ગીતાનું લેસન
ગીતાનું લેસન
શિક્ષક: છોકરાઓ ગીતા માટે સાત તાળીઓ પાડો.
છોકરાઓ : કેમ ?
શિક્ષક : અરે ! આજે પંદર દિવસે ગીતા શાળાએ આવી છે ને લેસન પણ બધું જ લાવી છે.
છોકરાઓ : એકીસાથે તાળીઓ પાડે છે.
(ગીતા શરમાય છે અને ચૂપ થઈ જાય છે.)
શિક્ષક : કેમ ગીતા !
ગીતા : સાહેબ ! હવે હું દરરોજ નિશાળે આવીશ ને લેસન પણ લાવીશ. હવે મારો ભાઈ ભગવાનના ઘરે વયો ગ્યો સે....મારે ઘરે હવે કોઈ કામ નથી.
