ઘમંડ
ઘમંડ
લજ્જા અને સજ્જા બન્ને બહેનો હતી. દોઢ વર્ષનો ફેર હતો પણ જોડિયા બહેનો લાગતી હતી. લજ્જા નામ જેવાં જ ગુણો ધરાવતી હતી. એકદમ સાદી છતાં સુઘડ ને સૌમ્ય હતી. જ્યારે સજ્જા તો નટીની જેમ એકદમ તૈયાર સજ્જ થઈને જ ઘરમાં ને બહાર પણ રહેતી.
દીકરીઓ ઉંમરલાયક થાય એટલે માતા-પિતાને ચિંતા થાય એ સ્વાભાવિક છે. પણ મમ્મી સુલભા બહુ ચિંતિત રહેતી હતી. ને છોકરીઓને કેવો વર,કેવું ઘર મળશે એની ચિંતા કર્યા કરતી. આખરે એ દિવસ પણ આવી ગયો. સારું કમાતો, શિક્ષિત વિનય એના મમ્મી પપ્પા ભેગો જોવા આવ્યો. વિનયમાં પણ નામ પ્રમાણે ગુણો હતા. એ "સાદું જીવન ને ઊંચા વિચારોમાં માનતો હતો." સુલભાબેનને હતું કે સજજાને તો નખરાળી છે એટલે હા પાડી દેશે પણ લજ્જાનું શું થશે ?
છોકરવાળા ઘરે આવ્યા સ્વાગત કર્યું.ઔપચારિક મિલન ગોઠવ્યું અને ઘરે ગયા. બીજે દિવસે ફોન આવ્યો અમને જોઈતી હતી એવી છોકરી મળી ગઈ અમને લજ્જા પસંદ છે .
આ સાંભળી ને સજ્જા ફસડાઈ પડી એનું ઘમંડ ઓગળી ગયું ને એ ઊંડા આઘાતમાં સરી પડી. આઘાતમાં એ કાયમની એની જાતને નિખારવાની આદત ખોઈ બેઠી.