Dashrathdan Gadhavi

Tragedy

4  

Dashrathdan Gadhavi

Tragedy

તૂટેલો હાર

તૂટેલો હાર

3 mins
264


મનોમન ભગવાનને પ્રાર્થના કરતો મનોજ પોતાની ઠંડા પીણાંની ગાડી લઈ આજે રુટ પર હતો. એક ગામ પતે એટલે બીજુ ગામ એમ દરેક ગામની એની ટહેલ રુટીન રહેતી. આજે એ ખોડભાપર રુટ પર હતો, વાંકડીયા વટાવી જહાપરા રોડ એની વાન પાણીનો રેલો રેલાય તેમ રેલાઈ રહી છે. સુંદર મધમ ગતિમા ચાલતી ગાડી આજે મનોજને બહુ વ્હાલી લાગી રહે છે, લાગે'જને એની રોજી આ ગાડી પર નિર્ભર છે. 

છેલ્લા ત્રણેક વરસથી આર્થિક બેહાલ મનોજને આ ધંધામા બહુ મોટી આશા છે, પણ અહીં પણ કાયમી મૂડી ખૂટતી લાગે છે. એના બહારના વ્યવહારો ધંધા ને નડી જાય છે. આ દશાથી બહાર આવવા એણે ધણા બધા ઉપાયો કર્યા પણ આ એક વ્યવસાયી યુવકને ક્યાંય લોનરૂપે પૈસા ના મળ્યા તે ના જ મળ્યા. 

 છેલ્લે ભગવાનને એ સતત પ્રાર્થના કરતો રહે છે, કે મારુ કામ કરો પ્રભુ.. પણ ભગવાન પણ એને ધ્યાન નથી આપતો. એની છેલ્લે એવી પ્રાર્થના રહી કે હે પ્રભુ ક્યાંક આકસ્મિક ધન લાભ કરાવ અને હું પૈસાથી બિઝનેસ કરી, ધણુ બધુ કમાઈ કોઈ પણ નિમિત્તે તમને વ્યાજ સાથે પરત કરીશ. આ ભાવ અંતર લઈ એ ફેરી કર્યે રાખતો. 

 આજ રોજ વાંકડીયાના રોડ પર સડસડાટ વાન ચાલી રહી છે, ત્યારે મનોજને રોડ પર એક દોરો અને પીળા ફૂલો જેવું કંઈ પડ્યુ દેખાણું.. ગાડી ગતિમા હતી આગળ નીકળી ગઈ પણ મનોજનું ધ્યાન પેલી વસ્તુમાં જ રહ્યું. એણે ગાડી રિવર્સ લીધી અને તે જગ્યાએ રોડ પર એક હાર ત્રણ ભાગમાં તૂટેલું પડ્યુ જોવા મળ્યુ.. 

મનોજ ગાડીથી નીચે ઉતરી એ હારના ટુકડાઓ દોરા સાથે લઈ ગાડીમા મૂક્યા અને ગાડી રવાની કરી.. ચાલુ ગાડીમા એણે હારનું નિરિક્ષણ કર્યું. ડાયમંડ જડીત આ હાર સાચુ લાગ્યું.. બસ, માનસિક આયોજન ચાલુ.. રીપેર કરાવી બેન્કમાંથી ગોલ્ડ લોન લઈ આ મુડીનો ધંધામાં ઉપયોગ કરવો. ભગવાનનો ઉપકાર માનતો મનોજ પોતાના શહેર દેશલગઢ આવ્યો. એના પરિચિત સોનીની દુકાને આ તૂટેલા હારને બતાવ્યો.

હીરા સોનીએ ઠાવકુ મોં કરીને હાર હાથમાં લીધું. હાથમા લેતાવેંત જ કહ્યું આ હાર ખોટો છે, સોનાનો નથી. આ સાંભળી ધડીભર તો મનોજના પગેથી ધરતી સરકી ગઈ હોય તેવું લાગ્યું પણ, પછી માનસિક સમાધાન કરી એ ઘરે લઈ જવાતા સામાનની થેલીમાં હાર મૂકીને એ ઘેર આવ્યો. ઘરે સામાન આપી પાણી પી અને ફ્રેશ થયો ત્યાં મુકેશનો ફોન આવ્યો.. 

હા હલો.. 

ક્યાં છો પેલા બાવા નુંં... 

હા ભાઈ હું આવું જ છું.. 

આટલો જવાબ આપી ખીલીએ વળગાડેલ શર્ટ પહેરી મનોજ હાઈવે જવા નીકળ્યો.. 

અહીં ના ચાર રસ્તે શીરડીના સીંચુડા એ આવ્યો, ત્યાંતો મુકેશ, અનિલ, નારણ બધા મિત્રો આવી ગયા.. 

વાતો ચાલુ થઈ.. 

આ ચોવટમા સ્થાનિક મુદ્દાઓથી માંડીને કેન્દ્રીય તેમજ આંતર રાષ્ટ્રિય વિષયોની ચર્ચાઓ થઈ .. 

આજે બે બે ગલાશ શેરડી રસ ઠપકારી પછી બેઠક પુરી કરી મિત્રો વિખેરાયા. 

મનોજ પરત ઘરે આવ્યો. એની પત્ની અંગારિકા એક રુમમા મોટા અવાજે ટીવી જોતી ખાટલે પડી હતી.

કંટાળેલા મનોજે તેને અવાજ ઓછુ કરવા કહ્યું અને રુમની લાઈટ ચાલુ કરવા કહ્યું. ત્યાંતો હજાર વોલ્ટના ઝાટકાથી એ બોલી અવાજ અવાજ શું, બંધ કરી દો ટીવી.. 

મારે નથી જોવી.

મનોજ તો એનો અચાનક બદલાયેલો રુઆબ જોઈ ડઘાઈ ગયો. અને સામા પક્ષે પ્રશ્નોની બેટીંગ ચાલુ થઈ. આટલી વાર ક્યાં હતા.. ? ક્યાં ગયા હતા ? 

મનોજ કહે મુકેશ અને મિત્રો સાથે ચાર રસ્તે હતો, આ જો એમના ફોન, મેસેજ.. ફરી એ બોલી દિવસે ક્યાં ગયા હતા..? ધંધે ગયો હતો, રુટમાં, મનોજ બોલ્યો.

ત્યા ફરી પેલી નો પ્રશ્ન.. 

કોઈ લેડીસ પાસે ગયા, તા ?

અરે ના મનોજે કહ્યું.. 

પેલી બોલી આ હાર કોનો છે ? 

મનોજ બોલ્યો 

ઓહ, બાપરે.. આ તૂટેલો હાર તો આજે મને રોડ પર મળ્યો છે, પણ સોનાનો નથી, ખોટો છે.. પેલી બોલી તમે ખોટો બોલો છો, આ હાર તમે કોઈ સ્રી પાસેથી લાવ્યા છો, બોલો એ કોણ છે ?

મને કંઈક થાય છે, મારે તમારી સાથે નથી રહેવું મને છૂટા છેડા આપો, હું મારા બાપ ના ઘેર જતી રહીસ.. 

મનોજ પોતાના લલાટ પર હાથ મારી. પોતાની કિસ્મતને કોશતો રુમની બહાર નીકળ્યો.

આજે ના જમવાનું, આજે ના પથારી થશે.

ભગવાનના દીવા બતી કરીને પોતાના હાથે જ બહાર ચોકમા ખાટલો લઈ એ પડ્યો પડ્યો વિચારવા લાગ્યો કે શું ભગવાન પાસે મદદ માંગીને મેં ભૂલ કરી.. ? શું ભગવાન આ રીતે કામ સુધારવાની જગ્યા બગાડવાવાળા છે. આ ચિંતનમાં પછી પડખા ફેરવતો ફેરવતો એ નિંદ્રાધીન થઈ ગયો. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy