Bansari Joshi

Crime Drama Inspirational

3.0  

Bansari Joshi

Crime Drama Inspirational

“હૃદયપરિવર્તન”

“હૃદયપરિવર્તન”

7 mins
14.9K


સફેદ ટોપી, સફેદ વસ્ત્રો, સફેદ કપડાઓની હંગામી દિવાલો..શિસ્તબદ્ધ કતારો...

“અરેરેરેરે...કોઈની શોકસભા નથી...દિયા” અચાનક પાછળથી હળવો ધબ્બો મારી, મારી પ્રિય સખી રીચા શર્માએ વિસ્મયની બારી બંધ કરી...

“તો આ આટલી ઝાકમઝોળ કોના સન્માનમાં?”

રીચા શર્મા રિપોર્ટિંગ મેડમ: પાટનગરનાં નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી, અભિમાનીને શરમાવે એવી ઉદ્ધતતાનાં સ્વામી શ્રી વિનીત શર્માનાં સ્વાગતમાં...

“ઓહો તો એમ છે” દિયાએ અચરજ પ્રગટ કરતાં કહ્યું. કેમ કઈ ખાસ અનુભવ રીચુ?

જીહા મેડમ, હું આ વિનીત શર્માને ક્યારેય ક્ષમા નહીંક આપું...રોષ સાથે રીચા બબડી..

અરે જરા વિગતે કહે તો કંઈક સમજાય...

દિયાએ વહાલભર્યો હાથ રીચાનાં ખભે મૂક્યો.

જરા ફ્લેશબેકમાં જતી હોય એમ....રીચા બોલવા માંડી,

તું તો જાણે જ છે પપ્પા ધ ગ્રેટ રાજવર્ધન શર્મા..મારાં વ્હાલા અને હંમેશા નમવાનું આપમેળે મન થાય એવા ડીઅર ડેડી...પ્રમાણિક, નિષ્ઠાવાન, કર્તવ્યપાલક, સતર્ક, માયાળુ, દયાળુ....શું કહું પપ્પા વિષે..ક્યારેક મને ખુદને થાય ભગવાને થોડી એક્સ્ટ્રા માટી ભરી હશે એમના સર્જન વખતે..

“હા જાણું છું...એમને શ્રેષ્ઠતા પુરસ્કારથી નવાજેલા ત્યારે હું અને મારો પૂરો પરિવાર હાજર હતો...અંકલ ઇઝ ગ્રેટ હ્યુમન.” દિયાએ વાતમાં સૂર પૂરાવતા કહ્યું.

જીહા દિયા..તને યાદ હશે કે પોતાને મળેલા શ્રેષ્ઠતા પુરુસ્કારને એણે દાદાજીને એટલે કે એમનાં પ્રિય પિતાશ્રીને સમર્પિત કરી દીધેલો...મળેલો જશ કોઈ આટલી સરળતાથી કેવી રીતે વહાવી શકતું હશે?

કદાચ એ આત્મગૌરવની ખરી વ્યાખ્યા કરી જાણે છે, સાચું કહું તો મને પણ ઘણી વાર અંકલની નપીતુલી જીવનશૈલીથી અચરજ થાય..દિયાએ આશ્ચર્યનો ભાવ પ્રગટ કરતા કહ્યું.

“હા મને પણ માય ડીયર ફ્રેન્ડ. પપ્પાને હંમેશા આટલી ઊંચાઈ પર હોવા છતાં હંમેશા જમીન સાથે જોડાયેલાં અનુભવ્યા છે, એક માધ્યમ તરીકે વર્તતા જોયાં છે”. રીચુ બોલી,

“હા એમને બે શબ્દ બોલવાનું કહેલું શ્રેષ્ઠતાપુરુસ્કાર સ્વીકારતી વખતે ત્યારે કેટલું ટૂંકું પણ હૃદયસ્પર્શી બોલેલા”. દિયા ઉત્સાહભેર બોલવા માંડી.

આભાર અને પ્રણામ સૌને. હું જન્મ્યો રાજુ તરીકે..સૈનિક સૈનિક રમતાં રમતાં મારી અંદરનો સૈનિક કયારે ખિલ્યો ખબર નથી. રાજુથી રાજવર્ધન શર્મા સુધીનું ઘડતર મારા પિતાને અને માતાને કારણે છે..જીવનમૂલ્યો ના માત્ર સમજાવ્યા પણ જીવીને શીખવાડ્યા છે. પિતાજી જ્યારે એરફોર્સમાં ફરજ બજાવતા હું એમની એકનિષ્ઠાથી પ્રભાવિત થતો જ રહ્યો. મને ખુદને બેહતર બનાવાનું શિક્ષણ માતાએ પ્રીતિપૂર્વક ભોજન સાથે હંમેશ પીરસ્યું છે..ને હું પોષાતો ચાલ્યો અને જીવનમાં બળની પૂર્તિ થઇ જ્યારે વિભા શુક્લા-વિભા શર્મા બન્યા. જીવનસાથી “શબ્દ” મટી ભાવસંબંધ બન્યો. ને પુત્રી રીચા એ ભાવપરીવાર પૂરો કર્યો. મને ફરજ સન્મુખ કરનાર તમામ અધિકારીઓનો ખૂબ આભાર..આગળ પણ આમ જ સેવાભાવ દાખવીશ. આભાર...

“વાહ રે સખી શબ્દસઃ યાદ છે તને તો” રીચુ ખુશખુશાલ થઇ ગઈ.

અચાનક શાંત પડી ગઈ...શું થયું રીચુ? દિયાએ ચિંતાપુર્વક પૂછ્યું.

“વિનીત શર્માની ઉદ્ધતાઈ યાદ આવી ગઈ”.

“હા, મને વિગતે કહે શું બન્યું હતું..તારી ધ્રુણા શા માટે છે આ વિનીત શર્મા માટે?” દિયાએ અચરજસહ પૂછ્યું’

રીચુએ વાત માંડી.

પપ્પાએ સૌ પ્રથમ ફોજ જોઈન કરી ત્યારથી જ એમની કુશાગ્રતાથી ઉતરોતર ચડતી મેળવી. શ્રેષ્ઠતા પુરુસ્કાર સમારોહનાં બીજા દિવસે પપ્પાને મંત્રીજીનાં રોજગાર અભિયાનનાં સમારોહમાં સિક્યોરિટીઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવાની હતી. ત્યારે વિનીત શર્માએ રાજકારણમાં જમાવટ કરવાનું શરુ કરેલું હજી, ઠાઠ અને દંભ વિનીત શર્માનાં આગવા પરિચયમાં મૂકી શકાય...મોટી મોટી સફેદ ચકચકતી ગાડીમાંથી મંત્રીજી ઉતર્યા...એમનાં માટે એમનાં સહકાર્યકરોએ સ્વાગત માર્ગ બનાવેલો. ગરીબો હાથ જોડે, માથું ટેકવે..એ મનોમન મંત્રીજીને ગમતું..ચેરીટીનાં નામે શાસન પર પકડ જમાવાની વૃતિ એમની બાજ નજરમાં પકડાઈ જતી...

લોકોનાં અભિવાદન ઝીલતાં ઝીલતાં મહોદય પસાર થઇ રહયા હતાં..લોકો ધ્વજને હલાવી સામું અભિવાદન કરી રહયા હતાં..પપ્પા ધ ગ્રેટ ઊર્ફે રાજવર્ધન શર્મા સિક્યોરીટીઇન્ચાર્જ બાજુમાં સુરક્ષિત અંતર સાથે ચાલી રહયા હતાં. અચાનક અફડાતફડી મચી ને પબ્લિક નિયત્રંણની બહાર જવા લાગી. સ્વાગત માર્ગને વાંસના થાંભલાઓથી શણગારેલો...લોકોની ધક્કામુકીમાં થાંભલાનું દોરડું પોલું થયું...ઇન્સ્પેક્ટર રાજવર્ધને હમેશની જેમ પોતાની સતર્ક નજરનો પરિચય આપતાં થાંભલો મંત્રીજી પર પડે એ પહેલાં મંત્રીજીને ધકકો મારીને પાડી દીધા. ને વાંસના થાંભલાને ઝાલી લીધો..પબ્લિક વધુ અનિયંત્રિત થઇ. એક શિખાઉ કોન્સ્ટેબલે અચાનક હવામાં ગોળી ફાયર કરી...પછી તો પબ્લિક અફડાતફડીમાં આવી ગઇ. મંત્રીજીનો ગુસ્સો સાતમાં આસમાને...કઈ ઝાઝું સમજયાં વગર રોષપૂર્ણ નજરે પપ્પાને તાકી રહયા..પપ્પાનો આભાર માનવાનાં બદલે એમને પોતાનાં કાર્યક્રમની વધુ ચિંતા હતી..છતાં પપ્પાએ પોતાનાં નિષ્ઠાવાન સ્વભાવનો પરિચય આપતાં એમને સલામતીથી ગાડી તરફ પહોચાડી દીધાં...કારમાં બડબડ કરતા મંત્રીજી રવાના થઇ ગયાં.

એ પછી પપ્પાએ આખી રાત ફરજ પર રહી સઘળુ નિયંત્રિત કર્યું ને વહેલી સવારે ઘરે પહોંચ્યા...મમ્મી (વિભા શર્મા)એ ચિંતાવશ પૂછ્યું, “બધું હેમખેમને રાજ?” પપ્પાએ વિગતે વાત કરી પાણી પીતા પીતા. મમ્મીનાં આગ્રહથી પપ્પા થોડીવાર સુવા લાંબા થયા...મારે અને મમ્મીને દાદાની ખબર કાઢવા દવાખાને જવાનું હતું. દાદાને રાત્રે હદયનો હળવો હુમલો આવેલો. દાદાદાદી કાકાકાકીના ઘરે રોકવા ગયેલા હંમેશની જેમ. થોડો સમય પપ્પા મમ્મી સાથે થોડો કાકાકાકી સાથે...પણ મમ્મી હંમેશા પપ્પાની અડધોઅડધ જવાબદારી પોતાનાં સુજબુજભર્યા વ્યવહારથી સંભાળી લેતી.

હજી તો પપ્પાની આંખ મીચાઇ પણ નહોતી ત્યાં ડોરબેલ વાગી...પપ્પાએ દરવાજો ખોલ્યો. કુરિયરબોય એન્વેલપ સાથે. સાઈન કરી લીધું, ખોલ્યું, પપ્પાની આંખો ચાર થઇ ગઈ..મમ્મીને હું પણ ચિંતામાં આવી ગયા..મમ્મીએ પણ મોટા અવાજે વાંચવાનું શરુ કર્યુ..બદલીપત્ર.. વિસ્તાર લદ્દાખ..મમ્મી અને હું અવાક થઇ ગયા. પપ્પાને તાગ આવી ગયો કે આ મંત્રીજીનાં કારણે જ મારી બદલી લદ્દાખનાં અંતરિયાળ ગામડામાં કરવામાં આવી છે..પપ્પા ધારત તો વકીલ રોકી એ તુંડમિજાજી મંત્રી પર કેસ કરીને બદલી રોકવી શકે એમ હતા..પણ જાણે શંકર ભગવાને વિષને હલકમાં ભર્યું હતું એમ પપ્પાએ વાતને ગળે ઉતારી...સામાન બાંધવાની તૈયારી કરવા કહ્યું..

મમ્મીએ કહ્યું આમ આટલો વ્યવહાર, પપ્પાજીની તબિયત, હોંશે હોંશે ખરીદેલો નવો ફ્લેટ આ બધું આમ જ પડતું મૂકીને કેમ ચાલવું રાજ?

બધું થઇ પડશે..એટલો ટુંકો જવાબ વાળી થાણે બદલીપત્રનાં સ્વીકારની અરજી સાથે પહોંચી ગયા..બધા સબ-ઇન્સ્પેકર, કોન્સ્ટેબલને ભારોભાર દુ:ખ લાગ્યું આ સમાચારથી. જે કોન્સ્ટેબલે ગોળી ફાયર કરેલી એને પપ્પાની ખૂબ માફી માંગી પસ્તાવો પ્રગટ કર્યો...પપ્પાએ હળવી થાપ મારી એને માફ કર્યો એને કહ્યું મારી ગેરહાજરીમાં તમે શહેરનું ધ્યાન રાખજો અને પોતાની શ્રેષ્ઠ ફરજ નીભાવજો..એટલું કહી ભારે હૃદયે પિતાની ખબર કાઢી વિગત જણાવી...રાજવર્ધનનાં માતાપિતાએ દિકરાની કર્તવ્યપરાયણતાને બિરદાવી આશ્વાસન આપ્યું. વિદાય આપી...પપ્પાએ દુ:ખ વ્યક્ત કર્યુ...આવા સમયે તમને મૂકીને જવાનું મન નથી પિતાજી..

“બેટા ભાર ના રાખ...તારા પર ઈશ્વરની જુદી રહેમ છે જ્યાં રહીશ હંમેશા તારી નિષ્ઠાનો આગવો પરિચય આપજે"..એટલું કહી સૌ ભારે હદયે છુટા પડ્યા.

લદ્દાખના સાવ પછાત એવા અંતરિયાળ ગામમાં પપ્પાની બદલી થઇ હતી...ભાષાફેર, વર્તનફેર, રહેણીકરણી, ખોરાકથી માંડીને ઘણી નાનીમોટી મુશ્કેલીઓ વચ્ચે શર્મા પરિવાર અડગ રહ્યો..પોતાનાં માયાળુ સ્વભાવને કારણે થોડા સમયમાંજ તે ગામનાં વહાલા ઇન્સ્પેક્ટ સાહેબ બની ગયા...ભાષાથી મોટી ભાષા એટલે આંખોની શુધ્ધ માયાળુ લાગણી..નિષ્ઠાનો ચમકાર અભણ પણ જોઈ શકે..ને નિ:સ્વાર્થ સ્નેહની ભાષા પછાત વિના ભણે વાંચી શકે..એટલે જ પપ્પા ટૂંક સમયમાં ગામનાં લોકોમાં ભળી ગયા.

એક દિવસ શહેરથી પપ્પાને મળવા એમના મિત્ર આવ્યા. વર્ષોની મૈત્રી ને ફરજ પણ વર્ષોથી સાથે બજાવેલી. પપ્પાએ ડીનર માટે આગ્રહ કર્યો. સૌ સાથે જમ્યા. પિતાજીનો આશીર્વાદભર્યો પત્ર નાનીમાંના લાડુ સાથે આપ્યો. વાતમાંથી વાત નીકળી તો અંકલે મંત્રીની વાત કરી...આજકાલ તે પોતાની દીકરી સાથે મળીને મુખ્યમંત્રીની પદવી સંભાળે છે..સૌ સુખપૂર્વક ભોજન કરી છુટા પડ્યા..પપ્પાને ભૂતકાળ તાજો થઇ આવ્યો..

બીજે દિવસે સવારે ડ્યુટી માટે નીકળતા હતા કે બેચાર માતાપિતા બાળકોને ખભે સુવાડી જઈ રહયા હતા..પપ્પાએ પૂછ્યું તો ખબર મળ્યા કે ગામડામાં કુપોષણ વધી રહ્યું છે. બાળકો ઝડપથી કુપોષણનાં શિકાર થઇ રહયા છે.. મદદની અરજીઓ કરી...અરજીઓ સેવાસમિતિનાં અધ્યક્ષ સ્નેહા શર્માને પહોંચી. સ્નેહા શર્મા એટલે વિનીત શર્મા ઉર્ફે મુખ્યમંત્રીની સુપુત્રી. પોતાની ટીમ લઇ સત્વરે ગામડે પહોંચી. સાથે એની નાની દીકરી પણ હતી. પપ્પાને ખબર મળ્યા..

સ્નેહા શર્મા ગરીબોનાં પરિવારોને મળી..પપ્પા સાથે હતાં..વિસ્તારનાં જાણકારને ઇન્ચાર્જ હોવાને કારણે તે સાથે સાથે ચાલતાં હતાં.. અચાનક ફોન રણક્યો...”હા પિતાજી બોલો’ સ્નેહા શર્માએ ઉતર વાળ્યો.

ક્યાં છો દીકરા? મંત્રીજીએ પૂછ્યું

લદ્દાખ...

મુખ્યમંત્રીના કાન ચમકયા..પૂછ્યું શું રાજવર્ધન શર્મા સિક્યોરીટી ઈન્ચાર્જ તરીકે સાથે છે તારી?

મુખ્યમંત્રીજીનો ચહેરો પરસેવે રેબજેબ...શું આ રાજવર્ધન મારી દુશ્મનાવટને મારી દીકરી પર તો નહી કાઢેને! આવા વિચારોથી ગભરાયેલાં સ્વરે એટલું જ બોલ્યા સંભાળજે...તારું ધ્યાન રાખજે..

સ્નેહા શર્માએ અચરજથી પૂછ્યું કેમ આમ ગભરાયેલા સ્વરે પૂછો છો? મુખ્યમંત્રીજીએ બધી વિગતે વાત કરી, હવે સ્નેહા શર્મા પણ થોડી ગભરાઈ..વાતચીત પૂરી થતાં તે આગળ ગભરાતાં ગભરાતાં ચાલી...પપ્પા વાત કળી ગયેલા...સ્નેહા શર્મા સાવ અંતરિયાળ વિસ્તારમાં દીકરીને રાજવર્ધનની સાથે એકલી હતી...વિસ્તાર ખાઈ વાળો હતો..માટી લપસણી...ફોન ફરી રણક્યો...સ્નેહા શર્માએ સ્પીકર પર રાખી દીધો. પિતાજીનો નંબર જોઈ રહી હતી ત્યાં પગ લપસ્યો ને ગબડી ખાઈ તરફ ..ફોન માટીમાં..પપ્પાએ સ્ફૂર્તિથી સ્નેહા શર્માનો હાથ ઝાલી લીધો દીકરી રડારોળ કરવા લાગી...વિનીત શર્મા રઘવાયો...સ્પીકર ફોનથી એ ધીમું ધીમું પણ ઘટનાં સાંભળી શકતો હતો. રાજવર્ધન આજ તો દુશ્મનાવટ કાઢશે જ એવો મનોમન વિચાર કરી રહ્યો હતો ત્યાં..એના કાને શબ્દો પડ્યા..

સ્નેહાબેન ગભરાશો નહી...મારો હાથ છોડતાં નહી...હિંમત રાખો...હું તમને જરૂર ઉપર ખેંચી લઈશ બસ જરા પગથી ચડવાનો પ્રયત્ન કરો...અને પૂરું જોર લગાવી એમને સ્નેહા શર્મા ને ખેંચી લીધાં...સ્નેહા શર્મા દીકરીને ગળે વળગી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા....નાની એવી છોકરી પપ્પાનાં ગળે વળગી બોલી ઉઠી થેંક યુ અંકલ તમે મમ્મીને બચાવી લીધી...સ્નેહા શર્માએ ભોંઠપભર્યા સ્વરે આભાર માન્યો...ફરી એકવાર આવી વિકટ પરિસ્થિતિમાં પપ્પાએ પોતાની કર્તવ્યપરાયણતાનો પરિચય આપ્યો...હેમખેમ સ્નેહા શર્માને રવાના કર્યા.

પત્રકારની જોબ છે મારી દિયા...શહેર શહેર જવાનું થાય જાણતી નહોતી આજ આ વિનીત શર્માનો એહવાલ મારે લેવો પડશે....

ત્યાંતો બુલેટપ્રૂફ ગાડીઓની સાયરન વાગી...મુખ્યમંત્રીજી પધાર્યા...બિરાજ્યા..ભાષણ માટે ઉભા થયા....

રીચા અચાનક બોલી છોડ દિયા ચાલ ઘરે જઈએ આવા અહંકારી મંત્રીનો કોઈ એહવાલ મારે નથી લેવો...પપ્પા સાથેની બદ્સલૂકીને હું કયારેય ભૂલી નહી શકું...

પણ દિયાએ કહ્યું એટલે થોભી.

મંત્રીજીએ બોલવાનું શરુ કર્યુ..

પ્રિય નગરવાસીઓ આજે હું કોઈ ભાષણ આપવા નથી આવ્યો પણ મારી ઉદ્ધતાઇનો એકરાર અને એક નિષ્ઠાવાન ઇન્સ્પેક્ટરની વાત કરવા આવ્યો છું...એને પૂરાં સન્માન અને વિનમ્રતા સાથે આ શહેરને ફરી એમનાં મજબૂત રક્ષક હાથોમાં આપવા ઈચ્છું છું..રીચા અવાક બની ગઈ...

ભાષણ પૂરું થતાજ પૂરો વીડીઓ લઇ પપ્પા પાસે પહોંચી...પપ્પા મમ્મી પણ અવાક રહી ગયા..

રીચાએ અચરજથી પૂછ્યું...પપ્પા આ હૃદય પરિવર્તન કેવી રીતે થયું આવા અહંકારી મંત્રીનું વળી?

પપ્પા બોલ્યા...ક્ષમા અને માનવતા ઘણાં સશક્ત હોય છે, હથિયારો કરતા પણ. વ્યવસાયે પોલીસ પણ ઘણીવાર માનવતા બતાવી પડે..નોકરીનાં જોખમે પણ ક્યારેક...માનવતા જોઉં કે એના ખરાબ સમયમાં કરેલી ભૂલ ને લીધે તેને સજા કરું..મેં માનવતાનો વિકલ્પ પસંદ કર્યો એક અહંકારીની ઉદ્ધ્તાઇને ક્ષમાથી વિના હથિયાર પરાસ્ત કરી...આખરે ક્ષમા ક્યારેય કોઈનું અકલ્યાણ નથી કરતી...ઉલટું તેતો હૃદય પરિવર્તનનું માધ્યમ બની શકે છે...ફોજથી રગોમાં ઉતરેલું શિસ્ત એમની પોલીસની ડ્યુટીમાં પણ આજીવન રહ્યું. આખરે સૈનિકનો પર્યાય એકનિષ્ઠા પણ હોય છે ને બેટા...

ગટગટ અમૃત પીતી હોય એવું રિચાને અનુભવાયુ. ફરી આદર સાથે પપ્પાને મમ્મીને વળગી પડી...રાજવર્ધન શર્મા ફરી પરિવાર સાથે સુખપૂર્વક શહેરમાં રહેવા લાગ્યા,અને વધુ નિષ્ઠાથી જીવન ઉજળું કરતા ચાલ્યા....


Rate this content
Log in

Similar gujarati story from Crime