Dashrathdan Gadhavi

Horror

3  

Dashrathdan Gadhavi

Horror

મંગલની વાર્તાનો બાવો

મંગલની વાર્તાનો બાવો

4 mins
337


આડેસર ગામે મંગલના કૌટોબિક ભાઈઓના ત્રણ ઘર, એમના સમાજના પચાસ ઘર... કિશોરાવસ્થામા મંગલ બહુ જ સુંદર લાગતો પણ એના હૃદય પર કોઈ ભાર હોય તેવુ પણ સ્પષ્ટ જણાતો હતો... મંગલ નાનપણથી જ બહુજ રચનાત્મક હતો. રાત્રે આઠ વાગ્યે એના બધા બાળ ગોઠીયાઓ ગામ વચ્ચેના ચોકમા આવી ગોઠવાઈ જતા અને અધિરા બનતા મંગલના મુખેથી સરતી વાર્તા સાંભળવા... મંગળ સદા કોઈ એક વિષય પકડી તેના પર રોચક વાર્તા ગુંથવા લાગતો... એની પ્રમાણિકતા તો જુઓ એ વાર્તા ને તે જે-તે સમયે રોન્ગ સ્ટોરી કહેતો... બારથી પંદર બાળમિત્રોની એ સભામા વાર્તાની જમાવટથી સમા બંધાઈ જતો. મંગલની લાઈવ રજુઆતથી શ્રોતા બાળકો સમક્ષ એ વાર્તાના પાત્રો અને દ્રશ્યો જીવંત થઈ જતા અને એના પ્રભાવમા આવી બે ચાર મિત્રો તો રડવા લાગતા હતા અને પછી બધા રડીને ડરીને બધુ પડતુ મૂકી ઘર તરફ દોટ મૂકી ભાગી જતા.

મંગલની તે વાર્તાઓમાં ખાસ કરી હોરર વિષયોનો વધુ દબદબો રહેતો... એની વાર્તા કરવાની રજૂઆત કોઈ સફળ ડાયરેકટરથી કમ ના હતી.

એક સમયે રાત્રે એજ બાળગોઠીયાઓ સામે વાર્તા શરુ કરવા જઈ રહેલો મંગલ બધાને આંખો બંધ કરી શાંત બેસવા કહી અને પછી પોતાની આંખો બંધ કરી પરંપરાગત રીતે મોઢાથી ચિત્ર વિચિત્ર આવાજ કાઢવા લાગ્યો... 

છસસહહહ... હંહહહહહ...ર્દધહહહહહ ...પછી એ વાર્તા કહેવા લાગ્યો.

 એક સમયે અંધારી રાત્રે કાળા જંગલમાં આવેલ ભગરી ગુફાનો ભીડાવેલ લાલ પત્થર આપ મેળે હલવા લાગ્યો. એમાથી તમરા જેવુ તીણો આવાજ આવવા માંડયો. તે પછી માખીઓના ઝુંડના દ્વારા આવતો સામુહિક બણણણાટ અને પછી ધડામ કરતો મોટો ધડાકો થાય છે અને ત્યાં ભયંકર કાળો ધુમાડો આકાશ આંબવા લાગ્યો... 

 બધા બાળ મિત્રો મંગલની સમોહિત કરી દેતી વાણીમા પૂર્ણ સંમોહિત થઈ ગયા... મંગળનો વાણીનો પ્રવાહ આગળ વહેતો જાય છે... આકાશ અને ઘરતીને એક કરી નાખતો આ ધૂમ્ર ધીરે ધીરે ઓશરવા લાગ્યો અને એ આછા ધુંવામા એક વિચિત્ર માનવ આકૃતિ દેખાવા લાગી... જેમ જેમ ધુમાડાની ધૂમ્ર-વલીયો આકાશ માર્ગે ઉપર ઊઠી રહી તેમ તેમ એ દ્રશ્ય સાફ દેખાવા લાગ્યો... ધૂમાડાનું સામ્રાજ્ય હટતાં જ એક વિકરાળ કોઈ જટાઘર ડરામણો બાવો અહી પ્રગટ થયો.

 વનરાવનના ગભરુ પંખીડાઓ જે શાંત પડી શાંતિની આશાએ બેઠા હતા તે કલ્પાંત કરતા નભ ચીરી દે તેવી હ્રદય દ્રાવક ચીસોથી નભ ગજવી ઉડવા લાગ્યા. સસલા, હરણા જેવા નાજુક પશુઓ તો આ કાળ માનવને જોતાં જ  ટપ ટપ કરતાં ઘરા પર પડી તડફડી પ્રાણ તજવા લાગ્યા... એ અધોરી જટાઘરના પગે બાંધેલા ધુઘરાનો આવાજ પણ ભય જનક લાગતો હતો. એ બાવો વારે ઘડીએ પોતાના પગ પછાડીને બિહામણા વાતાવરણને વધારે ભયજનક બનાવી રહ્યો હતો.

 મંગલની ભયાવહી મનોરંજન કથામા હાલના કરણીદાન ભાઈનો તો ડર ના માર્યે પેશાબ વછુટી ગયેલ..મંગલની બીજી એ ખાસિયત હતી કે વાર્તાને ભયના ચરમ પર લાવી થોડા સમય પુરતો પોતે શાંત થઈ જતો અને શ્રોતા મિત્રોને પણ શાંત પાડી આજુ બાજુથી આવતા આવાજ પર ધ્યાન દેવા કહેતો...

 આજે ચૌદસની અજવાળી રાત્રી બહુજ સોહામણી હતી પણ અહી મંગલના પ્રતાપે ભયાનક ડરામણી લાગતી હતી.. મંગલ તેમજ મિત્રો આંખો બંધ કરી પેલા ડરામણા બાવામા એટલા તો વણાઈ ગયા હતા કે આ લોકોને હકિગતમા ધુઘરાનો આવાજ સંભળાવા લાગ્યો...આ સત્ય છે કે ભ્રાંતિ તે જાણવા તે એક બીજાને કહેવા લાગ્યાં... વાર્તાને કોરાણે મૂકી બધા વાસ્તવિક ઘરા પર આવ્યા. આંખો ખોલી... બધા આજુ બાજુ જોવા લાગ્યા... ધુઘરાના આવાજ તો વધારે સ્પષ્ટ સંભળાવા લાગ્યો. કોઈ સાચો અધોરી બાવો દોડતો આ લોકો તરફ આવતો હોય તેવુ લાગ્યું... 

 આ બાળ મિત્રો તો માંડયા રાડો પાડવા... આ તો સાચો બાવો આવ્યો અને વીધિ ની વિચિત્રતા જોવો ઘર તરફ જવાના મુખ્ય રસ્તા પર જ પગ પછાડતો, ધુંઘરા વગાડતો તે બાવો દોડતો આવી રહ્યો હતો.

 આજે મંગલની રોન્ગ સ્ટોરી સત્ય ધટના બની ગઈ અને સંયોગ કહેવો કે કુદરતની લીલા કંઈ સમજાતુ નથી.. 

થોડી વાર માં જ બાવો દેખાવા લાગ્યો. પેલો વાર્તા જેવો જ નિષ્ઠુર અને ડરામણો હતો આ બાવો... બાળ સભા ભયથી કંપી રહી હતી. બાવો સામે આવી રહ્યો હતો પણ તે આ બાળકો સુધી ના આવતા થોડા જ આગળ આવેલા એક ઘરના ઝાંપામા વળી ગયો.. આ બાજુ મંગલ અને તેના મિત્રો બાજુમા જ આવેલ રાસદાનના ઘરમા ઘુસી ગયા... 

હાસ !

બચી ગયા !

પેલો બાવો બાજુના ઘર મા જ હતો... રાત્રીના અગીયાર વાગ્યાનો સમય હતો. બધા વડીલો સૂઈ ગયા હતા. 

નીરવ એકાંતમા પેલા વાસ્તવિક બાવાનો ખોફ ડરામણો લાગતો હતો... 

મંગલ અને તેના સાથીઓ પેલા બાવાને બાજુના ઘરથી બોલાવવા લાગ્યા.. 

 કોન હો ?

યહાં ક્યોં આયે હો ?

બાવો તો ગાળો બોલવા લાગ્યો... મોટા આવાજે રાડો પાડવા લાગ્યો... થોડી વાર પુરતા હિંમતવાન બનેલ મંગલ અને તેના દોસ્તો ફરી ઠુસ થઈ ગયા... 

 આ રાડો અને ધમપછાડા સાંભળી પેલા ઘર વાળા તગદાન બા જાગ્યા... અને ઘર માથી ધોકો લઈને બાવાને ફટકારવા દોડ્યા પણ એ બાવો તો જબરો હતો આમ સેનો માને.. ત્યારે વધારે ધમાલ થઈ આજુ બાજુ વાળા બધા લોકો જાગી ગયા અને બાવાને સમજાવ્યો પછી એ મનોભ્રમિત બાવા ને દૂર મૂકી આવ્યા.

 અહીં મંગલ તેમજ એના મિત્રો ફરી મેદાનમા આવી એક બીજાના મોં જોઈ હસવા લાગ્યા અને તરત જ રડવા લાગ્યા અને પછી ચોવટ પડતી મૂકી ઘર તરફ ભાગ્યા...

 ઘરે આવીને પોતાના બાપા ભેગો પથારીમાં પડ્યો પડ્યો મંગલ વિચારવા લાગ્યો... આવું કઈ રીતે બન્યું... 

મનધડત વાર્તાનો બાવો... અમારી સામે ક્યાંથી આવ્યો ?

બિચારો મંગલ સાત આઠ વરસનો આ બાબતો શું સમજે.. આમ આ ધટનાને ગેબીની કોઈ લીલા સમજીને પડખા ફેરવતો ફેરવતો તે સૂઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Horror