ગુલાબ - (ઉર્મિનો ઉમળકો)
ગુલાબ - (ઉર્મિનો ઉમળકો)


યે ચાંદ સા રોશન ચહેરા -ઝુલ્ફો કા રંગ સુનહરા, ગીતની સૂરીલી ધૂન એરપોર્ટ ટેક્ષીની મ્યુઝિક સિસ્ટમના એફ એમ રેડીઓ ઉપર "રાત કે હમસફર" કાર્યક્રમમાં વાગતી હોવાથી, ધનતેરસની એ રાત, ધીમા કમોસમી માવઠાથી થયેલ ભીની, ધરા રાત્રીના પહેલા પહોરમાં પણ સડક આલ્હાદ્ક લગતી હતી. મોહનગરી મુંબઈ નગરીના દીવાઓ હવે ક્ષિતિજને ઉજાગર કરતા દેખાતા બંધ થાતાં જતા હતા, ફાસ્ટ ટેગ ના આવ્યા પછી ટોલ નાકાની રોકથામ વગરની ગાડીની રફ્તારની મજા કોઈ ઓર હતી.
આજે પુરા પાંચ વર્ષ પછી નવા વર્ષની ઉજવણી હોમ ટાઉનમાં કરવી તેવો " સુનિતાનો આગ્રહ અને તેની લાગણીને અનુસરીને મળવા માટે ઓસ્ટ્રેલિયાથી મુંબઈની લાંબી હવાઈ સફર કાપતા થતો રોમાંચ આ બે કલાકની મુંબઈથી અંબોલીની સફરમા ચરમસીમા એ હતો એ સ્વાભવિક હતું, વારેવારે સીટની બાજુમાં એર પોર્ટ લૉન્ઝથી ખરીદેલ ચેનલ ફાઈવની બોટલ અને અસ્ટ્રેલિઅન મોન્ટે કાર્લો મેરિનો વૂલની ડાર્ક મરૂન કલરની શૉલ ઉપર નજર જતી હતી .
તેવામાં કેબ ડ્રાઈવરે કહ્યું "સાહેબ અહીં શેટ્ટીનો 'ચાઇ'નો અડ્ડો છે", ચાઇ પીશું કે ?, અહીં ચાઇ પીવા લોકો મુંબઈથી આવેછે, હું મનમાં હસ્યો કે ભાઈ મને ખબર છે પણ મારે તો સુનિતાને મળવું છે તેની મહેક માણવી છે, પણ તેનો ઉસ્તાહ જોતા મુક સંમતિમાં ડોકી હકારમાં નમાવીને તેની સાથે હું પણ કેબમાંથી ઉતર્યો.પાછળ નજરે આવતી અટપટી સડકની લીસી સપાટી, એ નવા ભારતની ઓળખ આપતી હતી.અંબોલી એ સહ્યાદ્રીની પર્વતમાળાનુ ગામ મુંબ થી નજીક હોવા છતાં હજુ ગ્રામજનોએ તેની જૂની ઓળખ અકબંધ રાખેલી હોવાથી અંબોલીમાં ઘણા ફાર્મ હાઉસ હતાને લોકો વિકેન્ડમાં ફ્રેશ થવા આવતા., જેમ જેમ પર્વતમાળનો રસ્તો અંબોલીને આંબવા આગળ ધપતો હતો તેમ તેમ મારા બાળપણના સંસ્મરણો તાજા થવા માંડયા હતા...
સાહેબ "ચાઇ",ના અવાજે વિચાર તન્દ્રામાંજ ચાઇની પહેલી ચુસ્કી માણતા વેંત મગજ ફાસ્ટ રિવાઇન્ડ મોડ પર આવી ગયું, દુકાન ઉપર દૂરથી નજર કરીને કોઈ પરિચિત ચહેરાને શોધતો હતો પણ બધા નવા ચહેરા હતા. ચાઇની એજ લાજવાબ લિજ્જત ભર્યા ગ્લાસની સાથે જૂની યાદોની વણજાર ઉમટી ગઈ, માનવી નું મન પણ કેવું, મનના વેગને કોણ આંબી શકે, તે કદાચ નાસા - અમેરિકા માટે પણ ભાવિનો શોધનો વિષય હોઈ શકે.
ડ્રાઈવર આવી ગયો હતો અને આગળની સફર સાથે સુનિતાની યાદ આવી.. સુનિતાએ મારી માતાએ મારાં માટે સૂચવેલ માર લગ્ન માટેનું પાત્ર. જે અમારા દૂરના પરિચિત કુટુંબની દીકરી હતી અને સોશ્યિલ વેલ્ફેરમાં પીએચડી કરી રહી હતી આજના ઈન્ટરનેટના જમાનામાં એકબીજાથી પરિચિત બન્યા હતા. એકબીજાંના ગમા - અણગમાથી વાકેફ થતા જતા હતા. પરંતુ સુનિતાની સાથે થતી વાતના અંતમાં, "સુનિ, તું ક્યારે આવે છે, મારે તારી સાથે એક વાત રુબરુમાં શેર કરવી છે આ સ્ત્રી ઓ પણ અજબ છે, લાઈવ ચેટિંગ અને રૂબરૂમાં પણ ફર્ક રાખે છે. તેથીજ જયારે રૂબરૂ મુલાકાત થવાની હતી તેથી વારંવાર તેના વિચારો અવતા હતાં.
નવી હોન્ડા કેબની ખાસિયત અથવા ડ્રાઈવરની કાબેલિયત જે ગણો તે પણ હું યાદો ગણો કે વિચારના વમળમાંથી બહાર આવું તે પહેલા તો કેબ સારંગ કોઠીના મુકામે પહોંચી ગઈ હતી જે અમારી છેલ્લી ચાર પેઢીની ત્વારીખની શાક્ષી હતી. મારી માતા "સુનંદા" અને નાની બહેન શિરાલી રાહ જોતા ઓસરીમાં ઊભા હતા, એક પળના પણ વિલંબ વગર શિરાલી એ કેબનો દરવાજો ખોલતા વેંત હેતની હેલી વરસાવી, તો સુનંદા આઈ,પણ તેમાં જોડાઈ ગયા, આજ સારંગ કોઠી કે જેની અગણિત યાદો અમારા ત્રણેયના માનસ પટ પર ઉમટી આવી. પ્રાઈમરી શાળાના સમય પછી આ મારી પહેલી દીપાવલી હતી જે દરમ્યાન હું ખાનદાની કોઠીમાં અને બહેન સાથે રહેવાનો હતો. આખી કોઠી તેલના દીવડાથી ઝગમગતી હતી.રામદીન કાકાએ સામાન ઉતારી દીધોને સાદ દીધો ત્યારે યાદોના વમળથી વર્તમાનમાં બધા આવી અને કોઠીમાં ગયા.
તે રાતે જમવાંના ટેબલ ઉપર ઔપચારિક વાતો પછી, "માં, એ વાતનો દોર ઝડપતા જણાવ્યું કે કાલે જે કરવું હોય તે કરજે પણ પરમ દિવસે દિપાવલીના દિવસે આપણે સામજી ભાઈને ત્યાં તારા અને સુનિતાના વિવાહની શુકન વિધિ માટે જવાનું છે. હું મનોમન વિચારતોમાં હજુ મને નાનો સુનિયો ગણે છે, પણ તે વિચારોને હડસેલતા તેનો મારા ઘડતરમાં આપેલ યોગદાનને સ્મરણી લેતા કહ્યું કે મારો કોઈ કાર્યક્મ નથી "આઈ, તમો કહો તેમ.
પછીનો ઘટનાક્રમ બહુ ઝડપથી વીતી ગયો, દિવસ આખો ગામના મારા બાળપણના મિત્રોની સાથે વીતી ગયો અને મોડી સાંજે હું મારી શાળાના આચાર્ય શરદ માસ્તરને ઘેર મળવા ગયો, શરદ માસ્તર નું શિખવાડેલ વૈદિક ગણિતે તો મને મારા વ્યવસાયિક ક્ષેત્રે સફળતા પ્રદાન કરવામાં ઉપરાંત આજ ના હરીફાઈ ના જમાના મ આગળ બની રહેવામાં મદદરૂપ થાય છે. તેઓની સાથે વાત કરે દસ વરસનો સમય વીતી ગયો હતો. ગામ ના મંદિરેથી તેમના ઘરનો રસ્તો ઢૂંકડો હતો પણ આ ઢૂંકડાં રસ્તામાં મનની રફ્તારે આખું બાળપણ યાદ કરાવી દીધું. સાહેબનો કડક સ્વભાવ તો તેટલા જ મૃદુ સ્વભાવ ના શશિબા, અને તેમની લાડલી દીકરી સમજુ. કેટકેટલી અને કેવળ મધુર યાદોના અમે માલિક હતા. એકબાજુ શરદ માસ્તરની કેળવણી, તો બીજીબાજુ શશિબાની મમતા અને વધુમાં તેમની લાડકી "સમજુ, નો એક બહેનનો નિર્મલ નિખાલસ લાગણી સભર નિસ્વાર્થ પ્યાર. એજ પરિચિત ઘેઘૂર વડલોને એજ ભવનાથ દાદા ના મંદિરનો ચોક, કશુંજ નથી બદલાયું, બદલાયું હોય તો પહેલાની પાણી નીતરતી નિકોની જગ્યાએ હવે બંધનીકો નજરે આવી. શેરીની ડામર આચ્છાદિત સડકો એ આદર્શ ગામની ઓળખની નોંધ છતી કરતી હતી. આમ શરદ માસ્ટરના ઘરે પહોચી આવ્યો.
પરંતુ વાતાવરણમાં હરહંમેશ રહેતી અલ્લડતા ડોકાતી નહતી, એક પ્રકારની ગંભીરતા એ ભરડો લીધો હોય એમ માસ્ટરનું ફળિયું દીસતું હતું. કદાચ આવું લાગવું એ મારી ઉમરનો પ્રભાવ હોઈ શકે. ઓસરી વટાવીને છેક પરસાળ ગયો.. પણ કોઈ નજરે ન પડતા મેં સાદ દીધો, "શશિબા" આમ જુવો તો કોણ આવ્યું છે ? ત્યાં પરસાળની બાજુમાં કોઈ હિલચાલ જણાઈ, કોણ છે અટાણે ભાઈ ?.. થોભીજા વીરા, આ જરા મારી માણેકનેનીરણ આપીને આવું છું. અવાજના લહેકા થીજ જણાઈ આવ્યું કે બા, ગમાણમાં ગાય નીરામણ આપે છે. ચાલો ફેરો માથે નથી ઘરમાં કોઈ તો છે ના સ્વાગત પ્રતિભાવ સાથે, સામે હિંચોરા ખાટ હતી તેમાં તકિયે અઢેલીને પગની ધીમી ઠેસથી ખાટને ગતિ આપીને અતીતમાં અહીં વિતાવેલ બચપણના અમૂલ્ય દિવસો તાજ કરી લીધાં. સામે દીવાલ પરનું ચિત્રાંકન હજુ અકબંધ હતું તેજોતા સમજુડીની ભીંતચિત્ર -કળાનીની નિંપુણતા સાથે ઝડપતી ફરતી પીંછીની યાદ અપાવી ગયી.
તેટલાંમાં તો શશિબા ડોકાણાં, દૂરથી જોતાં .. અરે ગગા, ભૂલો પડ્યો કે ?, કેટલા વરસ પછી આ ડેલીની યાદ આવી,,,.. કેમ છે....ન ખબર ન અંતર,.... એકદમ જ, બધું બરા -બર તો છેને ?,ક્યારે અંબોલી આવ્યો ?, આ...મ, કેમ સુકાયેલો દીસે છે ખાતો નથી કે.. શું ?, અરે બા તમો મને બોલવા દેશો કે. વાતને ટૂંકાવવાના હેતુથી વાતનો દોર હાથમાં લેતા કહ્યું, બા, આ તો તમારી નાની, ( મારીમાં ને શશિબા"નાની" ઉપનામથી બોલાવતા હતા )ને મારી આઝાદી પસંદ નથી અને તેને શામજી ભાઈની સુનિતા સાથે સગપણ ગોઠવેલ છે એટલે પ્રસંગે આવેલ છું, કાલે દિપાવલીને દિવસે ગોળ ધાણાનો પ્રસંગ છે. પણ હવે તમે કહો કે આમ ઘર સૂનું કેમ ?, સમજુને તો તમે વળાવી હતી તે સમાચાર મને મળેલ, પણ મારા માસ્તર સાહેબ ક્યાં?.
ધીરો થા..ગગા સન્ધુય પછી, પહેલા બોલ શું ખઇશ?, "હુખડી".. કે ગરમાગરમ ખીચડી અને લસણીયા બટાકા?, ના બા સુખડી નહિ હું તો તમારા હાથના લસણીયા અને ખીચડી જ લઈશ, પણ થોડુંક, મારે ઘેર પણ થોડું જમવું પડશેને ? આ તમારી "નાની"ને નારાજ નહિ કરાય. અમો બંને રસોડે ગયા. રસોડાની તાજી લીપેલી ફર્શ ઉપર, દીવાલની છાદલી ઉપર હારબંધ કાંસાના વાસણોની ચમક ઉજાસ રેલાવતા હતા.
ફટા-ફટ છાશનો કળશિયો અને ખીચડીને ઉપર લસણીયા બટાકા અને માથે પાછું ટોયલી ભરેલું વલોણાંનું ઘી સાથે થાળી આપતા શશી બા એ હાક કરી, ગાગા તું ચાલુ કર હું હાલ આવી, આ પાપડ શેકી .' બા'નો તરવરાટ તો આજે પણ હતો, પણ જોમ- ઉમળકામાં ઓછપ કળાતી હતી.પાપડ આવી ગયા અને બા પણ તેમનું વાળું લઇ આવ્યા.જમતી વેળા નિર્મળ ભાવ થી જમવું તે માસ્તર સાહેબના ઘરનો નિયમ હજુ બરકાર છે તેની પ્રતીતિ થઇ.
જમ્યા પછી મનમાં ઘૂંટાઈ રહેલી શરદ માસ્તર ની ગેરહાજરી અંગે આપોઆપ પુછાઈ ગયું,, તો.. એ.. બા ક્યાં છે મારા માસ્તર, કેમ દેખાતા નથી?. ગગલા, ધીરો થા તું, ભવનાથ દાદા ના રખોપા હજુ તપે છે. માટે અધીરો થામાં. તને તો ખબર છે કે સમજુને ઓણ વરસે સાસરે વળાવેલ, પણ હું અભાગીને ક્યાં ખબર હતી કે તેના સુખના દિવસો પુરા થયેલ છે."શિવો" તેનો ભરથાર, પરાણે વહાલો લાગે તેવો સોહામણો, ચોળીમાં કન્યાદાન વખતે સોહામણાં જોડાને જોતા મારી છાતી ગજ-ગજ ફૂલી હતી, પણ ભવનાથ દાદાને કાંઈ બીજું મંજુર હતું તે ક્યાં કોઈને ખબર હતી?, લગનના ચોથા મહીનેજ શિવજી અને તારા માસ્તર ટ્રેક્ટર ભરીને શેરડી આપવા ખાંડ મિલે જતાં હતાને ગોઝારાં અકસ્માતમાં બંનેના ઢીમ ઢળી ગયા.
હું હેતબાઈ ગયો, મારી આઈ, એ આટલી મોટી વાત મને કેમ નહિ કરી હોય ?, પણ મારો પણ શું જવાબ, મેં પણ આ લોકો વિષે ક્યારે પૂછ્યું હતું ખરું ? પણ મારી જ ભૂલ. શશી બાની સજળ આંખો જોતા મારુ કાળજું ચીરાતું હતું, સંસારમાં દરેક ના જીવનમાં જનની સિવાય એક બીજી સ્ત્રી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ હોય છે. શશી બાની મમતા, મારા બાલ્ય જીવનની પૂંજી હતી. તેમને દુઃખી થતા જોઈ હું બેચેન હતો,તો પછી સમજુડી નું શું થયું ?, ઊંડાં શ્વાસ સાથે વ્યથા ઠાલવતાએ બા એ ઉમેર્યું,"તે", શામજી ના અવસાન સમયે ભારે પગે હતી અને તારો માસ્તર મને મજધારમાં છોડી જતા.ગાગા હું તો નોધારી થૈ, સમજુને અહીં અંબોલી લઈ આવી, વિચાર્યું કેમાં દીકરી આયખું તેના ભાવિ સંતાન સાથે વીતાવી લઈશુ, પણ તે આશા પણ ઠગારીનીવડી, તેને સુવાવડ વખતે બચાવીના શકી. ન્યુમોનિયાએ તેના ફેફડામાં પાણી ભરી દીધું હતું અને એમ જોત જોતામાં તે સિધાવી ગઈ પણ, તેની છોકરીને મારે હાલ છોડી ગઈ .બોલતા જ અંદર થી સમજુની છોકરીને લઇ આવ્યા.
ખોળામાં લેતા હું ભાવુક થયો કુદરત નો ક્રમ કેવો અજાણ્યો... અરે આતો બિલકુલ સમજુ જેવી, બા,, તો એનું નામ શું પાડ્યું.."ગુલાબ" ગુલાબ રાખવાની છું ગગા. વાત તો મને પણ જચી ગઈ..,હાથમાં રહેલ સમજુડી ના કોખે અવતરેલ આ કોમળ ફૂલનું નામ આનાથી બીજું શું હોઈ શકે?. અને વાતમાં અનાયાસ પ્રતિભાવ નિકર્યો... હે બા...તમે તો ભારે દુખડા વેઠ્યા, પણ ચિંતા છોડો,તમારી પડખે હું રહીશ,.ના.. ગગા.. ના,દરેકે દરેકના જીવનનો સંગ્રામ પોતે ખેલવાનો હોય બીજાને ભાર શીદને દેવાય? અને,.... ગાગા,તે કદી આંખ થી સાંભર્યું છે?, તું સાંભળવાનો પ્રયાસ કર,આ ગુલાબની આંખ શું કહે છે ?, -- તે કહે છે,,, "શશીબા ભગવાન નિરાશ નથી થયો, એટલેતો તેણે " મને" તમારી પાસે મોકલી છે " આ તો મારુ કરમ હશે, પણ આ અભાગી ના હૈયે હવે હામ આવી ગઈ છે. ગુલાબને મોટી કરી દઈશ, તારા માસ્તર તેટલું તો મુકીગયા છે. --હું ધ્રુજી ગયો અને મનોમન આ બાઈની હિમંતને બિરદાવી.સદી ના છેડાં થી ભીની પાપણને સ્ંકોરતા બોલ્યા....ચાલ ગગા આમ ઢીલો ન થા.. સંસાર છે ચાલ્યા કરે...તારી આ "બા"ને ભૂલતો નહિ... પાછો આવજે...એકલો નહિ....... હો.. શામજી ભાઈની લખુડીને પણ લાવજે.
ખિન્ન હૃદયે વિરમતાં સારંગ કોઠી તરફ પરત આવ્યો, ઘેર બધાને આનંદમાં જોઈ શશી બાની મુલાકાત થી ઉદ્ભવેલી વ્યથાને મનમાં ધરબી. કાલની દિપાવલીનો દિવસ તો સામજીભાઈને હવાલે, હોઈ પછી ફરી શશી બાને મળવું, અને કાંઈ નક્કર વ્યવસ્થા તેઓ અને ગુલાબ માટે પરદેશ પરત જતા પહેલા ગોઠવી જઈશ એમ ઠરાવી મન મનાવ્યું.
સામજી ભાઈની શુકન વિધિથી પણ વધુ ઉત્સુકતા તો મેં સુનિતા ના બાકી રૂબરૂ શેરિંગ ની હતી જેથી સવાર ક્યારે પડી તે ખબર ન પડી. સમજી ભાઈને ઘેર પહોંચત વેંત મારી નજર સુનિતાને શોધતી હતી, ત્યાં સામજી ભાઈ કહ્યું "સુનીતકુમાર મારી સુનિતા તો મારા જિગરનો ટુકડો" છે તેને મેં માં અને બાપ બંનેનો પ્યાર આપીને ઉછેર કરેલ છે, તેનો હવે તમારે ખ્યાલ રાખવાનો. એમ કહેતા કહ્યું કે કુમાર તમે વાડીયે જાવ સુનિતા ત્યાં છે તેને લઇને ભવનાથ દાદાને મંદિરે પહોચો, અમે લોકો ત્યાં પહોંચીયે છીએ.
વાડી ક્યાં દૂર હતી? નાના ગામની મોટી મજા એ કે સૌ કોઈ સામે હોય તેવું લાગે. સુનિતાને જોતા જ રૂબરૂ પર્યાયનો ખરો ખ્યાલ આવ્યોઃ. ગામઠી કોટન સલવારમાં સુનિતાનું વ્યક્તિત્વ બેમિસાલ લાગ્યું આઈની નજરને દાદ દેવી ઘટે.કૂવાની પાળ ઉપરની પહેલી મુલાકાત અને,તાજી શેરડીના સાંઠા સંગ ઔપચારિક વાતોનો દોર શરુ થયોને ક્યારે તે વાતોનો દોર ભાવિ દામ્પત્ય સુધી પહોંચી ગયો તે ત્યારે જ ખ્યાલ આવ્યો કે સુનિતા એ પૂછ્યું કે "સુનિત સંતાન વિષે શું ખ્યાલ છે તમારો?"....
હું ચમક્યો કેમકે સવાલ કોઈ પણ જાતની પૂર્વભૂમિકા વગર લાગ્યો,આમ અક્લ્પ્ય સવાલ માટે તૈયાર ન હોવાથી અવાચક થતો જોઈ સુનિતા એ ફરીથી વાતનો તંતુ ધપાવતા ઉમેર્યું કે દાંપત્ય જીવનમાં સંતાનની ભૂમિકા શું?.હું તરત તો બોલી ન શક્યો, ક્ષણભર સુનિતા તરફ જોયું, સ્વભાવ ગત માધ્યમ માર્ગી પ્રતિભાવ અર્પતા કીધું, "લગન જીવન મા સંતાનનું આગમન તો સપ્તપદીના ફેરાથી આરંભાયેલ દામ્પત્યમાં એક્મેકનું બચપણ ફરી માણવાનો અવસર છે".આમ એટલો પ્રતિભાવ આપતા સહ્યાદ્રીની પર્વતમાળાની સવારે પણ પરસેવો આવ્યો.સુનિતાના અંદરનું શાણપણ અને ભોળપણ એક સાથે તેની વાતમાં હોય તે લાગ્યું.
ઓહ, સૂની જવાદે... મારો સવાલ મારે બદલવો પડશે, પછીથી વાત કરશું, બોલ કેવી રહી સફર અને મારા માટે શું લાવ્યો છે બતાવ.પણ અધૂરી વાત ને કેમ છોડાય, વાત ને પુરી કરવાના આશયથી પૂછ્યું એ સુનિતા..ચાલ તુંજ કહે આપણા ભાવિ જીવનમાં સંતાનની ભૂમિકા અંગે તારા શું ખ્યાલ છે?.આમ મેં પણ આ અંગે તેનો શું દ્રષ્ટિકોણ છે તે સમયે જ પૂછી જ લીધું.પણ જવાબની પરવા કર્યા વગર, ફરી કોઈ વાર..... તો.. સુનિત મારા માટે શું લાવ્યો છે? ચાલ બતાવ જો. વાતને અધૂરી મૂકી, ગિફ્ટ પેકેટ સુનિતાને આપ્યું..લો.. આ અમારી પસંદ છે.. સુનિતા હું ગિફ્ટ આપવા માં કંજૂસ છું.. પેકેટ હાથમાં લેતા.. હં.. તે કંજૂસ એટલે શું.. શું કહેવામાંગે છે.. અરે માદામ હું ભેટ હંમેશ મારી પસંદની આપું છું, ક્વચિત તેથી મારી આપેલી ભેટ લેવા વારાને કોઈ વાર ન પણ ગમે.. પણ આ તો મારો સ્વભાવ છે. ઓ... ડૅમ ઈટ તેમાં શું ? ભેટ તો આપનારની ભાવનાનું પ્રતીક છે, સુનિત તેટલા પૂરતો તું કંજૂસ ન કહેવાય અને... તમારી ભેટ જે કઈ હોય પણ હું તને રિટર્નમાં સવાઈ ભેટ આપીશ..મેં વાત વચ્ચેથી આંતરતા કહ્યું, માદામ તમે રહ્યાં ભાષા ના ભેખધારી... અમે રહ્યા ગણિત ના વિદ્યાર્થી.. તમારી સાથે વાતમાં અમારો શું ગજ. ચાલો ઝટપટ ભવનાથ દાદાના મંદિરે બધા ત્યાં રાહ જોતા હશે .
નવા વર્ષના પ્રભાતે વાતવરણમાં એક અજબ નો ઉમંગ હોય છે, આમ જુવો તો માનવ જીવન મ દરેક દિવસ જીવન માટે નવલું પ્રકરણ લઈને આવતું હોય છે તેમ છતાં નવા વરસના પ્રભાતની વાત કોઈ બીજી હોય છે. નવાવર્ષેની સવારે બધાયે મંદિરે આરતીમાં જોડાવું એ વણ લખ્યો રિવાજ વર્ષો થી રહેલો. આમ જુવો તો નાના ગામમાં બધા એકમેકને નૂતન વર્ષના આશિષની આપ-લે પણ એક જગ્યા એ પતતી હોઈ બધાજ મંદિરે અચૂક આવતા, હું પણ તેમ થી બાકાત કેમ રહી શકું?.
મંદિરે પહોંચતા જ મારી આંખો સુનિતાને શોધતી હતી પણ તેની ભાળ ન મળી. એટલાં આરતીના ઘંટારવના અવાજે બધા દાદાની આરતીમાં શામેલ થઇ ગયા. તેમાં હું પણ જોડાઈ ગયો. આરતીમાં બંધ આંખે પણ એકબાજુ શશિબાની વ્યથા અને ગુલાબ નું ભાવિ શું? ના પોકાર,,બીજી બાજુ મારી આઈની જલ્દીથી માહરાં લગ્નઃ ની લગન, તો એકબાજુ શામજીભાઈ ની સત્વરે પ્રસંગ આટોપી લેવાની ઉત્સુકતા. અને સુનિતા અધૂરી વાતો આ બધો ક્રમ અવિરત ચાલતો હતો, આરતી આટોપાઈ લેવાઈ, પ્રસાદ નું વિતરણ ચાલતું હતું, દરમ્યાન શામજીભાઈ મળી આવ્યા.. કુમાર મજામાંને?.. નવા વરસ ના પહેલ દિવસે દાદા પાસે શું માગ્યું ?, દાદા સમર્થ છે,માંગવાં માં પાંછા ન પડતા, કહેવાય છે કે દાદાની ચૂકવણી તરત છે. આપવામાં દાદા બાકી નથી રાખતા, ખભે ધબ્બો મારતા, પ્રસાદ અપાવ્યોને બપોરે ઘેર આવવાનું નિમંત્રણ આપી છૂટા પડયા.
દાદા ના ઓટલે બેઠો વિચારતો હતો કે ક્યાં ઓસ્ટ્રેલિયાની દોડધામને ક્યાં અહીંનું લાગણી સભર જીવન. અરે સુનિ ક્યાં સાંભરે છે?.. ક્યારની તને શોધું છુ,ને લો જુવો..ભાઈ સાહેબ મંદિરમાં.... ચાલ આવ તો જલદીથી....મારે તને નવા વર્ષની પહેલી બોણી આપવાની છે.. અવાજ કાને પડતા પહેલા.... એજ ચેનલ ફાઈવની પરિચિત માદક સુગંધ થી ખબર પડી કે સાદ સુનિતા નો છે, જોયું તો તેના હાથમાં ગઈકાલે તેને આપેલી શૉલમાં કાંઈ લપેટેલું હતું. વધુ વિચારું તેટલામાં તો તેણે મારા હાથમાં તે થમાવી લીધું અને બોલી પ્લીઝ સુનિ ના ન પાડીશ, મારી આ ભેટનો સ્વીકાર કર સુનિત. આ એટલું ત્વરિત બની ગયું કે.. શું પ્રતિભાવ એવો.. હાથમાં રહેલ શૉલમાં કાંઈ હલચલ - સળવરાટ થતો હોય તેવું ભાળી એ ડાર્ક મરુન મેરિનોને એડસેલતાં તેમાં.. એક સ્વેત ગુલાબ મલકાતું હતું.. ઓહ આ..તો સમજુની કોખે અવતરેલું પુષ્પ હતું..તે શશી બા નઈ ગુલાબ... હતી..સમજીભાઈની વાત સાચી દાદા ક્યારેય બાકી નથી રાખતા..તરત ચૂકવણી.. આંખમાંથી એકધારા હર્ષ ન અશ્રુ નો અવિરત પ્રવાહ ઉમટ્યો.... સુનિતા.. તારી આ ભેટે મને તારો, જિંદગીભરનો અહેસાનમંદ બનાવી દીધો.. સુનિતા..પણ આ તને કેવી રીતે સુજ્યું.
તારી ઊર્મિઓથી હું અજાણ કેવી રીતે રહું? સુનિત તું શું માને છે,.. તારી સુનીતાને ?. ઉમરકા ભેરસુનિતા બોલી મેં અને સુનંદા બા બંને એ શશી બાને બધી વાત કરી મુશ્કેલી થી કાલે રાત્રે તેઓને મનાવી લીધા છે. ભલે દુનિયાના ગુલાબ કાંટામાં પાંગરતા હોય, પણ 'સમજુ'ના આ ગુલાબને આપણે કાંટામાં હરગિજ નહિ પાંગરવા દઈયે. તેને આપણા કાળજાના ટુકડાથી અધિક ગણીશું અને સૌ કોઈને ગર્વ થાય તેમ ગુલાબ નો ઉછેર કરી, કેળવણી આપી, સમાજમાં મોભો અપાવીશું. સુનિત આપણે લગ્ન પછી ગુલાબને આપણી સાથે લઇ જઈશું અને શશીબા તો હવે આપણી બીજી મા છે. તે આપણા કુટુંબના સભ્ય રહેશે. બોલ છે ને મારી ભેટ સવાઈ?