PRAVIN MAKWANA

Abstract

3  

PRAVIN MAKWANA

Abstract

એન્ડ્રી હેપબર્ન: કર્મ અને મર્મ

એન્ડ્રી હેપબર્ન: કર્મ અને મર્મ

2 mins
290


એન્ડ્રી હેપબર્ન:

હોલિવૂડની ખૂબ જ નામ કમાયેલી આ સિનેતારીકા એક સામાન્ય કુટુંબમાં જન્મી હતી. પ્રાકૃતિક આફત નહીં પણ માનવસર્જિત કરુણાનો ઉપાય છે શાંતિ. તમારે બે હાથ છે. એક હાથ તમારી જાતની મદદ માટે છે, અને બીજો બીજાને મદદ માટે છે. તેણે સોમાલીયાનો ભૂખમરો જોયો હતો અને સિનેમાના પડદાની ત્રીજી મહાન નારી તરીકે પ્રશંસા પ્રાપ્ત કરનાર માનવતાવાદી સ્ત્રી પણ તે હતી. તેણે પોતાનું નામ બદલી 'ઇડા વાન હીમસ્ટ્રા' તખલ્લુસ ધારણ કર્યું અને આ તખ્ખલુસ નામે કામ કર્યું. તે ઘણી ભાષા બોલી શકતી અને બીજા યુદ્ધ વખતે ખૂબ હાડમારી વેઠી મોડેલિંગનું ખૂબ જ સાહસિક કાર્ય કર્યું. તેણે સાહિબી મેળવી અને ફેશનની દુનિયામાં નામ કમાયું. પરંતુ એક સમયે નામાંકિત બ્રિટીશ સિનેતારીકા ગણાતી, અમેરિકન ફિલ્મ ઇનસ્ટીટયુટમાં ત્રીજા દરજજાની પડદાની રાણી ગણાતી, હોલીવૂડના સોનેરી સમયમાં સક્રિય એવી એક લીજેન્ડ ગણાતી, અને તેના સમયની એક સ્વરૂપવાન મહિલા એવી હેપબર્ન માનવતાના કાર્યમાં દુનિયાભરમાં ભમતી સન્નારી બની ગઇ તે એક નવાઇ પમાડે તેવી બીના હતી ! દોમદોમ સાહેબીમાં આળોટેલી એક જાજરમાન મહિલા ભૂખ્યા, તરસ્યાની વહારે આવી દુનિયાભરમાં ફરવા લાગી. ફિલ્મ અને ફેશનની દુનિયામાં એક વખત આઇકોન બનેલી ઉચ્ચ સ્થાન શોભાવી રહેલી મહિલા જોવા પણ ન ગમે તેવા દુબળા-પાતળા બાળકોની સુશ્રુષામાં લાગી પડી. દુબળા પાતળા બાળકોની સુશ્રુષા તેનું જીવન ધ્યેય બન્યું. તેનો જીવન સંદેશો છે. 'મેં એક આંજી નાંખે તેવા સત્યને નિહાળ્યું છે. માનવસર્જિત જીવન છે એને શાંતિ એ જ સાચો સંદેશ છે.' તેના જીવનનાં દસ મિશનો જેમાં દુબળા પાતળા બાળકોની સેવા, શેરીનાં બાળકોનું શિક્ષણ, રોગમુક્તિ અને પાણી માટેની લડત વગેરે મુખ્ય હતાં. તેને જોર્જ બુશ દ્વારા Presidential Medal of Freedom એનાયત થયો હતો. તેની હિંમત, સ્મિત અને સ્વપ્ન સફળ થયાં. માનવતાનો વિજય થયો.


Rate this content
Log in

Similar gujarati story from Abstract