યાદ આ રહી હૈ
યાદ આ રહી હૈ
મારા જીવનપથના કાળઝાળ તાપમાં એક નાનકડું રમણીય અને હર્યો ભર્યો બાગ એટલે પરેશભાઈનો પરિવાર...પરેશભાઈ રાવલનુંં મૂળ વતન મહેસાણાનું ગાંભુ પણ લગભગ પંદર વરસ થરાદ રહ્યા.
આજે સવારે ચાર વાગ્યે આ દેવ પરિવાર ફરી પોતાના વતન રહેવા જવા નીકળ્યા છે. વંદનીય મીતાબેન કે જેમનો આ જગમા જોટો ના મળી શકે એવા લાગણીશીલ, માયાળુ, સંવેદનશીલ અને સેવાભાવી.
કળયુગમાં આવા ગુણો ઓછા માનવીઓમાં હોય છે પણ આ દિવ્યતમ ગુણો દીદીમાં જોવા મળ્યા. છેલ્લા અઠવાડિયાથી તેઓ રહેતા હતા તે ચકલી શેરીનાં પડોશી બહેનો એમને બસ એક ટક નીરખતી રહેતી અને ગઈ કાલે તો આખો દિવસ બે બહેનો તો અવાક બની ગઈ હતી... રાતભર તેઓ રડ્યા હતા.
મારી વાત કરું તો મારા તો બહુ નજીકના સગા, સ્વજન, પરિજન છે, આ પરિવાર... થરાદ ખાતે મારુ મંદિર હતો એમનું ઘર. અઠવાડિયામાં એકાદ દિવસ આ મંદિરે ગયા વિના મારે ન ચાલતું.
વં, પરેશભાઈ કે જેમણે મારા જીવનમા મોટા ભાઈની ભૂમિકા નિભાવી છે. સારા નરસા પ્રસંગોમાં મારા માટે સતત દોડતા રહ્યા છે, તેમના એ ગુણો કદી નહીં ભૂલી શકું..
અંગાર ઓકતા મરુવનમા આ બ્રહ્મ-પરિવાર મારો લીલો-છમ વડલો બની રહ્યો.
મીતા દીદી તો માનવ ખોળિયે સાક્ષાત દેવી. આવા સ્વજન સાંપડવા માટે મોટા ભાગ્ય જોઈએ. સો આઇ'મ લકી !
એમના હાથથી બનેલ ભોજન મારા માટે અમૃત બની રહેતું, એમના આશીર્વાદ થકી જ કદાચ હું આ ધરતી પર અત્યારે હયાત છું નહિતર સને બે હજાર પંદરમાં મને તો યમરાજ લેવા આવ્યા હતા..
આ શક્તિના આશીર્વાદે યમરાજાના હાથથી છોડાવીને મને જીવન આપ્યુ હતું.
આ પરિવારનો ત્રીજો સદસ્ય ભાણેજ કૃપલભાઈ... સતત હસતો, ખડખડતો રહેતો અને બસ ખુદની મોજમાં રહેતો.. એના વારે ઘડીએ મારા અને ફિલ્મ સ્ટાર ગોવિંદા પરના મીઠા વ્યંગને હું કદી ના ભૂલી શકું.
બહુ દુખ થાય છે, બધા સંબધીઓ તેમજ સોસાયટીવાળા આ નરરત્નોને વિદાય આપવા હાજર રહ્યા હતા પણ હું હાજર ના રહી શક્યો..
ખેર...
માતાજીને પ્રાર્થના કરું છું કે, અમારા આ પરિવારને સદા સુખી રાખજે અને સદૈવ એમની ચડતી કળા રાખજે.