Kanala Dharmendra

Tragedy

3  

Kanala Dharmendra

Tragedy

ગુલાબ

ગુલાબ

1 min
404


"પપ્પા તમને ગુલાબ ગમે છે એટલે મારું નામ ગુલાબ રાખ્યું કે હું ગમું છું એટલે આપણાં બગીચામાં ગુલાબ વાવ્યાં ? ", નાનકડી ગુલાબે મરક-મરક થતાં પૂછ્યું. પપ્પાએ તેને ઉંચકીને ચૂમી ભરી લઈ જવાબ આપી દીધો. " પપ્પા તમને વધું કયું ફૂલ ગમે આ ગુલાબ કે પેલું ઓર્કીડ?" , ગુલાબે વળી પાછો બીજો સવાલ કર્યો. પપ્પાએ બીજી ચૂમી ભરી. જાણે જવાબ સમજી ગઈ હોય એમ ગુલાબે ત્રીજો સવાલ પૂછ્યો, " તો આ ઓર્કીડ કેમ વાવ્યાં?" "એ તો વિદેશી ફૂલ છે બેટા, આ ગુલાબ પાસે એમ જ ઉગી નીકળ્યાં. ક્યાં આ મારું ગુલાબી ગુલાબ અને ક્યાં એ જાંબલી ઓર્કીડ", પપ્પાનાં આ છણકા સાથે બાપ દીકરી બંને હસી પડ્યાં....!


  આવી તો કઈ કેટલીયે ઘટનાઓ મનહરભાઈના મનોચક્ષુ સામેથી પસાર થઈ ગઈ. પોતાની ના હોવાં છતાં ગુલાબે પરભાષી સાથે પ્રેમલગ્ન કર્યા. ત્યાર પછી તો ક્યારેય ગુલાબ પાછી આવી જ નહીં. આજે છેક મેક્સકુમારનો ફોન હોસ્પિટલથી આવ્યો ત્યારે ગુલાબ જોવા મળી અને એ પણ આ હાલતમાં. ડોક્ટરે એક જણને અંદર જવાની છૂટ આપી. મનહરભાઈ મેક્સની સામું જોયા વગર અંદર ગયા. આખું શરીર દાજ્યું હતું અને જ્યાં દાજયાનાં ડાઘ નહોતા ત્યાં પણ જાંબલી રંગના ડાઘ સ્પષ્ટ દેખાતાં હતાં. બહાર આવીને વેઇટિંગ પેસેજમાં સજાવેલા ઓર્કીડનાં ફૂલો પાસે બેસી મનહરભાઈએ પોક મૂકી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy