પરિવર્તન
પરિવર્તન
પતિના મૃત્યુ બાદ છ-સાત વર્ષથી વિશાળ બંગલો હોવા છતાં કંચનબેન ગોડાઉન માટે બનાવેલ ઓરડામાં રહેતાં હતાં. જ્યાં પંખો, આછા ઉજાસવાળો લેમ્પ, ટેબલ, ખુરશી ને પલંગ રાખેલાં હતાં. નહિ કોઈ મનોરંજનનું સાધન કે નહીં સમય પસારનું સાધન. જો કે વિધવા થવા જેવડી વય કે શોખ મારી નાખે એવી વય ન હતી. જમવાની થાળી, ચા દિવસમાં 2 વાર આવી જતાં ને પાણીની માટલી હતી.
આમ એની જિંદગી કોરોના થયો હોય એમ ઘરમાજ "ગૃહકેદ"થઈ ગઈ હતી.
બન્યું એવું કે દીકરા ઉમેશને કોરોના પોઝિટિવને લીધે ડોક્ટરની સલાહ મુજબ દવાખાનામાં 10 દિવસ દાખલ કરવો પડ્યો. અંતે રિપોર્ટ નેગેટિવ આવતાં દવાખાનેથી ઘેર જવા નીકળ્યો જા
ણે જિંદગીનું મોટું યુદ્ધ જીતીને આવ્યો ન હોય !
ઘરથી વિખુટા પડી જિંદગી કેમ જીવાય એની ઊંડી છાપ પાડી ગયો."આઇસો લેસન"ના સમયનો સિલસિલો.
ઘરે પહોંચતાં જ સ્વાગત કરવા ઉભેલી પત્ની ને દીકરાને ન ગણકારતાં ગોડાઉન જેવા ઓરડામાં બેઠેલી, એકલી "આઇસો લેટેડ" માં ને જઈને ભેટી ખૂબ રડ્યો વગર વાંકે અસહ્ય એકાંતવાસ ભોગવતી મા ની કિંમત સમજાઈ. ને પત્ની દેખતાં જ કહ્યું ,"માં આજથી આપણે ભેગાં, એક સાથે જ રહીશું."માં તો દંગ થઈ ગઈ. એકાકી જીવન કેવું હોય છે એ સમજાઈ ગયું.
આમ દીકરાના નેગેટિવ રિપોર્ટે માં નું જીવન બદલી નાખ્યું 'ને માં ના જીવનનો પોઝિટિવ બની ગયો.