હિસાબ
હિસાબ
હિસાબ
મનોહરલાલ પારેખ, ગામ આખાય નાં કડક હિસાબી માણસ.દુકાનના બેલેન્સ શીટમાં પણ ભાવનાઓ નું કોઈ ખાતું હજુ ખુલ્યું જ નહતું. હિસાબવાહીનાં પાના હજુ તે માટે ખાલી .
કોઇ, દુકાને આવી વાતમાં પ્રેમનો શબ્દ કાઢે તો તરત કહે,“પ્રેમથી તો ફાયદો શું?” તેમના માટે દુનિયાનો દરેક વ્યવહાર એટલે નફો, કે નુકશાનનો, હિસાબ.જીવન એક દુકાન, ગ્રાહક, બાકી બધો “ખર્ચ”.
જ્યારે દીકરો ગમન પરણાવા યોગ્ય થયો, મનોહરલાલે વિચાર્યું કે ચાલો વહુ કામઢી લાવું ટો ઘરમાં રસોયા સને કામ કરનારા નો પગાર બચે. ગામના ગોર મા’રાજ ને કહ્યું, કંકુ નિ કન્યા ચાલશે.
પરંતુ“વહુ એવી જોઈએ જે વધારે બોલતી ન હોય, ખર્ચતી ન હોય અને મારી વાત સાંભળે. ઘરના બધા કામ ઉપાડે એકદમ સિમ્પલ, સમજો કે મૂંગા જીવતાં મશીન જેવી.”
ગોર મા’રાજ શોધી લાવ્યા. બાજુના ગામમા રહેતી, લાલજી ભાઈની દીકરી ગોમતી.
ગોમતી શાંત,સાન મા સમજી લેનારી, આંખોમાં સ્થિર તેજ ઠરેલ. પહેલા દિવસે જ મનોહરલાલે ગોર મા'રાજ ને કહ્યું,
“આ તો બિલકુલ મારી પસંદ છે. ગમનની દુલ્હન મારા ઘરનું, સાચું ચામડા નું તાળું .”
રસોડામા બેસેલી ગોમતી હળવે હસીને ગોર મા’રાજ ને ચા આપી ચૂપ રહી ગઈ.
શરુઆતના દિવસોમાં મનોહરલાલ ખુશ હતા,ગોમતી બોલતી ઓછું, વાદ કદીય કરતી નહીં, કામમાં ખચીત.સમય સર ચટાકેદાર ખાવાનું. ઘરમાં હંમેશા ગડીબંધ ધોયેલા કપડાં. કડક લહેજતદાર ચા,યોગ્ય ગરમ નાસ્તો , અને ઘર પણ રહે હંમેશા ચકાચક. કોઈ ખર્ચો નહિ. બધા કામવાળા ને છુટ્ટી.
એક દિવસ સાંજે ઘરમાં વીજળી ગઈ.
મનોહરલાલ બેસી ગણતરી કરતા હતા. ચાલો સારૂ થયું.
“એક પંખો એક કલાક ચાલે એટલે ૭૫ પૈસા ખર્ચ… હવે કેટલું બચ્યું?”
ગોમતી દીવાલ પાસે બેઠી, હતી તે ઉભી થઈ અને તેને એક તેલનો દીવો પેટવ્યો.
દીવાના મંદ પ્રકાશમાં મનોહરલાલે પૂછ્યું,
“તુ શું વિચારે છે ગોમતી?”
“આ પ્રકાશ કેટલો સરસ છે ?”
“હા, પણ એમાં કેટલું તેલ બગડે છે એ ખબર છે?”
ગોમતી હળવે બોલી,
“ક્યારેક પ્રકાશને પણ અંધકારમય જીવનમાં મહેસૂસ કરવો જોઈએ, બાપુજી.”
મનોહરલાલ ચોંકી ગયા.એ પહેલી વાર જીવનમાં કોઈએ “બાપુજી” કહી બોલવતા, તેમના મગજમા અવિરત ચાલતા હિસાબનાં ચક્કરની ચાલ ગોમતી એ આજે તોડી નાખી હતી .
દિવસો પસાર થયા.ગોમતી વારંવાર કોઈ કારણ વગર ઘરના ખૂણે ફૂલ મૂકે, માળીએથી ઉતારેલી મનોહર લાલની પત્ની અને તેની સાસુ શારદા બેનનાં
જૂનાં ફોટાની ધૂળ સાફ કરે છે અને દીવાલે ટાંગે છે.
તે શારદા બાં ની ત છબી જોઈ,મનોહરલાલને કહે.
“આ તસવીરમાં બા નું સ્મિત કેટલું જીવંત છે. હવે તો તેમના સ્મિતથી આખો ઓરડો ભરાઈ જશે .”
એક સાંજે મનોહરલાલે જોયું, ગોમતી વરસાદમાં બારણેથી હાથ લંબાવી રહી છે. તે બોલ્યા, “થંડી લાગી જશે!”
“બાપુજી,થોડી લાગણીની ઠંડક માણવી એ પણ ક્યારેક સારું હોય છે,”.
તે બોલી,“ક્યારેક માણસે નફા ખોટ નાં હિસાબમાંથી બહાર આવવું જોઈએ. કુદરતનો ક્રમ જોઈ જીવન માણવું જોઈએ”
એ રાત્રે મનોહરલાલ લાંબા સમય પછી બારણું ખોલીને ખુલ્લા આકાશ નીચે બેઠા.તેમના હાથમાં ગોલખ હતી, તેમાં ભરપૂર સિક્કા હતા,અને મનમાં કંઈક નવું જન્મતું હતું, શાંત, નરમ, જીવંત.
હવે ગોમતી રોજ તસવીર પાસે ફૂલ મૂકે.
હવે ઘરમાં ચા ની સુગંધ સાથે એક અજાણી ઉષ્મા ફરતી.મનોહરલાલ વારંવાર વિચારે,
“શારદાના ગયા પછી આ ઘરમાં સુગંધ કેવી રીતે પાછી આવી?”
એ શારદાનાં પ્રેમની બાકી રહેલી સુવાસની બહાર છે.”મનોહરલાલના આંખમાં જીવન માં પહેલી વખત પાણી આવ્યું.
સમય વીત્યો.ગોમતી માતા બનવાની હતી.મનોહરલાલની આંખોમાં નવા ઉગતા સૂરજ જેવો આનંદ છલકાતો.
હવે એ જ માણસ, જે કદી હસવું એટલે ઉધાર લેવું એવુ માનતો હતો, તે હવે આખા ગામમાં હસતો ફરતો હતો. લો ભાઈ “પતાસા ખાવ ! હું દાદા બનવા જઈ રહ્યો છું!”
બીજે દિવસે ગમન અને ગોમતીને બોલાવ્યા,કહ્યું “બેટા, દુકાન થોડા દિવસ બંધ રાખી . આપણે બહાર ફરવા જઈએ.”
દરેક વાત માં ખરચ નો હિસાબ માંડતા, બાપુજી ને આવક મૂકી ખર્ચ કરવા તૈયાર થતાં જોઈ,ગોમતી આશ્ચર્યમાં પડી ગઈ ,તેને પૂછ્યું
“ક્યાં?”
“જ્યાં કોઈ હિસાબની ચોપડી ન હોય.”
મનોહરલાલ મુક્ત હસી બોલ્યા..
તે દિવસથી મનોહરલાલ બદલાયા.
દુકાનમાં હવે ગ્રાહક કરતાં વાત વધારે થતી.ઘરમાં હવે સમય, ચા અને સ્મિતનું હિસાબ બરાબર મળતું.
ગોમતી હવે “નવી દુલ્હન રોબોટ ” નહોતી.તે મનોહરલાલના જીવનમાં માનવતાનું સોફ્ટવેર બની ગઈ હતી —
જે હૃદયના કમ્પ્યુટર ને ફરી બુટ કરી રીસ્ટાર્ટ કરી ગયું.
આજીવન હિસાબી મનોહરલાલ નાં જીવન ની ખાતાવહીમા લાગણી પેમ દયા નાં ખાતા ઝાપાટાભેર ખુલી ગયા. અને ગોમતી વહુની કુંખે દીકરી અવતરી, ત્યારે તેઓ ખુદ ગોમતીનો પડ્યો બોલ ઉઠાવતા રોબોટ બની ચુક્યા હતા.
મનોહરલાલના જીવનમાં હવે નફો-નુકશાનની ચોપડીથી આગળ, લાગણીના પાનાં ઉમેરાઈ ગયા હતા — જ્યાં દરેક સ્મિત એક ક્રેડિટ હતું, અને દરેક ચા એક ડિવિડન્ડ
હિસાબી મનોહરલાલની હાર્ડ ડ્રાઇવમાં લાગણીનો નવો સોફ્ટવેર ઇન્સ્ટોલ થઇ ચુક્યો હતો . ઘરમાં પૌત્રીના આગમને હવે તેમના જીવનનું બેલેન્સ શીટ માત્ર નફા-નુકસાનનું નહીં, પરંતુ પ્રેમ અને ઉષ્માનું હતું.”
---
વાંચન વિશેષ ~
ગોલખ પૈસા સંતાડવાની પેટી કે ડબ્બો.
