Dashrathdan Gadhavi

Abstract Drama Inspirational

3  

Dashrathdan Gadhavi

Abstract Drama Inspirational

હલકાની સોબતમાં હાણ

હલકાની સોબતમાં હાણ

2 mins
177


મિત્રો, ઉપરોક્ત હલકો શબ્દ જાતિ માટે નથી પ્રયોજાયો પણ વ્યકિતત્વ માટે કહેલ છે. હું ગયા સોમવારે પાલનપુર એક ખાસ મિત્રને ત્યાં તેના ધણા આગ્રહ પછી ગયો.આ ભાઈ પહેલા ભીવંડી મહારાષ્ટ્ર રહેતા હતા ત્યારે પણ એમની મહેમાનગતી મેં મન ભરીને માણી હતી. એ યાદગાર પળો મને પુનઃ આ પરિવાર પાસે ખેંચી ગઈ.

બાલાજી સોસાયટીમાં પ્રવેશી બીજા નંબરના મકાન પાસે બાઈક પાર્ક કરતાં જ મનજીત ભાઈ હરખાતા હરખાતા મને આવકારવા લાગ્યા. તેમના પત્ની રાજલબેન અને બે બાળકો ભાર્ગવી દીકરી અને યજ્ઞ દીકરો. આ બધા મને જોતાંવેંત ખુશ થઈ ગયા. વાતો અને સંભારણા, સમાચારોનો દોર શરુ થયો, ચ્હા નાસ્તો પણ થઈ ગયો ત્યાંતો પડોશી મોંધીબેન ઘરમાં આવી ચડ્યા. સીધા રસોડાના બારસાખને પકડીને એમણે પોતાની જીભને એકદમ છૂટી મૂકી દીધી. રાજલ બહેનના કહેવાતા આ બેનપણીએ પોતાના કેરેક્ટરને બિંદાસ થઈ પ્રગટ કરવા માંડયુ. 

રાજલબેનના પતિ સામે વિવેકહિન મજાક મસ્તી ચાલુ કરી દીધી... " તમે તો જબરા છો, અમદાવાદમાં સખણા નહી રે'તા હોવ અને ધ્યાન રાખજો કોઈની જિંદગી બગાડતા નહી ને... મારે તો તમને સીંદુર પાવો છે, કોફી સાથે મોકો મળે એટલે... કાળા છો ને ટણી શેની. વગેરે વગેરે બકવાસ કરવા લાગ્યા. 

 મનજીતભાઈ પણ આ શબ્દ સંગ્રામણમાં ઉતરી ગયો પણ પેલા બેન આગળ તેમની શબ્દબાજી વામણી પુરવાર થઈ.

બહેનની જીભ તો પાકી પ્રોફેશનલ હતી આ વિષય પર તેઓ એલફેલ બોલતાંજ રહ્યા. તેમણે આગળ કહ્યું -

રાજલ બેનને હું મારા ધેર કાયમ રાખીશ... તમે તમારે રસ્તે પડો, અમો કોર્ટમાં દાવો માંડીને ભરણ પોશણ લઈશું. તમે તારે ફરો મન ફાવે તેમ કે પછી પડ્યા રહો ગધેડા... અમે તમને નહી રહેવા દઈએ. આવા પડોસી સોસાયટી બગાડે, તમે તો જોખમી છો.

 આ બહેન હસતી જાયને હલકટ હરક મજાક કરતી જાય. બહેનના આ એકધારા નુકસાનકારક વાર્તાલાપથી ઘરનું મહેમાનમય વાતાવરણ તંગ બની ગયું. 

પેલા બહેન ગુસ્સાનો સળગતો કાકડો અહીં મૂકીને હસતા  હસતા  જતા રહ્યા પણ. આ ઘરનો વાતાવરણ તણાવગ્રસત બની ગયો. મનજીતભાઈનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને આ ગુસ્સાનો શિકાર થયા એમના પત્ની રાજલબેન.

મનજીતભાઇએ રાજલબેનને  ઉધડા લીધા- 

પેલી ગધીને કહી દેવાનું મારે ઘરે ના આવે. તારી બહેનપણી મને ગધો કહે છે. બોલ બોલ તને ખાવાનો હું આપું છું કે પેલી તારી બેનપણી. આ બાબતે ફરી બંને બહુ આવેશમા આવી ગયા અને એક મેકને હડધુત કરવા લાગ્યા. બિચારા બંને બાળકો લાચાર, ઉદાસ થઈને મમ્મી-પપ્પાના આ કલેશને જોઈ દુભાઈ રહ્યા હતા. 

આ દંપતિને તો મેં માંડ માંડ શાંત કર્યો પણ આ ઘટના પરથી મને બોધ મળ્યો કે વિવેકહિન અને હલકા લોકોથી દૂર રહેવું જોઈએ.તે આપણા જીવનમા ક્યારે આગ લગાડે એનુ કાંઈ નક્કી ના કહેવાય.


Rate this content
Log in

Similar gujarati story from Abstract