Ishita Raithatha

Crime

4.5  

Ishita Raithatha

Crime

"હસન, હસન, કંઈક તો બોલ"

"હસન, હસન, કંઈક તો બોલ"

5 mins
96


"હસન, હસન, કંઇક તો બોલ"

    "ગુજરાત રાજ્યના ભુજ ગામમાં સરકારી હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા, તે બ્લાસ્ટમાં કુલ ત્રણ લોકો હતા, એમાંથી પોલીસે " અબુ હસન" નામના આતંકવાદીને પકડી લીધો હતો. તેને ગાંધીનગરની જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યાં તેની સાથે પોલીસ ખુબજ કડક વ્યવહાર કરતી. તેને ઘણા સવાલો પૂછવામાં આવતા પણ તે કંઈ ન બોલતો. "

       તે સમયે "કર્નલ વિનોદ મહેરા" નું પોસ્ટિંગ ગાંધીનગરમાં જ હતું. દેશ માટે કર્નલ વિનોદ સાહેબે ઘણા સારા કાર્યો કર્યા છે. આ મહિનો એની નોકરીનો છેલ્લો મહિનો હતો, પછીએ નિવૃત્ત થવાના હતા. મુખ્યમંત્રીશ્રીના કહેવાથી કર્નલ સાહેબ, અબુ હસનને મળવા ગયા.

( તે બંને લોકો વચ્ચે વાતચીત હિન્દીમાં હતી, પણ અહીં ભાષાંતર કરીને ગુજરાતીમાં લખી છે.)

        એક રૂમમાં અબુ હસનને બેસાડ્યો હોય છે, તેના હાથ પગ બાંધી દીધેલા હોઈ છે. તેના મોઢામાંથી લાળની સાથેસાથે લોહી પણ ટપકતું હતું. શરીર પર પણ ખૂબ ઇજા થયેલી હતી. તેની આંખોમાં હજુ પણ એક ઝનૂન હતું. તેના મોઢા પર કોઈપણ જાતની બીક કે પસ્તાવો નો'તો. તેને જોઈને કર્નલ સાહેબને તેના પર ગુસ્સો તો આવેજ છે, પણ દયા પણ આવે છે, કે આટલી નાની ઉંમરમાં આવા ખરાબ કામ કઇ મજબૂરીથી કરવા પડ્યા હશે? તેને જોઈને અબુ હસન બોલે છે,

" આવો સાહેબ, હવે તમે પણ કોશિશ કરી જુવો મારી પાસેથી માહિતી કઢાવવાની."

" માહિતી ! અને એ પણ તારી પાસેથી ! મારે કોઈ માહિતી નથી જોતી. હું તો અહીં તને માહિતી આપવા આવ્યો છું."

" માહિતી? અને એ પણ મને?"

"હા, તે સાચું સંભાળ્યું છે, હું, ગોળગોળ વાતો નહીં કરું, સીધેસીધી જ વાત કરીશ."

" હા, તારા માટે. તારી અમ્મી, જે અત્યારે અફઘાનિસ્તાનમાં નથી."

" હું તમારી વાત કેવી રીતે માનું?"

" હસન, મને ખબર હતી કે તું મારી વાત ઉપર વિશ્વાસ નહી કરે અને મેં તને કિધુને કે હું સીધી જ વાત કરીશ માટે, આ રેકોર્ડિંગ સંભાળ,

     " ઈકબાલ, હસન પકડાઈ ગયો છે. જો એ ગભરાય જાશે,

        અને આપડા વિશે કે પછી એના પરિવાર વિશે કહી દેશે તો

         આપડે બધા મુસીબતમાં મુકાઇ જાસું. માટે તું એની

          અમ્મી ને અહીં લઈ આવ, અને જરૂર પડે તો મારી પણ

           નાખજે."

" આ સાંભળીને, હસન ખૂબ ટેન્શનમાં આવી જાય છે."

" હવે તને મારી વાત પર વિશ્વાસ આવ્યો?"

" હા, સાહેબ, આ ઇમરાનનો અવાજ છે, હું એની સાથે ચાર વરસથી કામ કરું છું. પણ એની પણ ઉપર કોક છે, એ કોણ છે? ક્યાં છે? મને નથી ખબર."

" ચાર વર્ષથી સાથે છો?"

"સાહેબ, મેં અત્યાર સુધી તમારા એક પણ ઓફિસર સાથે વાત નથી કરી, પણ તમે મને જે રીતે સીધી વાત કરીને મારી આંખો ખોલી નાખી, માટે હું પણ તમને સીધું અને સાચું જ કહીશ."

" હા, ચાર વર્ષ પે'લા મારા અને ઇમરાન વચ્ચે જગડો થયો હતો, હું એની બેન " શબાના" ને પ્રેમ કરતો હતો, જેની ખબર ઇમરાનને થઈ. ત્યારે પણ મને ખૂબ વાગ્યું હતું. અને ઇમરાન ની ધમકીને લીધે હું ડરી ગયો હતો. તેને મને કીધું હતું કે જો હું તેની બહેનને ભૂલી નય જાવ તો એ મને અને મારી અમ્મી બન્ને ને મારી નાખશે."

" પણ તો તમે સાથે કામ કેવી રીતે કરતા થયા?"

" થોડા દિવસ પછી, અચાનક તેનો ફૉન આવ્યો, અને મને કીધું કે જો હું તેના માટે કામ કરીશ તો એ મારા અને શબાનાના પ્રેમને સાથ આપશે. હું ખુશ થઈ ગયો. અને તરત એને મળવા ગયો, અને તેના માટે કામ કરવા લાગ્યો, ત્યાં હું શબાનાને રોજ મળતો, અમે બને ખુશ હતા, થોડા દિવસ પછી મને ખબર પડી કે ઇમરાન મારી પાસે ડ્રગ્સ અને હીરાની હેરફેર કરાવતો હતો.

      મેં તેને પૂછ્યું, તો તેને કહ્યુ કે, જો તને મારી બેન ગમતી હોઇ તો તારે આ કામ કરવું પડશે, અને જરૂર પડે ત્યારે લોકોને મારવા પણ પડશે. હું શબાનાના પ્રેમમાં એટલો બધો ગાંડો હતો કે હું કંઈ પણ કરવા તૈયાર થઈ ગયો. પછી...."

" પછી શું થયું?"

" કહું છું, પણ પે'લા પાણી મળશે?"

( કર્નલ સાહેબ પાણી પીવડાવે છે.)

          પછી મને ઇમરાનના મોટા ભાઈ હુસૈન પાસે મોકલવામાં આવ્યો, ત્યાં મને સખત કડક ટ્રેનીંગ આપતા, મને બધી જાતના હથિયાર ચલાવતા શીખવતા, મને ડ્રગ્સ લેવડાવતા. હું ચાર, પાંચ મહિના પછી અમ્મીને મળવા જતો, ત્યારે મને મારા ઘર માટે ઘણા રૂપિયા આપતા, પણ મારી અમ્મીને ખબર નોતી કે હું આતંકવાદી સાથે કામ કરું છું.

" પણ, તારી અમ્મી તને પૂછતી નઈ કે તું શું કરે છે?"

" પૂછતી, કે આટલા બધા રૂપિયા ક્યાંથી આવે છે?" તો હું કહેતો કે, મને દુબઈમાં બોવ મોટી કંપનીમાં નોકરી મળી છે.

" હુસૈન સાથે બીજુ કોણ હતું, જે તમને ટ્રેનીંગ આપતું?"

" હું બીજા કોઈને નથી ઓળખતો, અમને કોઈને મળવા નહોતા દેતા."

" તો, આ ભુજમાં હોસ્પિટલમાં બ્લાસ્ટ કરવાનું શું કારણ હતું?"

" ડૉક્ટર ચૂનાવાલા."

" ડૉક્ટર ચુનાવાલા?"

"હા, તે અમારી પાસેથી ડ્રગ્સ લેતા. પણ છેલ્લા ઘણા સમયથી તેને એકપણ રૂપિયો નો'તો આપ્યો. માટે અમે લોકો તેને મારવા આવ્યા હતા,અમે તેને મારી પણ નાખ્યો, પણ ત્યાંના સિક્યોરિટી વાળાને ખબર પડી ગઈ અને અમારા વચ્ચે ફાયરિંગ થયું, ત્યાંતો પોલીસ આવી ગઈ, અને અમારે ત્યાં બ્લાસ્ટ કરવા પડ્યા. પોલીસ અને અમારા વચ્ચેના ફાયરિંગમાં મારા બે સાથી હતા, જે તે જ સમયે મૃત્યુ પામ્યા. અને હું બહુ ઘાયલ હતો માટે ભાગીના શક્યો અને પકડાઈ ગયો."

" તને તારા કર્યા પર જરાપણ પસ્તાવો નથી? તમે કેટલા માસુમોનો જીવ લીધો છે, તેની તને જાણ પણ છે?"

" સાહેબ, મારી "અમ્મી" અને તમારી "મા"ને બચાવી લ્યો, મા હસે તો દિવાળી થશે."

" મા? દિવાળી? તું શું કહેવા માગે છે?""સીધી વાત કર."

"સાહેબ, અહીં પણ કોક છે, જે આ વાત જાણે છે."

" કોણ છે? મને સાચું અને સીધી વાત કર, હું તને બચાવી લઈશ, કંઈ નઈ થવા દવ."

"સાહેબ મારી પાસે સમય નથી, મેં જે સંભાળ્યું છે તે કહું છું, તમે તો બહુ હોંશિયાર છો, સમજી જશો."" મોટા ઘરે દિવાળી પેલા જ ફટાકડા ફૂટવાના ચાલુ થઈ જશે."" માટે કહું છું કે તમારી મા ને બચાવી લ્યો સાહેબ."" અને સાથે મારી મા નું પણ ધ્યાન રાખજો સાહેબ."

 આટલું બોલતા ની સાથેજ હસનની આંખ વિચાય જાય છે. તે મૃત્યુ પામે છે.

કર્નલ સાહેબ, તેને હલાવે છે, પૂછે છે, હસન, હસન કંઇક તો બોલ, આગળ બોલ, તમે શું કરવાના હતા? આની પાછળ માસ્ટર માઈન્ડ કોણ છે? હસન, હસન કંઇક તો બોલ.

" પણ કર્નલ સાહેબ સમજી જાય છે કે, મારી મા એટલે, ભારતમાતા, મોટું ઘર એટલે દિલ્લી, દિવાળી પેલા ફટાકડા ફૂટશે એટલે બોમ્બ બ્લાસ્ટ થશે. દિવાળીમાં ૧૫ દિવસજ બાકી હતા. કર્નલ સાહેબ તરત દિલ્લી સુધી આ વાત પહોંચાડી દે છે, ને ત્યાંની સિક્યુરિટી વધારી દે છે."

"કર્નલ સાહેબ આપડા જાસૂસોની મદદથી હસનની મા ને પણ બચાવી લે છે અને આપડી ભારતમાતા ને પણ બચાવી લે છે. અને હસનના કહેવા મુજબ કે અહીં પણ કોક છે, જે આ બધું જાણે છે, એ દેશદ્રોહીને પણ પકડીને સજા આપે છે."

" આમ, ઘણીવાર સીધી વાત કરવાથી આપડા સિવાય ઘણા લોકોને ફાયદો થાય છે."

" જીવનમાં ક્યારેય પણ ગોળગોળ વાતોના કરવી, જેથી ક્યારેય નુકશાન નહીં થાય."

( કલનિક વાર્તા સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Crime