MITA PATHAK

Drama Romance

4.0  

MITA PATHAK

Drama Romance

હુતોહુતી

હુતોહુતી

1 min
152


પલ પલ દિલ કે પાસ... સુંદર ગીત ચાલી રહ્યું છે. સાથે સંધ્યાનો સાથ હોય અને રુમમાં કેન્ડલ લાઇટ, આછો પ્રકાશ પથરાયો હોય છે. ધીમું સંગીત સાથે ગીતની લાઈન હવામાં લહેરાતી હોય છે. તેમની મનગમતી સાડી પહેરીને બાહોમાં તેમની સાથે આંખોમાં આંખ નાંખી,..ધીમું નૃત્ય ચાલી રહ્યું છે. એક બીજાની ધડકનો અવાજ સંભળાતો હોય છે.ગીત સંગીતમાં એકબીજામાં એવા ખોવાઈ ગયા છે કે જાણે દુનિયાથી દુર અલીપ્ત દુનિયામાં ખોવાય ગયા હોય છે. ખળખળતી નદી ને આજુબાજુ સુંગધીદાર પુષ્પની સુંગધ મનને તૃપ્ત કરી રહી છે. શીતળ પવન બંન્ને જાણે વધુ નજીક લાવી રહી છે. ચંદ્રમાં જાણે ચાંદની ફેલાય હોય !!અને બન્નેના મનને આનંદ વિભોર કરી રહ્યા છે. અને પોતે વિતાવેલી એ મીઠી યાદોમાં બંન્ને ખોવાઈ જાય છે . હવે માત્ર ગીત અને સંગીતનો અવાજમાં એકબીજાને સંભળાય રહ્યો છે.અને બંન્ને પ્રેમનો એકરાર કરી રહ્યા છે.ગીત પૂર્ણ થાય છે.બંન્ને એકબીજાને ભેટી પડે છે. હેપી મેરેજ એનિવર્સરી ડીયર.ઓહ!ડીયર હેપી મેરેજ એનિવર્સરી..લવ યુ...            તમે બેસો હું જમવાનું લાવું છું. અને જમવાની સાથે કેક લઈને આવે છે. અરે વાહ! સુંગધ ફેલાવી દીધી.ચાલ જલદી કેક કટ કરીયે. કેક કટ કરી બંન્ને ભોજન પુરુ કરે છે.કામ પતાવી તેની પત્ની તેની રુમમાં જાય છે. ત્યાં સુધી તેના પતિ લગ્નનો આલબમ કાઢીને રાખ્યો હોય છે.પાછા બન્ને પોતાની ભૂતકાળની યાદોમાં ખોવાય જાય છે. અને પતિપત્ની એકબીજાની સમીપ આવી જાય છે .અને પતિ કહે છે; સમય પણ ક્યાં... પસાર થઇ જાય છે !! તેની કોઈ જ ખબર રહેતી નથી.ત્યાં જ પત્નિ બોલે છે ;હા!આપણે બંન્ને એકબીજાને વરસો સુધી ઓળખતા પણ ન હતા. પણ અત્યારે બે વ્યકિત હોવા છતાં જાણે એકરૂપ થઈ ગયા છે.  


Rate this content
Log in

Similar gujarati story from Drama