કોરોના રસી
કોરોના રસી
ભયંકરાતિત-ભયંકર કોરોના મહામારીએ ભલભલાને ભુ ભેળા કરી દિધાં છે, ડરાવી દિધા છે. હું પણ આ મહામારીથી ડર્યો હતો. સમગ્ર વિશ્વ જેની સામે લાચાર હતો તેવા આ રોગ સામે હું પણ લાચાર બની ગયો હતો. કોરોનાની પહેલી લહેરના વળતા પાણી થયા તેવા દિવસોમાં જ મારે માર્કેટમા ફરવાનું થયું. હું દરરોજના સો-દોઢસો કિમીનો સફર કરી મારું કામ કરતો હતો.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તેમજ અમીરગઢ તાલુકાને બાદ કરતા બાકી રહેતા તમામ તાલુકા મથકો પર મારે જવાનુ થતું હતું. જિલ્લાના જવેલરી શો રુમ પર હું સુ. ઝેડ ગોલ્ડ જ્વેલરીના ઓર્ડર લઇ એમને માલ આપતો. 10મી જુલાઇ 2020ના ચાલુ થયેલી મારી આ દોડ 29 ફેબ્રુઆરી 2021ની બંધ થઈ. હું બીમાર થઈ ગયો. મારુ શરીર બહુ તુટતું હતું અને તાવ પણ રહેતું. મારા મિત્ર એવા ડો. જીતેન્દ્રસિહ રાજપુત સાહેબ પાસે દવા લીધી, થોડી રાહત થઇ. આ ગાળામા આરામ જરુરી હતુ. મારો આરામ ગાળો પુરો થવામા હતો ત્યાંજ કાતિલ કોરોનાની ઘાતકી કહી શકાય તેવી ત્રીજી લહેર પણ આવી ગઈ. આ રોગચાળાના ભયાનક તુફાનને જોઇને કોઇ ગભરુ સસલું ઝાડવાના ઓથમાં ભરાઈ જાય તેમ હું મારા ઘરમાં ભરાઇ ગયો.
દસેક દિવસની કોરોનાની રમઝટી જોયા પછી હું પણ મેદાને આવ્યો અને ઓક્સિજન સેવામા લાગી ગયો. આ અરસામા મારા દસેક દિવસ લોક સેવામાં ગયા. આ દરમિયાન જ મેં કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો હતો. પ્રથમ ડોઝથી મને એક રાહત થઇ મારી તબિયત સારી થઈ ગઈ હતી. આ રસી લીધા પછી મારા પેટની એક જુની વ્યાધિમાજ મને ઘણી રાહત થઇ હતી. આ રસી વખતે રસી કેન્દ્ર પરના કર્મચારીની બેદરકારી મને જોવા મળી હતી. કેન્દ્ર પર રજીસ્ટ્રેશન કરતા બહેનને મારો આધાર કાર્ડ આપતી વેળાએ મેં ખાસ ચોખ કરી હતી કે મારું નામ દશરથદાન ગઢવી છે તેના સાચા સ્પેલિંગ લખજો. બહેન તે સમયે બોલ્યા કે જે આધાર કાર્ડમા હસે તેજ આવશે.
રસી લીધાના ચારેક દિવસ પછી મારા મોબાઇલ પર રસી લીધાનું મેસેજ આવ્યો. આ મેસેજ આવ્યા પછી મેં રસી લીધાનુ ઓનલાઈન સર્ટિ મેળવવા આરોગ્ય સેતુ એપથી પ્રોસેસ કર્યો તો અહીં બનેલા સર્ટિમા મારા નામમા ભુલ આવી. અહીં દશરથદાન ગઢવીની જગ્યાએ દહેર ગઢવી લખેલું હતું. આ ભુલ સુધારવા તે દિવસથી લઇને આજ દિન સુધી હું પ્રયાસ કરી રહ્યો છું પણ હજુ નામ સુધર્યો નથી. આપ જે કોઇ હવે રસી લેવા જવાના હોવ તે આ બાબતે ખાસ ધ્યાન રાખજો.
મારો બીજો ડોઝ પણ મેં લઇ લીધો છે અને આપણા આરોગ્ય નિષ્ણાતોનો કહેવું છે કે રસીના બીજા ડોઝના બીજા સપ્તાહ પછી રસી લેનારના શરીરમા કોરોના સામે લડી શકે તેવી એન્ટીબોડી તૈયાર થાય છે. આપ સૌ પણ જરુર જરુરથી કોરોના સામે રક્ષણ આપતી આ રસીના બંન્ને ડોઝ સમયસર લઇ અને પોતાની મહામુલી જીંદગીને કોરોનાથી બચાવજો.
આપણી સરકારનો ખુબ ખુબ આભાર કે કોરોના સામે ઢાલ બનીને આપણી રક્ષા કરતી આ ઉત્મોતમ રસી આપણને ઉપલબ્ધ કરાવી છે.