rekha shukla

Abstract

3  

rekha shukla

Abstract

હિમકણિકા

હિમકણિકા

1 min
217


શિકાગો એટલે જ વિન્ડીસિટી અને ઠંડી. બરફ ને હિમકણિકા - હા આઇસિકલ્સ 

ઢળતા રૂફ ના ધારે ધારે હિંચકતા લાંબા ટૂંકા અણીદાર ઝુમ્મરો. ટાઢકડો સૂર્યા વેરણ છેરણ રખડુ વાદળ પાછળ રાતો પીળો થતો ઉગ્યોને વાદળમાં સંતાયેલા વર્ષાબિંદુઓ મેધધનુ બની

શરમાયા.લાંબુ ટુંકુ સુકુ ભીનું ધાસ આડુ ફરી ગયું, ઠંડક કહે મારું કામ.

ટાઢા ટાબરિયાં હિમની જેમ જામી ગયેલા એકમેકના બ્લેન્કેટ્સમાં ને કાર્ટુન જોતા હતાં એમના રૂમમાં. મોટાઓ શિયાળાની સવારે હજુય પથારીમાં ન્યુઝ જોઈ રહ્યા હતાં. ક્યારેક હવામાન બદલાતા હવામાં ફંગોળાતી હિમકણિકાઓ જોવા મળતી. ટપ્પ... ટપ્પાક... ટપ્પ ..ટપ્પ..

ને ઠપાક્ક પડ્તી ને મિલિયન પીસીસમાં સાઈડ રોડ પર ચૂરામાં ફેરવાતી.. કોરોના ના લીધે બાષ્પીભવન થઈ રહેલા વ્યક્તિઓના કેસીસનો વધતો આંકડો ને રીબાતા, કણસતા, તરફડતા 

બોડી ના પિકચરોમાંથી માથું ઉઠાવી બીજે જોવાનો ડોળ કર્યો. આ લોકો કદાચ પાતળી ચામડીના હશે? 

રિવર વોકની ફોગી બર્ફીલી બંધ બારીમાં કોઈક ફરક્યું... ડોકાયું જરાંક, લાગ્યુંં બર્ફીલા રણમાં ટિલુપ્સ ઉગ્યું કે..!! પથ્થર ને ડાળી ને વળગેલા પરપોટા... કાચના મોતી ધીમે ધીમે સરકતા હતાં. 

અચાનક ૫૦ માં માળેથી હા, ટોપ રૂફ પરથી તીક્ષ્ણ અણીયારી આઇસિકલ કોઈની કાર પર અફળાઈ. 

કારના રૂફ ને ચીરી ડ્રાઈવરમાં ભોંકાઈ. ડ્રાઈવરની કાર બેલેન્સ ગુમાવી બીજી ગાડીઓ સાથે અથડાઈ..

 મલ્ટાઇ કાર નો મોટો એક્સિડન્ટ... !! ઠંડીની કે એક્સિડન્ટની તરફ આંખ આડા કાન કરતા ફૂટપાથ પર માણસો ચાલતા દેખાતા...પોતાની ટ્રેન ના ચૂકવા મથી રહ્યા હતાં. 

બીલ્ડીંગના કોર્નર પર એક ભિખારીને ચિસો પાડતો જોયો.એની પાસે રોજની જેમ આજે પણ કાર્ડબોર્ડ પડેલું ને તેમાં લખેલું " વીલ વર્ક ફોર મની" એ કાર્ડબોર્ડ ફંગોળી સફાળો ઊભો થયો ને ચીસો પાડતો હતો. કોલ ૯૧૧ પ્લીઝ !


Rate this content
Log in

Similar gujarati story from Abstract