ગણવામાં ભૂલ
ગણવામાં ભૂલ
એકવાર એક વ્યક્તિ બસમાં બેઠો અને કંટક્ટરને ટિકિટના પૈસા આપ્યા. કંડકટરે તેમને ટિકિટ આપી અને સાથે બાકી નીકળતા પૈસા આપ્યા. આ માણસે કંઈક ભૂલ થાય એમ કહી કંડક્ટરને ફરી પૈસા ગણવાનું કહ્યું ત્યારે કંડક્ટરે પૈસા ગણ્યા તો પૈસા બરાબર હતા. તેથી તેણે પેલા માણસના હાથમાં પૈસા પછાડતા બોલ્યો કે, “તને ગણિતનો એકડો પણ નથી આવડતો કે શું ?” આ ગણિતનો એકડો ન જાણનાર બીજા કોઈ નહીં પણ વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈસ્ટાઈન હતા. એમને પૈસા ગણવામાં ભૂલ થઈ હતી તેનું કારણ તેમને તે સમયે પ્રશ્ન થયો હતો કે આ દુનિયામાં દસનો આંકડો જ શા માટે ? તેની શી જરૂર ?
