Bansari Joshi

Romance

3  

Bansari Joshi

Romance

ચોકઠું

ચોકઠું

1 min
162


ક્યારેક વિક્સ ક્યારેક અમૃતાંજન તો ક્યારેક આયોડેક્ષથી મઘમઘતી પથારીમાંથી બેઠા થઈને દાદાએ ચશ્મા શોધવા ટેબલ પર હાથ ફેરવ્યો. ચશ્માની સાથે સાથે માલતીદાદીનું ચોકઠું પણ હાથ આવ્યું. માલતીદાદી રોજના ક્રમ મુજબ દાદા માટે ચા અને પોચી પોચી ભાખરી લઇ આવી પહોંચ્યાં, પણ થોડા રઘવાયેલા હતાં. પોતાનું ચોકઠું ક્યાંક મૂકાઈ ગયું હતું અને હવે યાદ નહોતું આવતું.

બારીના નાના એવા અવકાશમાંથી સૂર્યનાં કિરણો દાદીના ચહેરા પર આવા જ કોઈ સમયે આવતાં અને મોહનદાદાની સવાર રોજ આમ જ ઉગતી અને દિયા એમની પૌત્રી રોજ આવી ઘણી સવારોની મૂક સાક્ષી થઇ બેઉને નિહાળતી. દાદીએ ચાનો કપ ધર્યો. દાદાથી ગોઠણ વળે એમ નહોતા છતાં ટેબલનો ટેકો લઇ બે ઓષીકા પગ નીચે મૂકી ગોઠણભેર બેસી દાદીને જાણે પ્રપોસ કરતાં હોય એમ ચોકઠું આપ્યું અને કહ્યું, "માલતી તને યાદ છે ? વર્ષો પહેલા મે આવી જ રીતે તારી પાસે તારો સાથ માંગેલો પણ હાં ત્યારે મારી કાયા ઘણી પડછંદ હતી. ત્યારે ગુલાબ પ્રપોસલનું માધ્યમ હતું. આજે કદાચ આ ચોકઠું.”

દાદીએ એટલા જ ભાવથી પ્રત્યુતર વાળતા કહ્યું, "શરીર, કાયા આ બધુ જ નાશવંત છે. શાશ્વત છે આપણી અરસપરસની એકબીજા માટેની કાળજી.”

  દિયા આ દ્રશ્ય જોઈને ભાવવિભોર થઇ ગઈ. ઝટપટ પોતાની પર્સનલ ડાયરી લીધી તારવેલું સત્ય કાગળોમાં ટાંકી દીધું.

“જો ગુલાબ યુવાનીનું પ્રપોસલ છે તો ચોકઠું ઘડપણનું પ્રપોસલ છે. ગુલાબથી ચોકઠાં સુધી જળવાતી કાળજીઓ એટલે સંબંધ.”


Rate this content
Log in

Similar gujarati story from Romance