રક્ષાબંધન
રક્ષાબંધન


રૂદ્રિ અને રુદ્રાક્ષ એક જ ગામ માં રહેતાં હતાં. યોગાનુયોગ એક જ શાળામાં સાથે અભ્યાસ પણ કરવા લાગ્યા.
શાળાનો અભ્યાસ પૂર્ણ થતાં બંને એક જ કોલેજમાં જોડાયાં. બાળપણની ઓળખાણ હોય એટલે સ્વાભાવિક મૈત્રીમાં જ પરિણમે.
બાલ્યા વસ્થામાં એક જ ફળિયામાં સાથે રમતાં, લડતા, ઝઘડતા ઇટ્ટી, કિટ્ટી બિલ્લા થાતા. કેટલીય સ્મૃતિઓ વણાયેલી હતી.
આ સ્મૃતિઓનું સંકલન કોલેજમાં થયું. બંને તાસ ન હોય ત્યારે સાથે હરતાં, ફરતાં, બાગમાં, વાંચનાલયમાં વાંચવા જતાં. આમ મૈત્રી વધવા લાગી પણ નિર્દોષ સંબંધ પર મિત્રો જ ઘાતકી બન્યા ને કીચડ ઉછળવાનું શરૂ થઈ ગયું. ને બંનેના પવિત્ર સંબંધને અપવિત્ર સંબંધનું ગ્રહણ લાગી ગયું.
આમ પવિત્ર સંબંધ ને લાગેલા ગ્રહણ ના વિચાર માં શૂન્યમનસ્ક રૂદ્રિ એ નક્કી કરી લીધું કે બીજી જ જગ્યાએ બીજી કોલેજમાં ચાલ્યા જવું.
ત્યાં તો મનમાં વિચાર ઝબકયો. કાલે તો રાખડી બાંધવાનો તહેવાર રક્ષાબંધન છે ! ચાલ ને રાખડી લઈ જાઉં? બીજે દિવસે રાખડી લઈ જઈને મિત્રોની હાજરીમાં રુદ્રાક્ષ ને રાખડી બાંધી. ને
રાખડી વડે સંબંધને વધુ પવિત્ર બનાવ્યો.
ને ઘાતકી મિત્રો ના મુખમાંથી વાક્ય સરી પડ્યું-,
વાહ આજે તો રાખડી એ રૂદ્રિ ને રુદ્રાક્ષ નામ ને તેમજ પવિત્ર શ્રાવણ માસ ને પણ સાર્થક કર્યો. આને કહેવાય ભાઈ બહેનનો પ્રેમ !