Dipti Inamdar

Classics Inspirational

3  

Dipti Inamdar

Classics Inspirational

એકતા

એકતા

2 mins
185


સુંદર મઝાની સવાર ઊગી હતી. નિર્મળ જળથી છલોછલ ભરેલા સરોવરના ખૂણે ખૂણે સૂર્યનારાયણના કિરણો ફેલાઈને જળને સોનેરી ઝાંય અર્પતાં હતાં. દૂરથી બે ઘંટનાદ સ્પષ્ટપણે સંભળાઈ રહ્યાં હતાં. તેમાંથી એક હતો મંદિરનો અને બીજો હતો શાળાનો. ગામનાં ઘણાંય લોકો લગભગ બે ભાગોમાં વહેંચાઈને મંદિર તેમજ શાળા તરફ દોડતાં જણાયાં. અહીં એક ત્રીજો વર્ગ પણ હતો જે આ બેય વર્ગનું અને પોતાનું પોષણ કરવાના હેતુથી ખેતર અને શહેર તરફ દોડી રહ્યો હતો. છેલ્લે બાકી રહેતી હતી ઘરની સ્ત્રીઓ જેમણે હજી.....તો માંડ માંડ રાહતનો શ્વાસ લીધો હતો કે જેઓ વેહલી સવારથી જ ઊઠીને વડીલો માટે ચા નાસ્તો, બાળકોને વેહલા જગાડી તૈયાર કરીને શાળાએ મોકલવાની કામગીરી તેમજ પતિદેવને નોકરી ધંધામાં બરકત રહે તે માટે પૂજા અર્ચના કરવી, તેમના માટે બપોરનું ભોજન (ભાથું) બનાવવું, ઘરનું વાસી કામકાજ પૂર્ણ કરવું, ઢોર - ઢાંખરને નીરવું. આ બધાં કામકાજ એક જ સમયે જ એક સાથે આટોપતી ખરેખર, આજની નારી મહાન છે. ક્યારેક તો એકલા હાથે જ ઝઝૂમતી વિરાંગના લક્ષ્મીબાઈથી જરાય ઉતરતી નથી.

આવો એક એવા જ પરિવારની સાથે જીવવાનો રેહવાનો મોકો મળ્યો. ત્યાં જે મહેનત, ખંત અને ખૂબ ચીવટપૂર્વક કામ કરી રહી પોતાના પરીજનોના માટે સાચા અર્થમાં જીવન સાર્થક કરતી પોતાનું આખુંય આયખું સમર્પિત કરનાર એ ઘરની સ્ત્રીઓ માટે મને ખૂબ માન ઉપજ્યું હતું જે હરપળ મેં મારા જીવનમાં પણ ઉતાર્યું છે, આચર્યું છે.

એ સ્ત્રીઓ પોતાના પરિવાર માટે જ્યારે બધું જ કામ આટોપીને ખેતરે જાય અને જે ખેતી લાયક કામકાજ હોય તેમાં પોતાની જાતને જોતરી દેવામાં કોઈ નાનમ અનુભવતા નહીં. એક આખી વેળા સંયુક્ત કુટુંબની મહિલાઓ મળીને કામ કરતી, સાસુમા ઘાસ ચારો કાપીને ગાંસડો તૈયાર કરે ત્યાં સુધી વહુઓ ખેતરમાં ફરી વળતી અને ડાંગરના પાકને લણતી વેળા રહી ગયેલ લોરિયાં વીણી વીણીને ઢગલો કરે તેને દુકાનમાં જઈને વેચી દે. સાસુમાએ વાઢેલ સૂકા કે લીલાં ઘાસનો ભારો માથે મૂકી બપોરે પોતાના સંતાનો વિરામ સમયે ઘરે આવે તે પેહલા તો ઘર ભેગી થઈને પોરો લેતી હોય.

બાળકો જમીને શાળાએ જાય પછી બાકીનું કામ આટોપી, ઢોરને નિરવું,પાણી પાવું વગેરે કામ પતાવી માટી કામે જતી. માટી ખોદીને લાવે છાણ માટીનો ગારો બનાવે, ઘરને સુંદર મજાની ઓકરીઓ પાડી લિંપતી અને આજુબાજુ વાળા લોકોને પણ લીંપણ કામ કરી આપી રોજી મેળવી રાજીના રેડ થઈ જતી.

પોતે કરેલ કાર્યો માટે સંતોષ પણ એટલો જ અનુભવતી. સંતાનોનું ધ્યાન રાખવું, ઉછેર કરવાનો અને ભણાવવા અંગે પણ એટલું જ સજાગ રહેવું. આમ એક એવા પરિવાર સાથે સમય પસાર કરવા મળ્યો હોવાનું ગૌરવ અનુભવું છું.

 ધન્ય છે એ પરિવાર કે આવી પડેલી દુઃખની ઘડીમાં પોતાની જાતને અને કુટુંબને આર્થિક સહાય કરી મજબૂત રાખ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Classics