Amrut Patel 'svyambhu'

Tragedy Crime

3  

Amrut Patel 'svyambhu'

Tragedy Crime

હળવી વાત હળવેકથી...(૧૯)

હળવી વાત હળવેકથી...(૧૯)

2 mins
317


આજે પણ નિત્યક્રમ મુજબ સમાચાર જાણવાં માટે મેં જેવું ટીવી ચાલું કર્યું. ત્યાં બ્રેકિંગ ન્યૂઝ ચાલુ થયાં 'એસીબીની સફળ ટ્રેપ આરોપી લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઈ જઈ ગુનો કર્યો.'  શું થવા બેઠું છે આ બધું હું વિચારી રહ્યો તે પછી રાતે ડાયરી લખવાની શરૂઆત કરી ત્યાં...                                                         

'છેલ્લો દિવસ'

આજકાલ કરતા નોકરીના ત્રણ દાયકા ઊપરનો સમય પસાર થઈ ગયો. અંતિમ સમયે આત્મજ્ઞાન લાધ્યું હોઈ તેમ આજે તેણે ઘરેથી નીકળતા પહેલા એક અંતિમ નિર્ણય કર્યો હોય તેમ ગર્વભેર ઓફીસ જઈ રહ્યો છે. બસ હવે બહુ થયા આ કાવાદાવા શરૂઆતમાં સાથી મિત્રોએ આપેલી સલાહ મુજબ થોડા 'પ્રેક્ટિકલ' બનીએ તો ચાલે તેમ વિચારીને આરંભ થયેલી યાત્રાને તે પછી તો જાણે આદત પડી ગઈ હતી.

બસ આ દુષણનો આજે છેલ્લો દિવસ છે!

'મી.ઠક્કર આમતો વિશ્વાસુ માણસ છે. અત્યાર સુધીના બધા વ્યવહારો ચોખ્ખા રહ્યા છે. એટલે આ છેલ્લો વ્યવહાર તેમની સાથે કરી લેવામાં કોઈ વાંધો નથી ! અને આમ પણ તેનું કામ તો પતી ગયું છે એટલે બીજી કોઈ…' વિચરતા વિચારતા તે મી.ઠક્કરની કાગડોળે રાહ જોઈ રહ્યો છે.

આખી જિંદગીનો સરવાળો માંડતો હોઈ તેમ નોકરીની શરૂઆતથી અત્યાર સુધીના પસાર કરેલા વરસોના લેખજોખા કાઢી રહ્યો છે.

'બસ આજે આ છેલ્લો વ્યવહાર, આવતી કાલથી મી.ક્લિન!' તેના મુખ ઊપર હાસ્ય આવી ગયું!

***

'બેટા મેં તારા પપ્પાને ઘરેથી નીકળ્યા ત્યારે જ ચેતવ્યા હતાં. હવે તો તું પણ મોટો થઈ ગયો એટલે શાંતિથી પેન્શન મળશે તેમાંથી…'

બ્રેકિંગ ન્યૂઝ જોતા જોતા રક્ષાબહેન દીકરાના ખભે માથું મૂકીને ચોધાર આંસુએ રડી પડ્યા!

***

મેં જેવી ડાયરી બંધ કરી ત્યાં જ મારી સામે એક ચહેરો તરવરી ઊઠ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy