ સાંભળી એટલે દોડીને રુમમાં ગયો. જ્યાં પત્નિની લાશ પડી હતી. રમેશભાઈને પૂછપરછ કરી, તે વખતે જવા દે છે પણ ગમે ત્યારે પોલીસ સ્ટેશન હાજર થવું પડશે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ રમોલાના શરીરમાં ઝહેરનું પ્રમાણ જોવા મળ્યું જેથી તેનુ મૃત્યું થયું છે. રમેશભાઇને પોલીસ સ્ટેશન બોલાવી જાણ કરવામાં આવે છે. પણ કેવી રીતે એ શક્ય બને. રમોલાની રુમની ખૂબજ ચોકસાઈથી શોધ ખોળ કરાય છે ત્યાં કબાટની નીચે એક સોય મળી આવેલ છે. તેને લેબમાં મોકલવામાં આવે છે તેના પર ખૂબ ઝેરી ઝહેર લગાડવામાં આવ્યું હતું.

"હા સાહેબ મેં તેને કહ્યું હતું મારા શર્ટનું બટન ટાંકવા માટે પણ તેને કોણે આવું કર્યુ હશે."

'મેં શર્ટ પલંગમાં જોયુ. તમારી કોઈ સાથે દુશ્મની ?

'ના સાહેબ ! એવું તો કંઈ જ નથી.'

'તમારા ઘરમાં કોઈની અવરજવર ?'

'ના ફકત મહિનામાં એકવાર કીટી પાર્ટી મારી પત્નિ કરતી. તેને તૈયાર થવાનો અને રસોઈ બનાવવાનો ખૂબ શોખ છે.તેની બહેનપણી કેવી હતી. હા બધી સારા ઘરનીજ છે. અને ઉપરથી એક બે સહેલી તો અમારી સાથે કૉલેજમાં હતી.'

'અચ્છા, બધાની જાણકારી અને ફોન નંબર બધી માહિતી લખો. તમે ઘરે જાવ. તમને બોલાવામાં આવે ત્યારે હાજર થઈ જશો.'

રમેશ ખૂબ રડે છે ! અને પોલીસ ને કહે છે, 'તમે તરત જ શોધ કરો મારી પત્નીની હત્યા કોણે કરી છે ?

પોલીસ તપાસ ચાલું કરી દીધી છે. છેલ્લે કોની સાથે વાત થઈ ત્યાં લઈને બધા ફોન ડેટા ચેક થઈ રહ્યા છે. તેમાં એક નંબર પર સૌથી વધારે વાત થઈ હતી. રમેશને બોલાવી;

'કોનો નંબર છે ?' પૂછપરછ કરે છે.

'આ તો ! અમારી બન્નેની ખાસ સહેલી સેજલ છે. અમારાથી ઘરથી નજીક તેનું ઘર છે. તે ઘણીવાર રમોલા સાથે બેસવા આવે છે. અને મારી સાથે પણ ખૂબ મસ્તી મજાક કરે છે. એ એવું ના કરી શકે.'

પોલીસે સેજલને બોલાવે છે બધી પૂછપરછ કરે છે પણ આડાઅવડા જવાબ ફટાફટ આપી ત્યાંથી નીકળી જાય છે. પોલીસ તેના પર નજર રાખે છે. અને ખૂબ તપાસ કરે છે.

ત્યારબાદ થોડાદિવસો પછી...

ખબર મળે છે ! કે બે મહિના પહેલા તેને અતિઝહેરી ઝહેર મંગાવ્યું હતું. તેની જાણ થતા. પોલીસ તેની ધરપકડ કરે છે. અને કહે છે કે તેજ એની હત્યા કરી છે બધા સબૂત તારા બાજુ છે. સીધી રીતે કહીશ કે પછી !'

'ના ના કહું છું. મારી મતિ- બગડી ગઈ હતી. હું પણ કૉલેજ કાળથી રમેશને પ્રેમ કરતી હતી. પણ રમેશે રમોલા સાથે લગ્ન કરી લીધા. અને ઉપર બન્નેનું સુખી જીવન જોઈ મને ખૂબ જ ઇર્ષા થતી. ઉપરથી રમેશ પણ હજુ મારી સાથે એટલોજ મસ્તી મજાક કરતો હતો તો પછી ! મને કેમ ન અપનાવી. આખો દિવસ મને રમેશનાજ વિચારો આવતા હતા. એટલે મારાથી આ અવિચારી પગલું ભરાય ગયું. હુ શું કરુ. રમેશ પણ મને કયારેય માફ નહિ ! મને માફ કરી દે મારી સખી રમોલા મેં ઇર્ષા વશ થઈ ને તારો જીવ લઈ લીધો !


Rate this content
Log in

Similar gujarati story from Crime