Tirth Shah

Horror Thriller

4.5  

Tirth Shah

Horror Thriller

હાઈવે

હાઈવે

3 mins
452


"આજા સનમ મધુર ચાંદનીમે હમ....તુમ મિલેતો વિરાને મેં ભી આ જાયેગી બહાર...."

મારી ગાડી નેવુંની ઝડપે રાતના ત્રણ વાગ્યાના સુમારે શિયાળાની ગાઢ રાત્રીમાં સન્ન કરીને જતી હતી. હાઈવે પર વાહનોની અવરજવર ખાસી ઓછી હતી તેમજ લાઈટનું પૂછવું નહીં ! મારી ગાડીની લાઈટના મારફતે હું મારા ઘર તરફ જઈ રહ્યો હતો. ગાડીમાં જુના ગીતો વાગતા હતા ને હું મારી ભાવિ પત્નીના વિચારોમાં ડૂબેલો હતો. બહાર શિયાળો તેની પૂર્ણ કળાએ ખીલ્યો હતો તેની ટાઢક વળગે એવી હતી. હાઈવે પર જાણે નજર લાગી હોય તેમ સુમસામ હતો.

મારે પુરા ત્રણસો કિલોમીટર કાપવાના હતા.. એકબાજુ ઠંડી ને બીજી બાજુ ભૂખ લાગી હતી. ગાડીમાં હું એકલો હતો એટલે સાથીદાર તરીકે રેડિયો ચાલુ કર્યો હતો. હું હતો ત્રીસેક વર્ષનો પણ જુના ગીત મારા હૃદયને સીધા પહોંચી જતા. મારા ઘરેથી મારા મમ્મીનો કોલ આવી ગયો હતો. હું ગીતોમાં ડૂબેલો હતો ને તેવામાં.....

મારી કાર સામે કોઈ પસાર થયું તેવું મને લાગ્યું. એકવાર હું નજર ચૂકી ગયો મને થયું સાલું કોઈ હતું એ નક્કી ! જોરથી બ્રેક મારી અને ગાડી ઊભી રાખી.

"ભીગીભીગી રાતમે દિલકા દામન થામ લે..ખોઈ ખોઈ જિંદગી"

 મેં ગીતને વચમાં અટકાવી રેડિયો ઓફ કર્યો. ચારેકોર શાંતિ હતી. માત્ર મારા શ્વાસનો અવાજ અને મારી ઘડિયાળના કાંટાનો અવાજ. સમય રાતના સાડા ત્રણ...અંદર ખાને મને ડર લાગવા માંડ્યો. હું મૂંઝવણમાં મુકાઈ ગયો મારે આગળ શું કરવું અને ન કરવું એ ખબર નહી. હું એ સન્નાટો અનુભવી રહ્યો હતો ને ત્યાંજ......

"હર દમ તેરા નામ લે"......મારુ અટકેલું ગીત ત્યાંથી સંભળાયું.

એ ગીત સાંભળતા મારી કાર ચાલુ કરી. ભર ઠંડીમાં ગરમી લાગવા માંડી. શરીર ધ્રૂજવા લાગ્યું, હાથમાં રૂંવાટી ઉભી થઈ ગઈ, માથું ફરવા લાગ્યું ને કાર ચાલુ કરી. ત્રણ-ચાર વાર કારને ચાલુ કરી પણ કોઈ કારણોસર કાર ચાલુ ન થઈ. મારા શ્વાસ ચડવા લાગ્યા ને મને ગભરામણ થવા લાગી અને મને છાતીએ દર્દ થવા લાગ્યું. હાઈવે સુમસામ હતો, નીરવ શાંતિ હતી અને ચારેકોર માત્ર અંધકાર..

મારી નજર સામે કોઈ ફરી ગયું તેવું લાગ્યું. હું ડઘાઈ ગયો, મને થયું મારુ આજે કામ તમામ ! એકાએક એક સ્ત્રી મારી સામે આવતી જણાઈ. મેં કાર ચાલુ કરી અને ભગવાનની મહેરબાની કાર ચાલુ થઈ અને......નેવુંની ઝડપે કાર દોડાઈ. એ સ્ત્રી મારી પાછળ આવતી જણાઈ. મેં કારની સ્પીડ વધારી. તેને જોવામાં અને ડરી જવાના કારણે મારી કાર કાબૂ બહાર ગઈ. ગીત તેની જાતે વાગવા લાગ્યું અને એ ડરના કારણે મારી કાર સો પાર કરી ગઈ. મારા હાથ ધ્રૂજવા લાગ્યા અને જોતજોતામાં મારી કાર નજીકના ડિવાઈડર પાસે અથડાઈ અને ધડામ કરતો અવાજ આવ્યો. હું જાણે બેભાન તેમ...

જેમતેમ કરી બહાર આવ્યો ને જોયુતો મારી સામે મારી લાશ અને હું ત્યાં સામે ઊભો. એ સ્ત્રી મારી લાશ પાસે ઊભી રહી અને ગીત ગાવા લાગી.

"તુમ મિલેતો વિરાને મેં ભી આ જાયેગી બહાર"

ઊઠ...તરંગ બેટા, જો તારી પત્નીનો ફોન આવ્યો છે એને લેવા જવાનું છે તારે ! તૈયાર થઈ જા ઝટ..બપોરનું જમીને ઊંઘ્યો તે સાંજના છ વાગ્યા ઊભો થા.. ને લેવા જવાનું છે તારે આજે..

 'તરંગની મમ્મી તરંગને ઉઠાવે છે'

તરંગ સપનામાં ઝબકી જાય છે. પછી દસ મિનિટે વિચાર આવે છે " આ સપનું આજે જ કેમ આવ્યું ? મારે આજે જ હાઈવે થઈ તરલને લેવા જવાનું છે ! શું કોઈ પૂર્વાભાસ છે કે પછી સંયોગ ? "

તરંગ લેવા નીકળે છે ને ત્યારે હાઈવે પર પસાર થતા રેડિયો પર એજ ગીત વાગતું હોય છે.

"લગતા નહિ હે દિલ યહાં...આજા સનમ મધુર ચાંદની..."


Rate this content
Log in

Similar gujarati story from Horror