ગાડી માં રહેલ લાશ
ગાડી માં રહેલ લાશ
હાઈવે પર પૂરપાટ ઝડપે વાહનો જઈ રહ્યા હતાં,ચોમાસાનાં સમયમાં રસ્તા પર ચોમેર વરસાદ વરસી રહ્યો હતો બધીજ ગાડી તેમજ બસનાં વાઇપર સતત ચાલુ હતાં,વાઇપર બે સેકન્ડ બંધ થઈ જાય તો અકસ્માત સર્જાય એવી પરિસ્થિતિ હતી,રાતના ૧૧ વાગવા આવ્યા હતાં.
પરંતુ આવા વાતાવરણમાં એક ગાડી એની જગ્યા એ ઊભેલ હતી અને જાણે વરસાદમાં ઊભી રહી નાહી રહી હતી ! પરંતુ સૌ કોઈ પોતાની નિયત જગ્યાએ જવા ઉતાવળમાં હતાં એક પણ વાહન ચાલક કે એમાં બેઠેલ સવારનું ધ્યાન એ ગાડી પર પડતું ન હતું. પરંતુ એક અતિ ધીમી ગતિ એ ચાલતું જૂના જમાનાનું લ્યુના લઈ એક યુવાન ત્યાંથી પસાર થઈ રહ્યો હતો,નવાઈ ની વાત એ હતી આવા વરસાદમાં લ્યુના પર એ પણ આવા રસ્તા પર લ્યુના લઈ કોણ નીકળ્યું હશે ? ! તો વાત જાણે એમ છે એ એક જાસૂસ હતો અને પોતાના એક મિશન માટે એ આ રસ્તા પરથી નીકળ્યો હતો. જાસૂસ વિશે આપણે બધા એ સાંભળ્યું છે એવું કૈક પણ એનામાં હતું નહિ, કે જાસૂસ લાંબો કોટ પહેરે વગેરે વગેરે એ તો સાદો સીધો યુવાન હતો લ્યુના પર !
રસ્તે ચાલતાં કોઈની નજર ભલે ગાડી પર પડતી ન હતી પરંતુ જાસૂસની નજરથી ગાડી બચી શકી નહિ અને લ્યુના એને એક બાજુ રાખ્યું અને પોતે ધીરે પગલે ગાડી બાજુ જવા લાગ્યો.વરસાદમાં ગાડીમાં ખુબજ કાચ પર પાણી પડી રહ્યું હતું અંદર શું છે ખ્યાલ આવે એમ હતો નહિ.પરંતુ અંધારા માં અને વરસાદ માં પણ જાસૂસ પોતાનું મગજ ચલાવે છે અને બારી પર હાથથી ખખડાવે છે પરંતુ કઈજ જવાબ આવતો નથી સામેથી જાણે એકલી ગાડી રાખી કોઈ ચાલ્યું ગયું હોય ! એને ચેન પડતો નથી અને કાચ ખુબજ ઝડપથી ખખડાવવા લાગે છે,"કોણ છે અંદર ! ગાડી ખોલી કહો તો ! " કહી જાસૂસ થોડી વાર ખખડાવવાનું બંધ કરે છે થાય છે કોઈ હમણાં ગાડી ખોલશે !
પણ થોડી વારમાં એની નજર પડે છે કે એના પગ નીચેથી જમીન ખસી જાય છે,ગાડીનાં પાછલા દરવાજામાંથી લોહી નીતરતું એને નજરે પડે છે, વરસાદનું પાણી જોડે ટપકતું હોય છે લોહી પરંતુ લોહી તો આખરે ખ્યાલ આવી જ જાય ને ! એ પણ જાસૂસની નજર ! એ એક ડગલું પાછળ ખસી જાય છે,અને ગાડીનો કાચ પરથી પાણી હટાવી જોવે છે તો મૃત અવસ્થામાં એક મહિલા હોય છે પરંતુ નવાઈની વાત હોય છે કે મહિલા પાછળ ની સીટ પર મૃત હોય છે અને ડ્રાઇવરની સીટ પર રહેલ માણસ એની સામે એકીટશે જોઈ રહ્યો હોય છે ! એ વ્યક્તિ પાસે બારણું ખોલાવે છે અને એને પીવા માટે પાણી આપે છે, પરંતુ ડ્રાઈવર સીટ પર રહેલ વ્યક્તિ જીવતી લાશ હોય છે કૈક પણ જવાબ આપતો નથી,જેથી પેલા જાસૂસ ને શંકા પડે છે કે એને પોતે જ મહિલાને મારી નાખી છે અને નાટક કરી રહ્યો છે !
"ભાઈ પાણી પીવો ! " પાણીની બોટલ ધરતા જવાબ મળતો નથી માટે એ એને હચમચાવી કહે છે !
જાણે સફાળી નીંદરમાંથી જાગ્યો હોય એમ એ યુવક જાસૂસ ની સામે જોવે છે, "હે ? શું કહ્યું ? તમે કોણ છો ! કહી હાથમાં રહેલ ચપ્પુ જાસૂસ ને સામે રાખે છે એને જાણે ડરાવતો હોય પોતે ડરી ને એ મુજબ અભિવ્યક્તિ કરતાં કહે છે. "એ ભાઈ હું પસાર થતો હતો અહી થી તે તમારી મદદ માટે ઊભો અને તમે છો કે ચાપુ ! " કહી ગુસ્સામાં એક ડગલું પાછળ ખસી જાય છે જાસૂસ.
"અરે નાં નાં ! હું પોતે બી ગયો છું ભાઈ ચિંતા ન કરો." કહી ચપ્પુ નીચું કરે છે,જાસૂસનાં મનમાં રહેલ શક વધુ દૃઢ થઈ જાય છે કે એ વ્યક્તિનાં હાથમાં લોહી નીતરતું ચપ્પુ હોય છે જોઈ ને એને ખાતરી થતી જાય છે કે એનેજ ખૂન કરેલ છે ! ઍ ભાઈ જાજુ નાટક કરો માં ! કેમ આ મહિલા ને મારી ક્યો હું પોલીસ ને બોલવું છું કહી જાસૂસ એ વ્યક્તિ ને ધમકાવે છે અને એનો ખમીસનો કોલર પકડી ઢસડીને ગાડીની બહાર કાઢે છે ! ખૂન કરી ડાયો થાય છે હે કે હું પોતે બી ગયો છું ! એટલે યાર તારી પર બધા વિશ્વાસ કરે એમ ! કહી એને લપટ મારી નીચે પછાડે છે.
" અરે ભાઈ સાંભળો તો ખરા મારી બહેન છે હું પોતે આઘાતમાં છું તમે મારી પર ન ગુનો નાખી દયો "કહી રડવા લાગે છે હાથ જોડી ને.જાસૂસ ને થોડો એ વ્યક્તિ પર વિશ્વાસ બેસે છે અને એને પાસે બેસાડે છે અને બધુજ પૂછે છે કે શું બન્યું હતું. એ વ્યક્તિ બધીજ વાત કરે છે ,પરંતુ અમુક એવું કહે છે કે બહેનને તરસ લાગી એટલે પાણી લેવા ગયો અવ્યો ત્યારે મારી બહેન મૃત હતી આ વાત પર પેલા ને ફરીથી એના પર શક જાય છે અને ફરીથી એની આકરી પૂછપરછ કરવા લાગે છે પોતે એના ગળે હાથ રાખી ને !
પાણી લેવા તારે એવા ભરપૂર ટ્રાફિક વાળા વિસ્તારમાં જવું પડ્યું હે ! અને કોને બનાવે છે એવા ટ્રાફિક માં તારી બેન ને કોણ મારી નાખે ? કહી એને નીચે પાડે છે. પેલો માણસ બીજું કઈ બોલે એ પહેલા એ મહિલા ની લાશ ને ધ્યાન થી જોવે છે એમાં એજ ચપ્પુ લાગેલ હોય છે પેટમાં જે એના હાથમાં હોય છે અને માથું વાળથી પકડી એને ઊભો કરતા કહે છે મૂરખ માન્યો છે મને હે ! આ ચપ્પુ એને વાગ્યું છે એ તારા હાથ માં છે લોહી તાજુ છે તું જ ગાડી માં છે અને કહે છે બહેન ને કોઈ મારી ગયું ! કહી અતિ ગુસ્સામાં એને માથું પછાડી મારે છે.
ત્યાં એની નજર એના હાથનાં સેલ પર પડે છે આ ફોન ચાલુ છે ! કોની હારે વાત કરે છે લાવ મને કહી જાસૂસ હાથમાંથી ફોન લે છે અને બધીજ કડી મળી જાય છે ! ફોન પર એ વ્યક્તિનાં પત્ની હોય છે હલ્લો હલ્લો કરતા હોય છે,જાસૂસ કહે છે હું જાસૂસ નિલય બોલું છું તમને હમણાં ફોન કરીશ અને એ વ્યક્તિ ને કહે છે ફોન નું રેકોર્ડિંગ સંભળાવ કુદરત ને કરવું ફોન રેકોર્ડ થયો હોય છે અને બધુજ સાંભળે છે જાસૂસ !
એમાં ફોનમાં પોતાની પત્ની હારે પ્રેમથી વાત કરી રહ્યો હોય છે પોતે અને એવામાં એની બહેન કહે છે ભાઈ પાણી પીવું છે અને એ એને કહે છે હું ક્યાંથી અહીથી પાણી લય ને આવું પરંતુ ભાભી નાનંદ માટે પાણી લાયાવા આગ્રહ કરતા ન છૂટકે પોતે પાણી ગોતવા જાય છે રસ્તામાં બંને વાત કરતા પણ સંભળાય છે મારી બેન ને તેજ ચડાવી છે અને વગેરે વગેરે ત્યાં પાછો આવી ગાડી ખોલે છે અને એ શીતલ કહી ચૂપ થઈ જાય છે ફોનમાં મારી બેન એ આ ચપ્પુ એ તે આ શું કર્યું ? કહી ચૂપ થઈ જાય છે બધુજ જાસૂસ સાંભળી લે છે અને એને ખ્યાલ આવે છે કે પોતે માન્યું કે ખૂન એ ભાઈ એ કર્યું એ અનુમાન ખોટું નીકળે છે.
અને એ ભાઈ ને આગળ બીજી મદદ કરવા પોતે હાથ લંબાવે છે,કહે છે હું એસ એમ કંપની માં કામ કરું છું તમે મારા એસ એમ બોસ ભાઈ ! આવડી તકલીફમાં હતાં તમે મારાથી મોટી ભૂલ થઈ કહી હાથ જોડી માફી માંગે છે એની.
