Sunita Mahajan

Romance Inspirational

3  

Sunita Mahajan

Romance Inspirational

ઘમંડ બળ્યો

ઘમંડ બળ્યો

3 mins
163


પ્રેમ અને પ્રેમાં એકબીજાના પ્રેમમાં તરબોળ હતા. ખૂબજ પ્રેમ કરતાં હતાં એ બંને અવર્ણનીય એકબીજાને ચાહતા હતા. પ્રેમ જેટલો હેન્ડસમ એટલીજ પ્રેમાં બ્યુટીફૂલ હતી. એક જ કંપનીમાં કામ કરતાં કરતાં ક્યારે એકબીજાના પ્રેમમાં પડ્યા હતાં એ તો એ પણ નોહતા જાણતાં.

ઓફિસમાં 5 દિવસ એકસાથે જ કામ કરે, સાથે જ જમે, સાથે જ આવે અને જાય પણ રજાના બે દિવસ શનિ અને રવિ એટલે એમના માટેતો મોજના દિવસ. ખૂબ મજા, મસ્તી કરે એન્જોય કરે. સાથે હરે, ફરે, મુવી જોય.

એકવાર ઓફીસની ટૂરમાં બધા સાથે તેઓ 'બાલી' ગયા હતા. ત્યાંના સુંદર અવર્ણનીય અને રમણીય, રોમાંટિક વાતાવરણમાં એક સાંજે એકાંત મળતાં તેઓ એકબીજામાં સમાઈ ગયા. પ્રેમાંને એના પ્રેમ પર અને એમનાં પ્રેમ પર બહુ ભરોસો હતો. એટલે જ પ્રેમની માંગણી એણે માની લીધી હતી. એ એના પ્રેમને નારાજ કરવા નોહતી માંગતી.

 પ્રેમમાં એક જ બુરાઈ હતી. એના રૂપનો, એના હોંશિયારીનો, એની આવડતનો એને ખુબજ ઘમંડ હતો. એ બોસનો લાડકો હતો એટલે એ હંમેશા ગર્વથી માન ટટાર કરી ફરતો અને બીજા સહકર્મચારીઓને નાની ભૂલ પર પણ ખીજવાતો. પ્રેમાં એને ઘણીવાર એના ઘમંડી સ્વભાવ માટે સમજાવતી તો એ પ્રેમાંને પ્યાર કરી ભૂલાવી દેતો.

ત્યારપછી પ્રેમાં તો પ્રેમને લગ્ન માટે મનાવવા લાગી. હાં....હાં...કરતાં અને બહાનાં બનાવતાં પ્રેમે તો 6 મહિના પસાર કર્યાં.

પરંતુ એક દિવસ, પ્રેમાંએ પ્રેમને બહુ કરડાઈથી પૂછ્યું કે,"એ એના સાથે લગ્ન કરશે કે નહીં ? કેમ રોજ બહાનાં બતાવે છે ?"

 તો નફ્ફટ પ્રેમ બેફિકરાઈથી અને ઘમંડથી બોલ્યો કે, "એને પ્રેમાં સાથે લગ્ન કરવાં જ નથી. એની તો સગાઈ એના માતાપિતાએ બીજે કરી દીધી છે, અને હાલ તો એના માટે એનું પોતાનું કરીઅર વધુ મહત્વનું છે. એને આગળ વધવું છે."

 પ્રેમાં એક ભણેલી, સ્વાભિમાની યુવતી હતી. પોતાની ભૂલ માટે એને દુઃખ જરૂર થયું પણ એ રડતી બેસી નહિ. પોતાના સાચા પ્રેમને ઠોકર મારનાર પ્રેમનો એ બદલો લેવા માંગતી ન હતી, એણે પોતાનાં પ્રેમ માટે એને માફ કરી દીધો હતો.

પ્રેમ સાથેના બ્રેકઅપ બાદ, એણે એના મેનેજર વિકાસનાં પ્રપોઝલ સ્વીકારીને એનાં સાથે સંબંધ શુરું કર્યો અને ટૂંક સમયમાંજ એની બઢોતરી થઈ. એના તો પગારમાં પણ બઢોતરી થઈ. પ્રેમાં હવે આજે આસિન્ટન્ટ મેનેજર બની ગઈ હતી. પ્રેમ જ્યાનો ત્યાંજ હતો. આજે એ પ્રેમાંના હાથ નીચે કામ કરતો હતો. એને પ્રેમાંથી ખૂબ જલન થતી. ઘમંડી પ્રેમથી આ સહન ન થયું.

એકદિવસ એણે ઓફિસમાં બધાની સામે પ્રેમાંને ખૂબ લજ્જિત કરી. ઝગડો કર્યો અને પ્રેમાં પર હાથ પણ ઉગામ્યો, પરંતુ એ એનો હાથ વિકાસે પકડી લીધો અને એને ખૂબ ખીજવાયો.

પ્રેમાં અને વિકાસ બંને હવે લગ્ન કરવાનાં હતાં. પ્રેમાંએ પહેલેજ પ્રેમના બનાવટથી ચોટ ખાધી હતી, એ ઘાયલ તો હતી જ પણ એણે બધું ભૂલી એને માફ કરીને ફરી વિકાસ સાથે પોતાની જિંદગી શરૂ કરવા ચાહી હતી.

 પ્રેમે એના પર બધા સામે ઝગડો કરી, હાથ ઉપાડી એને છંછેડી હતી, એ હવે ગુસ્સામાં પાગલ થઈ ગઈ હતી. એ હવે બદલો લેવા માંગતી હતી. એણે વિકાસ સાથે મળીને રૂપવાન, ગર્વિષ્ઠ પ્રેમ પર 'એસિડ- એટેક' કરાવ્યો. એના કંબરથી નીચેનો ભાગ બળી ગયો.એ સાથેજ ઘમંડી પ્રેમનો બધો ઘમંડ પણ બળી ગયો. એને હવે પ્રેમાં સાથે કરેલી ભૂલનો પસ્તાવો થતો હતો.એ પ્રેમાને મેળવવા માંગતો હતો. જે હવે શક્ય ન હતું.

 પ્રેમાં તો વિકાસ સાથે પરણી ગઈ હતી.એ ખુશહાલ જિંદગી જીવતી હતી. એ એને મારવા નોહતી માંગતી, બસ એને તડપાવા માંગતી હતી. એક નિર્દોષ છોકરીને ફસાવાની કિંમત એને દેવા માંગતી હતી. દુનિયાનાં સામે, પોલીસ સામે અને બધા સામે એક ચેલેંજ ઊભી થઈ હતી. આજે એક યુવાન પર પહેલી વાર 'એસિડ- એટેક'થયો હતો. આજ સુધી યુવતીઓજ એની ભોગ બની હતી.

ઘણી શોધખોળ પછી પણ કોઈજ પુરાવા પોલીસને મળ્યા નોહતા અને કેસની ફાઇલ બંધ થઈ ગઈ હતી. પ્રેમને સજા તો ભોળી પ્રેમાંને ન્યાય મળ્યો હતો. પ્રેમાએ આ ગુન્હો કર્યો હતો પણ પ્રભુએ એને માફ કરી દીધી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance