ગોપાલ ભગત
ગોપાલ ભગત
ગોપાલ ભગત ભકિત અને ભજન કરી જીવન ગુજારતા હતા. ભજન કીર્તન મા કોઈ એ ભેટ આપી હોય તો એમનો જીવન નિર્વાહ ચાલતો બાકી કોઈ પાસે હાથ ના ફેલાવે. ગોપાલ ભગતના પત્ની સવિતાબેન ઘરે સિવણ કામ કરી ઘર ચલાવતા. ગોપાલ ભગતને 2 દીકરી મોટી રીટા અને બીજી નીતા જેમ તેમ કરીને બેવ ને 10 ધોરણ ભણાવી. મોટી દીકરી રીટા ભરત ગૂંથણનું કામ લાવી ઘરમાં મદદ કરતી. બહુ જ સાદગીથી રહેતો હતો પરિવાર. એક દિવસ નાતમાંથી ગોપાલ ભગતને ભજન ગાવાનું નિમંત્રણ મળ્યુ. ગોપાલ ભગતે ભજનની રમઝટ બોલાવી બધા ખુબ જ ખુશ થઈ ગયા. વાહ ભગત વાહ રંગ છે તમારી ભકિત ને એમ કહેવા લાગ્યા. નાત ના એક સામાજિક કાર્યકરે ભગતને કહ્યું કે તમારી મોટી દીકરી માટે મનસુખભાઈનો અનિલ સારો છોકરો છે અને પરિવાર પણ સારું છે. ભગત કહે પણ મારી હેસિયત નથી જો આ સગપણ થાય તો હરિ ઈચ્છા તમે જ મનસુખભાઈને પૂછી જુઓ બાકી હું ગરીબ મારી દીકરીને કશું આપી શકું તેમ નથી. પેલા ભાઇએ સમયસૂચકતા વાપરીને મનસુખભાઈને રીટા માટે વાત કરી. મનસુખભાઈએ કહ્યું ઘરે જઈ અનિલને પુછી જવાબ આપું. અનિલ સ્કુલમાં શિક્ષક હતો. ઘરે આવી મનસુખભાઈએ પત્ની અને અનિલને વાત કરી. અનિલે નાતનાં એક સામાજિક મેળવડામાં રીટાને જોયેલી અને એની સાદગી બહુ ગમી ગઈ હતી એને હા પાડી દીધી.
અનિલ અને રીટાનાં લગ્ન ખુબ જ સાદાઈથી થયાં. ભગતે રડતી આંખે અાશિવૉદ આપ્યા. રીટા સાસરે અાવી, થોડા દિવસ બધું બરાબર ચાલ્યું. એક દિવસ મનસુખભાઈએ ગોપાલ ભગત જોડે 5 લાખ રૂપિયા માંગ્યા કે તમારા જમાઈને ધંધો કરવા માટે જોઈએ છે. ભગત રડી પડ્યા હાથ જોડી કહે ભાઈ મારી પાસે એટલા રૂપિયા નથી. મનસુખ ભાઈ ઘરે ગુસ્સે થઈ આવ્યા એમણે એમની પત્નીને વાત કરી અને અનિલ આવ્યો એટલે એની કાન ભંભેરણી કરી. ત્રણેય ભેગા મળીને રીટા ને ખુબ જ મારી કે તારા બાપ પાસેથી રૂપિયા લઈ આવ નહીં તો નીકળી જા ઘર માંથી.
રીટા રડતી ઘરે આવી પિતાનાં ખોળામાં માથું મૂકી ખૂબ જ રડી. ભગત અને એમનો પરિવાર ખૂબ જ રડયો કોઈ એ દિવસે જમ્યા નહીં.
રાત્રે ભજનમાં જવાનું હોવાથી ભગત ભજન કીર્તનમાં ગયા અને ભજન ગાતા જ એટેક આવ્યો ભગવાન ને ધામ ભણેલા અભણ લોકોની ફરિયાદ કરવાં ભગવાન પાસે જતાં રહ્યાં........
