Kalpesh Patel

Drama Thriller

5.0  

Kalpesh Patel

Drama Thriller

હું હજુ જાગું છું

હું હજુ જાગું છું

10 mins
2.9K


અકળાવતી એકાંતની નાજુક ક્ષણે ઈવાને મરવા માટે પ્રેરિત કરી દીધી હતી. બાથરૂમનાં ખાનામાં રેટ પોયઝનના પાવડરનું બોક્સ હતું. એ ઊભી થઈને એ લેવા જતી હતી. બરાબર એ જ સમયે એના દરવાજા પર ટકોરા પડ્યા. ઈવાના હાથમાંથી તે પાવડરનું બોક્સ પડી ગયું. “કોઈ ઘરમાં છે ? બહાર બહુ તોફાન છે. હું ફસાઈ ગઈ છું.” કોઈ બહારથી મદદની કોઈ પોકાર કરતુ હતું. ઈવાને પળવાર તો ખબર જ ન પડી કે શું કરવું ? “પ્લીઝ, દયા કરીને દરવાજો ખોલો ને,” થોડી વાર પછી ફરીથી અવાજ આવ્યો. બસ આજની રાત આશ્રય આપી દો. ઈવા એમ જ ઊભી રહી હતી. દરવાજા પરથી કોઈના પગલાંનાં પાછાં ફરવાનો અવાજ આવ્યો. કદાચ પેલો અજાણ્યો આગંતુક નિરાશ થઈને પાછો ફરી રહ્યો હતો.

ઈવાએ એકદમ દોડી અને દરવાજો ખોલ્યો. વીસેક વર્ષની એક છોકરીએ પાછળ ફરીને જોયું. “ઓહ, થેંક યુ વેરી મચ.” કહેતી અને સહ-સ્મિત ઉમેર્યું. “જુઓને, અચાનક જ તોફાન ચાલુ થઈ ગયું કેટલો બરફ પડે છે, અને હું રસ્તામાં જ ફસાઈ ગઈ છું. અજાણ્યા વિસ્તારમાં હું ભૂલી પડી છું.” પેલી છોકરી નોન સ્ટોપ બોલે જતી હતી. ઈવાતો હજુ દરવાજે ઊભી હતી. અને તે છોકરી ઘરમાં પ્રવેશ કરી ચૂકી હતી !, ઓહ સોરી.મેમ, હું તો અંદર આવી ગઈ, તમે પણ હવે અંદર તો આવી જાવ.” આગંતુક, ઈવાને ઘરમાં લઈ આવી.

“મારું નામ ગેલિના સ્મિથ. અરે લાઈટ નથી ? વાંધો નહીં. મારી પાસે બેટરી છે.” અને એણે બેટરી ચાલુ કરી. નાના એવા રૂમમાં અજવાળું થઈ ગયું. છેલ્લા કેટલાય સમયથી એકાકી જીવતી “ઈવા” તેની ભૂતકાળની બિહામણી ક્ષણોથી ડરીને અંધકારમાં રહેવા ટેવાયેલી હોઈ તેની આંખો બેટરીના ચમકતા અજવાળાથી અંજાઈ ગઈ. ઈવાએ પોતાની જાતને સંભાળતા ફ્લોર લૅમ્પ ચાલુ કર્યો, અને બોલી છોકરી મને તીવ્ર રોશની નથી ગમતી, તારી બેટરી બંધ કર, ઈવા ચહેરો ફેરવી ગઈ.

ગેલિના હવે સ્વસ્થ હતી તે 'ઈવા'ને નીરખી રહી, ચોળાઈ ગયેલ ઢીલું ગાઉન, અને વીખરાયેલ વાળ, નિસ્તેજ ચહેરો અને સાવ નંખાઈ ગયેલું શરીર... ગેલિના મૂઝાઈ ગઈ વિચાર્યું કે તે ખોટી જગ્યાએ આવી. બેક-યાર્ડમાં ગેસ્ટ રૂમ છે તું ત્યાં જા, અને હીટર ચાલુ કરીને સૂઈ જા. સવારે જતી રહેજે.” 'ઈવા'ને એકતરફ આ છોકરીની દયા આવતી હતી, બીજી તરફ આંતરિક રીતે તેના એકાકી જીવનમાં કોઈની દખલથી નારાજ થતી હતી.

સવારે ખુશનુમા હુફાળો તડકો હતો, ઈવા બેઠી હતી ત્યાં ગેલિના આવીને બોલી “તમે તો પ્રખ્યાત પિયાનો વાદક ઈવા છો ને ? ઓહ ગોડ, તમે નહીં માનો, પણ હું તમને શોધતી જ અહીં નિકોલાવેસ્ક આવી હતી. અને જુઓ તો ખરાં, કેવા સંજોગોમાં આપણો અણધારેલ મેળાપ થયો ?” ગેલિના ખુશીથી ઉછળી જ પડી. ઈવાને નવાઈ હતી કે ગેલિનાએ કેવી રીતે તેને ઓળખી ? ગેલિના એ ઉત્સાહથી ઉમેર્યું, મેડમ ઈવા નાનપણથી લઈને અત્યાર સુધી હું તમને દેવીની જેમ ચાહતી હતી. એણે આવેશમાં ઈવાના બંને હાથ ચૂમી લીધા. “મેમ, હું તમારી બહુ મોટી ફેન છું. તમારા પ્રોગ્રામ જોઈને જ મોટી થઈ છું. તમે મારા આદર્શ છો મેમ. કોન્સેર્ટમાં પિયાનો વગાડતા જોઈને મેં પણ પિયાનોની તાલીમ લીધી છે. ઓહ મેમ, હું આજે ખુબ જ ખુશ છું.” ગેલિનાની ખુશી સમાતી જ નહોતી. હું ઘેરથી જિદ કરીને એ દસ દિવસ માટે હું તમારા શહેરમાં આવી હતી. ફક્ત તમારી તલાશમાં. આટલા દિવસોથી હું “ઈવા મેડમ” તમોને શોધતી હતી..હું લગભગ નિરાશ જ થઈ ગઈ હતી. ત્યાં જ તમારો ભેટો આજે થઈ ગયો. ઈવા તો નવાઈથી ગેલિનાને બોલતીજ જોઈ રહી. આખા નિકોલાવેસ્ક શહેરમાં કોઈ એને ઓળખાતું નહોતું. ‘કોન્સેર્ટ અને પિયાનો ’ જેવા શબ્દો તો જાણે વર્ષો પછી સાંભળ્યા હોય એવું ઈવાને લાગ્યું.

પણ તને કેવી રીતેખબર પડી કે હું અહીં નિકોલાવેસ્ક છું ? ઈવાએ પૂછ્યું,

“ઓહ મેમ, ઈટ્સ સો ઈઝી. યાદ છે ? તમે ‘મ્યુજિક વર્લ્ડ’ નામનાં એક મેગેઝીનનાં ઈન્ટરવ્યુમાં તમોએ કીધેલ કે જીવનનાં પાછલાં વર્ષો તમને  નિકોલાવેસ્ક શહેરમાં વિતાવવા ગમશે એવું તમે કહ્યું હતું. બસ એ જ વાતને પકડીને હું અહિયાં આવી ગઈ. મને ચોક્કસ ખાતરી હતી કે તમે મને જરૂર મળી જશો.અને કાલે રાત્રે ગેસ્ટરૂમમાં મેં તમારો ફેમિલી ફોટો જોતાં મને મંજીલ મળી.

“પ્લીઝ મેમ, હું ઘણી આશા સાથે વિનવું છું. થોડા દિવસ માટે તમારી સાથે રહેવા દો. મને બસ તમારી પાસેથી પિયાનો વાદન શીખવું છે.” ગેલિના વિનવી રહી ઈવાને. પણ ઈવાએ નક્કી કરી રાખ્યું હતું કે એ હવે પિયાનોને હાથ નહીં લગાડે.

“મેમ, મારા બદલે જો તમારી પોતાની દીકરી હોત તો શું તમે એને પણ ના જ પાડી હોત ? આ ગેલિના નહીં, પણ તમારી દીકરી તમને વિનંતી કરી રહી છે એમ સમજીને માની જાવ, પ્લીઝ.” ગેલિનાએ છેલ્લો પ્રયત્ન કરતા કહ્યું.

ગેલિનાએ અજાણતા જ ઈવાની દુખતી નસ પર હાથ રાખી દીધો હતો. તેની દીકરી એલેનાની યાદથી ઈવાની આંખ ભરાઈ આવી.. એણે પહેલીવાર નીરખીને ગેલિનાને જોઈ. સપ્રમાણ દેહલતા, ગોળ સુંદર મોં,લાંબા કાળા વાળ અને નિર્દોષ હરિણી જેવી આંખો. અદ્દલ 'એલેના'ના જેવી જ આંખો હતી ગેલિનાની. નિર્દોષતા અને અલ્લડતાનો એવો સંગમ જે ભાગ્યે જ જોવા મળે. ઈવાને લાગ્યું કે ગેલિના નહીં પણ તેની દીકરી વિનવી કહી રહી છે, ‘ચાલ મમ્મી, પ્રેક્ટીસ ચાલુ કરીએ.’ અને 'એલેના'ની યાદમાં ઈવાએ નિર્ણય કરી લીધો.

“હું તને શીખવાડીશ. પણ મારી અમુક શરતો છે.”

“તમારી બધી જ શરતો મંજૂર છે મેમ, થેંક યુ સો મચ.” ગેલિનાએ એનો હાથ પકડીને હલાવી રહી હતી.

“બે દિવસ પછી મને સવારે દસ વાગે અહીં જ મળજે.” અને નિયમિત આવજે મને અનિયમિતતા પસંદ નથી, ટ્યુશન દરમ્યાન બીજી ફાલતુ વાતો પણ નહીં કરવાની,કોઈ ફી નથી આપવાની મારી આ શરત રહેશે આટલું કહીને ઈવા અંદર જતી રહી.

ગેલિના બે દિવસ પછી આવી તો આખા ઘરની રોનક જ બદલાયેલી હતી. ધોવાયેલા પડદાં અને સાફ સફાઈથી ગોઠવેલું ફર્નિચર ઊડીને આંખે વળગતું હતું. અને ઈવા ! એ તો સાવ જ બદલાઈ ગઈ હતી. પિન્ક સૂટમાં સજ્જ ઈવા એકદમજ તરોતાજા લાગતી હતી. “વાઉ મેમ, યુ લૂક વન્ડરફૂલ.” ગેલિના બોલી. ઈવા હસી પડી. જાણે કેટલાય દિવસો પછી ઈવા મુક્ત હસી ! એ પછીના દિવસોમાં ઈવાનું એ કોટેજ સવારથી સાંજ પિયાનોના સૂરથી ગુંજવા લાગ્યું. ઈવા ખૂબ તલ્લીનતાથી ગેલિનાને શીખવાડતી હતી. ગેલિના પણ એટલી જ કુશળતાથી બધું ગ્રહણ કરી રહી હતી. ગેલિના તીવ્ર યાદશક્તિ ધરાવતી હોઈ બહુ જલ્દીથી એ બધું શીખી લેતી હતી.

'ઈવા' પણ જાણે પોતાનું એકાકીપણું, માનસિક પરિતાપ બધું જ ભૂલીને નવેસરથી જીવનમાં ગોઠવતી જતી હતી. ગેલિના નામની ચિત્રકાર જાણે પોતાના વ્યક્તિવરૂપી બ્રશથી ઈવાના કાળા પડી ગયેલા જીવનમાં રંગો ભરી રહી હતી. 'ઈવા'ને પણ આ રંગીન જીવન ગમવા લાગ્યું હતું. આમ ને આમ એક મહિનો ક્યાં પસાર થઈ ગયો ખબર જ ન પડી.

“આજે ગેલિનાને બહુ મોડું થઈ ગયું.” 'ઈવા' તૈયાર થઈને ગેલિનાની રાહ જોતી હતી. રોજ દસનાં ટકોરે હાજર થઈ જતી ગેલિના સાડા દસ થયા તોય આવી નહોતી. 'ઈવા'ને ચિંતા થઈ. ગેલિના વિષે એને બહુ ઓછી ખબર હતી. એ નિકોલાવેસ્કમાં ક્યાં રહે છે એ પણ 'ઈવા'એ પૂછ્યું નહોતું. ત્યાં “મેમ, હું આવી ગઈ.” ગેલિનાએ ઘરમાં આવતાં જ કહ્યું. 'ઈવા'એ કંઈ જ ન કહ્યું. બંનેએ પ્રેક્ટીસ ચાલુ કરી. પણ આજે ગેલિના બેચેન હતી. બે ત્રણ વાર 'ઈવા'એ એને ટોકી. અને તે દિવસે સાંજે પાછા વળતી વખતે બોલી.

“મેમ, મારે એક વાત કરવી છે.” ગેલિનાએ થોડા સંકોચથી વાત શરુ કરી.

“હા, બોલ ને.”

મેડમ આવતે અઠવાડિયે મોસ્કોમાં ઈવેંટ છે, તેમાં તમારે આવવાનું છે આવશો ને ? ના હું નિકોલાવેસ્ક છોડી ક્યાય નહીં જાઉં,પણ હા, તું ક્યાં રહે છે ? ગેલિનાએ એક નબર અને સરનામું લખાવતા જણાવ્યુ કે તે મોસ્કો તેના પાપા સાથે રહે છે. મેડમ ફરીથી વિચારજો,તમારી હાજરી મને ગમશે. અને આજે મારે વહેલા જવું છે.” 'ઈવા' ના- ના કરતી રહી અને ગેલિના પાછું જોયા વગર બહાર નીકળી ગઈ.

'ઈવા' તો ગેલિનાને કોઈ જ હિસાબે જવા દેવા નહોતી માંગતી. પોતાનાં એકાકી જીવનમાં એક ગેલિનાજ હતી જે નવી આશાનું કિરણ લઈ આવી હતી. ઈવા ફરી એક વાર એ ગુમનામી, એકલતામાં નહોતી ખોવાવા માંગતી. ગેલિના ધીરે ધીરે એની શિષ્ય મટીને એની હવે જરૂરત બની ગઈ હતી. 'ઈવા'ને પણ ખબર નહોતી પડી કે ક્યારે એ ગેલિના માટે આટલી પઝેસિવ થઈ ગઈ હતી.

ફરી એકલતામાં આવી પડેલી 'ઈવા'ના મગજમાં હજુ પાંચ વરસ પહેલી મોસ્કોની તે સાંજની યાદ ઉમત્વ થી તે ધ્રુજી ગઈ, તે દિવસે 'ઈવા'ની તબિયત બરબર નહતી અને તેની દીકરી 'એલેના'નો મોસ્કોના સેંટ્રલ હૉલમાં પ્રોગ્રામ હતો. તે તેના ડેડી અબ્રાહમ સાથે મ્યુજિક કોન્સેર્ટમાં ગઈ અને પેરફોર્મ કરી તેઓ મોડીરાત્રે ઘેર પરત આવતા હતા ને રસ્તામાં તેમની બસને અકસ્માત નડેલો છે અને બસ આખી ખીણમાં પડતાં બીજા પ્રવાસીઓ સાથે તેઓ પણ બસની આગમાં ભડથું થઈ ગયા હતા અને કોઈ બચી ન શક્યું,બચ્યું હોય તો માત્ર ને માત્ર કેવળ ગોઝારી યાદો.

નિકોલાવેસ્ક શહેરની આજની કાતિલ ઠંડીમાં પણ 'ઈવા' પરસેવા થી રેબઝેબ થઈ ગઈ હતી. એકાંકી રહેવા ટેવાયેલ 'ઈવા' આજે એકલતા જ સતાવતી હતી.

ચાર દિવસ વીતી ગયા, ગેલિના આવશે તેવી આશામાં એ રોજ રાહ જોતી, નવી બ્રેડ, અને સલાડ બનવીને રોજ રાહ જોતી હતી. પણ તેના કોઈ સગડ ન હતા ! તેની ધીરજ ની હદ આવી ગેલિના એ આપેલો નંબર ઉપર ફોન લગાવ્યો પણ ફોન ના લાગ્યો.

કાલે મોસ્કો જવું એવું નક્કી કરી ને બેગ તૈયાર કરી, નિકોલાવેસ્કથી મોસ્કોની મુસાફરી ચાર હઝાર માઈલની હતી સવારે ટ્રેનમાં બેસીને ત્રીજે દિવસે બપોરે તે મોસ્કો પોહચી, ને હોટેલમાં રૂમ રાખી અને ફરીથી ગેલિના ને ફોન લગાવ્યો પણ વાત ના થઈ, હોટેલના રૂમમાં પડેલા અખબારના પાનાં ફેરવતા ગેલિના એ કીધેલા મુઝીક કોન્સેર્ટની જાહેરાત જોતાં ટીકીટ બૂક કરવા ડેસ્ક મેનેજરને કહ્યું.

તે પછીનો ઘાટનાક્રમ સામાન્ય રહ્યો ગેલિનાના આપેલા એડ્રૈસ ઉપર સાંજે 'ઈવા' ગઈ તો ઘર બંધ હતું, અને રાત્રે આવશે તેવું જાણવા મળ્યું. ઈવાને લાગ્યું આલોકો પણ મ્યુઝિક કોન્સેર્ટમાં ગયા હશે, ચાલો ત્યાં મળશે. એવા વિચારમાં સેંટ્રલ હૉલમાં પ્રોગ્રામ એટેંડ કરવા ગઈ ત્યારે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હતો હૉલના અંધારમાં જેમ તેમ કરતા તે તેની સીટ ઉપર પહોચી ત્યારે. સ્ટેજ ઉપર કોમ્પોજર કોન્સેર્ટને ગાઈડ કરતો હતો અને પિયાના ઉપર મધુર રોમેન્ટીકન ધૂન વાગતી હતી અને લોકો તેમાં ઝૂમતા હતા. અને મધ્યાંતર પડ્યો..

હવે મધ્યાંતર પછી રશિયા નું વિખ્યાત ગીત કાલિમ્કાની રજૂઆત પબ્લિક સ્કૂલના કલાકાર કરવાના હતા. બધા તે પ્રખ્યાત ધૂનને સાંભળવા રોમાંચિત હતા, હૉલમાં મધ્યાંતરના ઉજાસમાં 'ઈવા' તેનો ચહેરો છૂપાવીને ગેલિનાને શોધતી હતી, ત્યાં બાજુમાં બેઠેલી એક બાનુ એ 'ઈવા'ને જોતાં બોલી ઊઠી, અરે કોઈ અહીં સ્પોટ લાઈટ આપો જલ્દી કરો..! જુઓતો ખરા કોણ છે ? અહીં મારી બાજુમાં 'ઈવા' મેડમ છે !, આપણી માનીતી પિયાનો વાદક, તે બાનુના અવાજે વીજળી ઝડપે બધાનું ધ્યાન ત્યાં દોર્યું, આર્ક લેમ્પ નો તેજ લિસોટો હવે 'ઈવા' ઉપર હતો, ઈવા હવે ખરેખર લાચાર હતી,લાઈમ લાઈટ થી હવે દૂરી, હવે તેના હાથની વાત નહતી !

તે દિવસે સ્ટેજ ઉપરનો પ્રોગમ અવિસ્મરણીય બન્યો પ્રેશકોના આગ્રહને 'ઈવા' અવગણી ન શકી અને ખુદ 'ઈવા' એ પિયાના ઉપર જ્યારે તેની આંગળીઓ ફેરવી ત્યારે લોકો ભાવવિભોર થયા.તો 'ઈવા'એ જાણે પોતાની જિંદગીનો છેલ્લો પ્રોગમ આપતી હોય તેમ કાલિમ્કાની સાથે એક નવી ધૂન ગેલિનાને યાદ કરતાં છેડી ત્યારે સમય થંભી ગયો અને પ્રોગ્રામ છેક પરોઢ સુધી ચાલ્યો.

પ્રોગ્રામ પત્યા પછી ઘેલા પ્રેક્ષકો 'ઈવા'ને મળવા ધસી ગયા તેઓનો ઉત્સાહ ચરમ સીમાએ હતો. 'ઈવા'ને મન આ બહુમાનનું કોઈ મહત્વ ન હતું, તેનું મન નો ગેલિનાની યાદમાં તરવરતું હતું,તેણે ગેલિનાને મળવાની ઈચ્છા દર્શાવી, બીજે દિવસે જ્યારે ગેલિનાને ઘરે ઈવા પહોચી ત્યારે તેના ઘેર એક બાનુ લિવિંગ રૂમમાં પડેલા પિયાનો ઉપર પડેલી ફૂલદાનીમાં નવા ફૂલ સજાવતી હતી, તેના ચહેરામાં ગેલિનાની ઝલક હતી. અને 'ઈવા' ને જોઈ તે ભાવવિભોર થઈ.

અરે આલ્બર્ટ જલ્દી આવ જો કોણ આવ્યું છે, 'ઈવા' મેડમ આપણે ત્યાં આવ્યા છે,'ઈવા'એ જોયું તો એક બુજર્ગ ફૅમિલી રૂમમાંથી આવતા જોયા.'ઈવા' સમજી ગઈ તે યોગ્ય જ્ગ્યા એ છે. 'ઈવા' હજુ પણ દરવાજામાં ફૂલનો ગુચ્છો લઈ ઊભી હતી પરંતુ ગેલિનાનામાં અને તેના પિતા બંને અવાચક બની ને સ્તબ્ધ હતા, તેમની આ સ્તિથિ વ્યાજબી હતી આજે તેમની દીકરી ગેલિનાના આદર્શ એવા 'ઈવા' મેડમ તેઓના ઘેર હતા, સ્વાગતની. ઔપચારિકતા પછી પણ ગેલિના નજરે ન પડતાં 'ઈવા'એ પૂછ્યું ગેલિના મજામાં તો છે ને ? હું તેને મળવા આવી છું ક્યાં છે મારી લાડલી દીકરી ? તે ખૂબ હોશિયાર છે, તમારાં બંને ના નામ રોશન કરવાની છે, મારે તેને મળવું છે, આ સાંભળી ગેલિનાની માંની આંખમાં આંસુ ઉમટી પડ્યા, આલ્બર્ટ બોલ્યો 'ઈવાજી, તમે તમારી ગાડી હવે છોડી દો, ચાલો આપણે ગેલિના પાસે જઈયે. હવે 'ઈવા' ગેલિનાની માં અને તેના પિતા સાથે ગેલિનાને મળવા જઈ રહી હતી. તેના મનમાં ઘણા પ્રશ્નો ઊમટતાં હતા પણ ગેલિનાને મળવાની ઉત્સુકતાએ માં તે ચૂપ હતી. ઉબડખાબડ રસ્તો વટાવી જ્યારે ગાડી થોભી ત્યારે 'ઈવા'એ જોયું તો ગાડી એક કબ્રસ્તાન પાસે હતી, કાંઈ બોલે તે પહેલા આલ્બર્ટે ગાડીનો દરવાજો ખોલ્યો અને 'ઈવા'ને એક કબર તરફ દોરી ગયો, શું થઈ રહ્યું છે તેનાથી બે ખબર 'ઈવા' યંત્રવત આલ્બર્ટ સાથે ચાલી રહી હતી તો ગેલિનાની માં તેઓની પાછળ આવતી હતી. આલ્બર્ટ એક જગ્યા ઊભો, 'ઈવા'એ તે કબર ઉપર જોયું તો તે ગેલિનાની કબર હતી.

ગેલિનાની કબર ના હેડ સ્ટોન ઉપર લખેલું હતું “ મ્યુજિક ઈઝ લિવિંગ હીઅર, પ્લીજ લિસન ઈટ”

ગેલિનાનું તો બે માસ પહેલા બસ અકસ્માતમાં મૃત્યુ થયેલું છે આલ્બર્ટ બોલ્યો, 'ઈવા' ધ્રુજી ગઈ, ક્ષણમાં અગણિત પ્રશ્નો ઉમટી આવ્યા અને ગેલિનાની કબર પાસે જ તે ફસડાઈ પડી, સૂર્ય સોળે કળાએ ખીલી તેનું તેજ રેલાવી રહ્યો હતો, છતાં ક્બ્રસ્તાનમાં આજની “બપોર” “પોરો” ખાઈ રહી હતી !

'ઈવા' અવાચક હતી, સત્ય નજર સામે જ હતું !, ગેલિનાની કબરમાંથી કોઈ પરિચિત સ્વરે કહી રહ્યું હતું..! ચંદ્રની "મહિનાની" તો, સૂર્યની " દિવસની" નિર્ધારિત સફરચક્રમાં માનવનું મૃત્યુ અનિર્ધારિત પણ "અફર" છે આજ જીવન ક્રમ છે,તેમાં આમ હતાશા શાને ?, ચાલો મેડમ 'ઈવા' જલ્દી પિયાનો વગાડ “હું હજુ જાગું છું”... 'ઈવા' મહેસૂસ કરતી હતી નિકોલાવેસ્કથી મોસ્કો લાવનાર તેની વહાલી દીકરી 'એલેના' સિવાય બીજું કોણ હોય શકે ? શું ગેલિના 'એલેના' હતી..?


Rate this content
Log in

Similar gujarati story from Drama