Amrut Patel 'svyambhu'

Crime Thriller

3  

Amrut Patel 'svyambhu'

Crime Thriller

હળવી વાત હળવેકથી - 17

હળવી વાત હળવેકથી - 17

2 mins
221


હાલમાં થોડાં સમય પહેલાં જ માર ખાસ મિત્ર અજય તોમર સાથે મારી અચાનક જ મુલાકાત થઈ. આ દરમિયાનમાં તો તે મને ક્રાઈમની કેવી કેવી જગ્યાએ જાણે ફેરવી લાવ્યો. 

અજયથી છૂટાં પડી તે રાતે હાથમાં ડાયરી લઈ કલમ ઉપાડી અને સર્જન થયું-

   'હત્યારો ?'

કેસ હિસ્ટ્રીનું એક પછી એક પત્તુ ઝડપથી ફરી રહ્યું છે… ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર અજય તોમર બારીકાઈથી નિરીક્ષણ કરી રહ્યો છે.

'રાકેશ સાથે તેને કોઈ જાતીય દુશ્મનાવટ નહોતી. પણ રાકેશ કોઈ પણ ભોગે રોજરને સહન કરવા માગતો નહોતો !

 તો બીજી બાજુ અનવર અવારનવાર તેની આસપાસ રહેતો નાની નાની વાતો તેની સાથે સેર કરતો. પણ એકવાર શું બન્યું કે અનવર રોજરનો દુશ્મન થયો !

વિલસન પણ રોજરને ભાઈની જેમજ રાખતો કોઈપણ વાતે તેની વ્હારે આવી ચઢતો. તેના બધાજ અવગુણોને કોરાણે રાખી તેને સાથેને સાથે જ રાખતો. પણ તે દિવસે કેમ તે સહન ન કરી શક્યો !

રાજેદ્રસિંહ શરૂઆતથી જ તેને ખૂંખાર તરીકે જોવા માગતો. જ્યાં તે થોડી પણ પાછીપાની કરતો તો તેને શૂરાતન ચઢાવતો. વારંવાર તેને ટોકતો રહેતો;'સાલા બાયલા, કેમ આમ ઢીલો પડ્યો ?! પણ એક દિવસે…!

સતત તેને યાદ કરાવતો રહેતો યોગેશ તેને કહેતો રહેતો;' રોજર, તને ખબર છે, આપણો ઈતિહાસ કેટલો જૂનો છે. આપણા પૂર્વજો કોણ હતા ? અને આમ તેને શૂરાતન ચઢાવતો રહેતો. પણ એક દિવસે જે બન્યું તે…!   

રાકેશ, અનવર, વિલસન, રાજેન્દ્રસિંહ તેમજ યોગેશની એક પછી એક કેસ હિસ્ટ્રી ઊપર નજર ફેરવી લીધા પછી તપાસ અધિકારી અજય વિચારતો રહ્યો…

 'કોણ હશે આ પૈકીનો રોજરનો હત્યારો… ?!   

  તેણે સિગારેટનો એક કશ ખેંચી ટીવી ચાલું કર્યું. ત્યાંજ- ન્યુઝમાં... 'આગામી દિવસોમાં કોરોનાને કારણે જે નિયંત્રણો મૂકવામાં આવ્યાં છે તે હવે હળવા કરવામાં આવશે. તેમજ શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે પણ સરકાર તાકીદે નિર્ણય કરશે.' 

સમાચાર સાંભળતાં જ અજયના મગજમાં એકાએક જબકાર થયો. તેણે સિગારેટનો ઊંડો કશ ખેંચી ફરીથી યોગેશની કેસ હિસ્ટ્રી પર નજર કરી અને જાણે બધું જ સ્પષ્ટ થઈ રહ્યું હોય તેમ મનમાંને મનમાં હસી પડ્યો !

  **

   ક્યારેક ક્યારેક પેચીદા કેસોનો ભેદ ઉકેલવમાં નિયતિ પણ આપણી વ્હારે આવે છે તે વાત મેં તે દિવસે અજયની વાત પરથી અનુભવ્યું. તે સાથે મારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થયો. ડાયરી તેમજ આંખો બંધ કરીને હું કયાંય સુધી ઈશ્વરમય બની ગયો.  


Rate this content
Log in

Similar gujarati story from Crime