શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract

2.9  

શૈમી ઓઝા "લફ્ઝ"

Abstract

ગરબો

ગરબો

1 min
64


અંધકાર ગર્ભમાંથી નાશ કરે એ ગરબો માની પવિત્ર જ્યોત જે જીવનમાં અંધકાર ને મલીન તત્વો મિટાવી મનમાં અંધકારનો નાશ કરે છે. મન પવિત્ર ને નિર્મળ કરે.

નવરાત્રીના નવલા દિવસો આવ્યા,મેં તો હોશે હોશે દિવસો મનાવ્યા રે.

નવદુર્ગાના નવસ્વરુપોને દિલમાં ઉતાર્યા રે.જય દૂર્ગે,જય દુર્ગેના જાપ જપી ગરબે અમે ઝૂમ્યા. એ નવલા દિવસો જોતજોતા જ સરકી ગયાં, ડાયરીના પાના તો ભરાઈ ગયા, આનંદની ક્ષણો લખી લખીને પણ દિવસો પણ મજાના હતા. નવ દિવસ જેને યાદ કરી કરીને વરસ તો એમ જ વીતી જાય છે.

અંબા સહિયર સંગ નિસરિયા મેં તો ફૂલડે વધાવ્યા રે. હોશે હોશે મા દૂર્ગાને મનોકામના પુરણ કરતી, ભક્તોની ભક્તિ જોતી,બગડેલી દશા સુધારતી, દુશ્મનોની કુદ્રષ્ટિથી સદા બચાવી રાખતી,જય દુર્ગા માડી, તમારુ રૂપ નિરાળુ સદાય ભક્તો પર મમત્વ રાખતું રે.


ડાકલા વાગે ને માડી રમણુ રમતી ખમ્મા ખમ્મા કરી ભક્તોને શરણે લઈ અભય પ્રદાન કરતી, ગરબા, દોઢિયા, હિંચ,દાંડિયા, ત્રણ તાળી, ભાંગડા, સનેડો ભલામોરી રામા, ટિમલી, ડાકલા સંગ આનંદ કર્યો, નવ દિવસ યાદગાર બની ગયા. નવવનના સૌ સાથે હળીમળી ગયાં જોત જોતા વિખૂટા પડવાની ઘડી આવી, મનમાં તો મા દૂર્ગા વસી ગયેલા આવતાં વરસે જલ્દી આવજો ભવાની દુર્ગા માડી સંગ ગણેશ કાર્તિકેય મહાદેવ સંગ.


Rate this content
Log in

Similar gujarati story from Abstract