એરેન્જડ લવ સ્ટોરી
એરેન્જડ લવ સ્ટોરી


અક્ષય ખૂબ જ દેખાવડો યુવાન. મોટી ભાવવાહી આંખો. ખૂબ જ ઉત્સાહી અને કંઇક કરી દેખાડવાનો જુસ્સો.
હોંશિયાર પણ ખૂબ એટલે સારી પગારદાર નોકરી પણ મળી ગઈ. મોટેભાગે એવું જ થાય કે દીકરા ને નોકરી મળે એટલે માતા ને વહુ લાવવાનું મન થાય. અને એવું જ થયું અક્ષય સાથે. મમ્મી દ્વારા બહુ આગ્રહ કરવામાં આવ્યો અને અક્ષય ને મનેકમને યુવતી જોવા જવાનું થયું.
અક્ષય નું જરાય મન ન્હોતું હમણાં લગ્ન કરવાનું,પણ કદી મમ્મી ની કોઈ વાતને મનાઈ ન કરતો. એટલે જ નક્કી કરેલા દિવસે યુવતી જોવા જવાનું નક્કી કર્યું.
યુવતીના ઘરે ગયા. યુવતીના માતાપિતા ત્યાં હાજર હતા. સ્વાભાવિક છે યુવતી જોવા ગયા હોય એટલે એમાં જ રસ હોય! થોડીવાર થઈ તો પણ કોઈ આવ્યું નહિ. પછી યુવતી આવી અને પાણી આપીને જતી રહી.
અક્ષય ને નવાઈ લાગી પણ પછી વિચાર આવ્યો, "કદાચ વાતચીત માટે અલગ રૂમમાં વ્યવસ્થા કરી હશે! સમોસા,ચા પાણી બધું પતાવ્યું પણ કોઈ એ યુવતી સાથે વાત કરવા માટે કહી ન્હોતું રહ્યું. મન માં વિચારોની ગડમથલ ચાલી રહી હતી. અને છેવટે અમે ઊભા થઇને પાછા આવવા નીકળી ગયા."
રસ્તામાં અક્ષય ખૂબ ગુસ્સામાં ધુવાં પૂંવા થઈ રહ્યો હતો. "એને ય મનમાં વિચાર આવી રહ્યો હતો કે હું યુવતી જોવા ગયો હતો કે સમોસા ખાવા!? સમોસા ખાવા માટે ત્યાં સુધી જવાની ક્યાં જરૂર હતી! સમોસા તો બધે જ મળે છે"
ઘરે આવ્યા બાદ હું વિચાર માં પડ્યો હતો ને મારા ફોન પર ઈન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો હતો. મેં જોયું તો આ એજ યુવતી હતી જેને હું જોવા ગયો હતો. થોડી ઔપચારિક વાતો કરી. એનું નામ નિશી હતું.
જોવા ગયા ત્યારે વાતચીત ન થઈ અને હવે રોજ વાતચીત થતી. નિશી પણ સારી પગારદાર નોકરી કરતી હતી. ઘણી વખત વાતચીત કર્યા પછી એકવાર મળવાનું નક્કી થયું. એક કોફી શોપમાં અમે મળ્યા.
અક્ષયે નિશી ને નીરખીને જોઈ. એને ખૂબ ગમી. બંને ને વાસંતી પ્રેમની હવા સ્પર્શી રહી હતી. એકબીજા સાથે સમય વિતાવવો ગમતો. વાતચીત કરવી ગમતી. નિશી ખૂબ સમજદાર હતી. અક્ષયની બધી વાતો સમજતી. અત્યાર સુધી બંને ચાર વાર મળ્યા, દર વખતે એજ ટેબલ,અને એકસરખો ઓર્ડર આપતા.
દીકરીના પિતાને બહુ ચિંતા હોય માટે, નિશી ના પપ્પાને જવાબ જાણવાની ઉતાવળ હતી એટલે એમને અક્ષયના પપ્પાને કોલ કરીને જવાબ પૂછ્યો. અક્ષય ના પપ્પા એ બે દિવસમાં જવાબ આપવા કહ્યું.
એમણે અક્ષય સાથે વાત કરી અને કહ્યું કે બે દિવસમાં જવાબ આપવાનો છે. અક્ષયે માથું હલાવી હા પાડી.
અક્ષયે નિશીને ફરીથી કોલ કરી મળવા આવવા કહ્યું. ફરી એજ ટેબલ અને ઓર્ડર.
અક્ષયે નિશીને પૂછ્યું કે ," શું હું તને પસંદ છું? મારી સાથે તારું આખું જીવન વિતાવવા તૈયાર છે તું. શું તું મારી સાથે આપણું સપનું જોવા તૈયાર છે?"
નિશી હસી રહી હતી. અક્ષય ને એની સ્માઈલ પાછળનો મતલબ સમજાયો નહિ.એને નિશી ને એનો મતલબ પૂછ્યો.
નિશી બોલી," જ્યારે આપણી બીજી મુલાકાત થઈ ત્યારથી હું શ્યોર્ હતી કે મારે તમારી સાથે જ લગ્ન કરવા છે! કદાચ તમે શ્યોર્ નહોતા એટલે આટલી બધી વાર આપણે મળ્યાં"
નિશી એ કટાક્ષ પણ કર્યો કે," હજુ છઠી વાર મળવું હોય તો પણ વાંધો નથી."
અને બંને ખડખડાટ હસી પડ્યા. એ વખતે અક્ષયે નિશી ને જોવા આવ્યા એ વખતની પણ વાત કરી. બંને ફરીથી ખડખડાટ હસી પડ્યા.
આજે બંનેની સગાઈ થઈ ગઈ છે. હજુ એ બંને થોડો પ્રેમાળ સમય સાથે વિતાવવા માંગે છે. માટે લગ્નની હમણાં કોઈ ઉતાવળ નથી.
આવી છે અક્ષય અને નિશી ની "એરેન્જડ લવ સ્ટોરી."